“અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી”
અગિયારસના દિવસે ન રાંધવું જોઈએ આ વસ્તુને.. જાણો તેના વિશે આપણા શાસ્ત્રો શું કહે છે..
અગિયારસના વ્રતનું શાસ્ત્રો અને પુરાણોમાં ખુબ જ મહત્વ જણાવ્યું છે. તે વ્રતને લઈને ઘણા નિયમો અને માન્યતાઓ પણ છે. તે માન્યતામાં અગિયારસના દિવસે ચોખા એટલે ભાત ન ખાવા તેનો પણ સમાવેશ થાય છે. આ માન્યતા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.
વર્ષની ચોવીસ અગિયાર પર ભાત ન ખાવાની સલાહ આપણા શાસ્ત્રોમાં અપાઈ છે. તો આજે અમે તમને જણાવશું કે શા માટે આવી સલાહ અપાય છે.
મિત્રો સૌથી પહેલા ધાર્મિક કારણની વાત કરીએ તો તે મન સાથે સંકળાયેલ છે. મનના ચંચળ થવાથી વ્રતના નિયમોનું પાલન કરવામાં વિઘ્નો ઉભા થતા હોય છે. જ્યારે એકાદશી વ્રતમાં તો મનનું શાંત રહેવું અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે. તેથી ભાત કે ભાતમાંથી બનેલી વસ્તુને અગિયારસના દિવસે ન ખાવાની સલાહ અપાય છે.
હવે તમને એમ સવાલ થાય કે મન અને ચોખા વચ્ચે શું સંબંધ છે. તો મિત્રો જણાવી દઈએ કે ચોખાનો સંબંધ જળ સાથે છે અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે. મન અને શ્વેત રંગના સ્વામી ચંદ્ર છે જે સ્વયં જળ, રસ તેમજ ભાવનાના કારક છે. માટે અગિયારસના દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે એટલી જ વ્રત કરવામાં સાત્વિકતા આવશે. તેથી જ મહાભારત કાળમાં વ્યાસજીએ પાંડવ પૂત્ર ભીમને નિર્જલા એકાદશી કરવાનું કહ્યું હતુ.
એક પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહાઋષિ મેધાએ શરીરનો ત્યાગ કરી દીધો અને તેનું અંશ પૃથ્વીમાં સમાઈ ગયું. ત્યાર બાદ ચોખા અને જવના રૂપે મહાઋષિ મેધા ઉત્પન્ન થયા. તેથી ચોખા અને જવને એક જીવ માનવામાં આવે છે. જે દિવસે મેધા ઋષિનો અંશ પૃથ્વીમાં સમાયો હતો ત્યારે અગિયારસ હતી. તેથી અગિયારસના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવ્યુ. એવી પણ માન્યતા છે કે અગિયારસના દિવસે ચોખા કે તેનાથી બનેલી વસ્તુનું સેવન કરવું તે મહાઋષિ મેધાનુ માંસ તેમજ રક્તનું સેવન કર્યા બરાબર ગણાય છે.
ચોખાને જીવ રૂપ માનવાથી અગિયારસના દિવસે ભોજન રૂપે ચોખાનું ગ્રહણ કરવા પર નિષેધ લગાવ્યો છે. જેથી સાત્વિક રૂપથી અગિયારસનું વ્રત સંપન્ન થઇ શકે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી સરીસૃપ જીવની યોની પ્રાપ્ત થાય છે. સરીસૃપ જીવ એટલે કે પેટના બળ ચાલતા જીવ જેમ કે ઈયળ. પરંતુ જો દશમના દિવસે ચોખાનું સેવન કરવામાં આવે તો યોનીથી મુક્તિ પણ મળી શકે છે.
તો મિત્રો આ તો હતા ધાર્મિક કારણો હવે અમે તમને તેનું વૈજ્ઞાનિક કારણ પણ જણાવી દઈએ. વૈજ્ઞાનિક તથ્યો અનુસાર ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે અને જળ પર ચંદ્રનો પ્રભાવ ખુબ વધારે પડે છે. જ્યારે ચોખાની ખેતીમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે. તેથી ચોખા જળ પ્રધાન ગણાય છે. અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી ચંદ્રના કિરણો શરીરના જળ તત્વને પ્રભાવિત કરે છે અને મન અશાંત થઇ જાય છે.
માટે જો અગિયારસના દિવસે ચોખાનું સેવન ન કરવામાં આવે અને મંત્ર જાપ કરવામાં આવે તો આગળના 15 દિવસ માટે શરીરમાં અસીમીતી ઉર્જા એકત્ર થઇ જાય છે અને અગિયારસનું વ્રત કરવાથી પેટમાં જમા થયેલ દુષિત પદાર્થ બહાર આવી જાય છે અને શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.
તો મિત્રો આપણે ધાર્મિક માન્યતા અનુસાર ચાલીએ કે વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે આપણે અગિયારસના દિવસે ચોખાનું સેવન ન જ કરવું જોઈએ તે એકદમ સચોટ વાત છે.તમે આ કારણ વિશે કંઈક વધારે જાણતા હોવ તો કોમેન્ટ કરીને અમે જરૂર જણાવો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Agiyaras na divse chandra no prabhav vadhu hoy che k su feko cho yaar bija badah divso ma nathi hoto pls made some research on science and do not leave people to go on wrong path