આ જેલમાં રહે છે માત્ર એક જ કેદી…. સરકાર તેની પાછળ કરે છે મહીને હજારો રૂપિયાનો ખર્ચ… કેદી પણ જીવે છે રાજાની જેમ…..

આ જેલમાં રહે છે માત્ર એક જ કેદી…. સરકાર તેની પાછળ કરે છે મહીને હજારો રૂપિયાનો ખર્ચ……. કેદી પણ જીવે છે રાજાની જેમ…..

મિત્રો આજે અમે એક એવા કેદી વિશે જણાવશું જેને મોટી વિશાળકાય જેલમાં માત્ર એકલો જ રાખવામાં આવે છે. તે જેલ અને તે કેદીની જાહોજલાલી જોઇને તમે પણ હેરાન રહી જશો. એ જેલ એટલી ભયાનક છે કે ત્યાં આજે પણ લોકો જતા ડરે છે. પરંતુ એ જ જેલમાં આજે એક કેદી રાજાની જેમ પોતાની સજા ભોગવી રહ્યો છે. ત્યાં એ રહે છે કેદી તરીકે પરંતુ ખરેખર રાજાની જાહોજલાલીની જેમ પોતાનું જીવન પસાર કરે છે. ત્યાં એક કેદીને આપવામાં આવી છે સજા. તેની પાછળ સરકાર દ્વારા દર મહીને હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. તો ચાલો જણીએ તે જેલ વિશે અને તેમાં રહેતા કેદી વિશે.

ગુજરાતના દરિયા કાંઠાનું એક એવું કેન્દ્રશાસિત પ્રદેશ શહેર આવેલું છે જ્યાં ઈતિહાસના ઘણા અવનવા ભેદો જોવા મળે છે. હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ દીવની. દીવના દરિયા કિનારે ઉભા રહીને તમે એક નજારો જુવો તો દરિયામાં એક મહેલ દેખાય છે. પરંતુ જાણીને તમને પણ આશ્વર્ય થશે કે એ કોઈ મહેલ નથી. પરંતુ એક જેલ છે.

મિત્રો અમે આજે જણાવશું દીવમાં દરિયામાં વચ્ચે આવેલી જેલ વિશે. આ જેલની ભવ્યતા જોઇને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય તેવી છે. એક સમયે તે જગ્યા પોર્ટુગલની કોલોની કહેવાતી હતી. લગભગ 475 વર્ષ જૂની આ જેલમાં હાલ એક જ કેદી રહે છે.

તે કેદીનું નામ દીપક કાજી છે અને તેની ઉંમર 30 વર્ષ છે. દીપક કાજીનો આરોપ છે કે તેણે પોતાની પત્નીને ઝેર આપીને તેની હત્યા કરી નાખી. પરંતુ સૌથી આશ્વર્યની વાત તો એ છે કે આ આખી જેલમાં માત્ર કાંજી એકલો રહે છે.  પરંતુ છતાં તેની સુરક્ષા માટે ત્યાં પાંચ જેલ સિપાહી અને એક જેલર પણ રાખવામાં આવ્યા છે. તે બધાની નોકરી કલાકો પ્રમાણે નક્કી કરવામાં આવી છે.

આ જેલને લગભગ 2013 માં બંધ કરવાની સરકાર દ્વારા ઘોષના કરી દેવામાં આવી હતી. ત્યારથી અહીં કેદીને ભરતી નથી કરવામાં આવતા. પરંતુ થોડા સમય પહેલા આ જેલમાં 7 કેદી હતા. તેમાંથી બે કેદી મહિલા હતી, પરંતુ અમુક કારણોસર ચાર કેદીનું સ્થળાંતર અમરેલી જીલ્લા જેલમાં કરી દેવામાં આવ્યું હતું અને બીજા બે કેદીની સજાના દિવસો પુરા થઇ ગયા હતા એટલા માટે તેને રજા આપી દેવામાં આવી.

પરંતુ હાલમાં ત્યાં એક જ કેદી રહ્યો છે. એક આંકડા પ્રમાણે દીવમાં અને દમણમાં જે કેદીને જેલમાં રાખવામાં આવે છે તે અનુસાર એક કેદી પર લગભગ દર મહીને 32 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જે અન્ય રાજ્યો અને બીજી જેલના કેદીઓને સાચવવાના ખર્ચ કરતા ખુબ જ વધારે છે.

જે રૂમમાં દીપક કેદી રહે છે તે બેરક 20 કેદી રહી શકે એટલું મોટું છે. તેના માટે જમાવાની વ્યવસ્થા બાજુના રેસ્ટોરન્ટમાંથી કરવામાં આવી છે. ત્યાં જેલમાં તેને દિવસના અમુક સમય માટે દુરદર્શન અને બીજી પણ અન્ય આધ્યાત્મિક ચેનલ જોવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. તેને રોજ ગુજરાતી સમચાર અને મેગેઝીન પણ જેલની અંદર પહોંચાડવામાં આવે છે. તેના સિવાય સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે બે સિપાહી સાથે ખુલી હવામાં બહાર પણ નીકળી શકે છે.

તો મિત્રો આ હતો એ જેલનો અને તે કેદીની જાહોજલાલીનો પરિચય. તો મિત્રો તમારે તેના વિશે કહેવું છે તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment