ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ પછીની 36 સજાઓ

(૧) અંબરીશ – અહીં પ્રલયની અગ્નિ સમાન આગ બળતી હોય છે. જે લોકો સોનાની ચોરી કરે છે, તેઓને આ આગમાં બળી નાખવામાં આવે છે.

(૨) વજ્રકુઠાર – આ નર્ક વજ્રોથી ભરેલું હોય છે. જે લોકો ઝાડ કાપે છે અને તેને નુકશાન પહોચાડે છે તેઓને અહીં લાંબા સમય સુધી વજ્રોથી મારવામાં આવે છે.

(૩) મહાવટ –  જે લોકો પોતાની છોકરીઓ વેચે છે, તેમને અહીં લાવી, આ નર્કમાં મદડા અને કીડાથી ભરેલી જગ્યાઓમાં છોડી મૂકી સજા આપાય છે.

(૪) તામિસ્ર – આ નર્કમાં ચોરોને યાતના અપાય છે, જેમાં તેમની લોખંડની પટ્ટીઓ અને મુગ્દરોથી અસહ્ય પીટાઈ કરવામાં આવે છે.

(૫) કુંભીપાક – જે લોકો કોઈની જમીન હડપી લે છે તેમને આ નર્કમાં જવું પડે છે. આ નર્કની જમીન ગરમ અંગારોથી ભરેલી હોય છે. આવી કુંભીપાકની સજા મળે છે.


(૬) મહાતામિસ્ર –  આ નર્ક જળુ(માણસનું લોહી પીનાર કીડા જેવું) થી ભરેલું હોય છે જે માણસનું લોહી ચૂસે છે. માતા, પિતા અને મિત્રની હત્યા કરનારાને આ નર્કમાં જવું પડે છે.

(૭) કુડ્મલ – જે લોકો દૈનિક જીવનમાં પંચયજ્ઞો(બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ)નું અનુષ્ઠાન નથી કરતા તેઓને આ નર્કમાં લવાય છે, અહીં તેને મૂત્ર, પીબ અને વિષ્ઠા(ઉલ્ટીથી) ભરેલા નર્કમાં સજા અપાય છે.

(૮) મહાવિચી – આ નર્કમાં લોખંડના મોટા-મોટા કાંટા હોય છે અને આખું નર્ક રક્ત અર્થાત્ લોહીથી ભરેલું હોય છે અને જે લોકો ગાયની હત્યા કરે છે, તેમને આ નર્કમાં સજા ભોગવવી પડે છે.

(૯) તિલપાલ – આ બીજાને સતાવવા, પીડા આપનાર લોકોને તલની જેમ પિસવામાં આવે છે. જે રીતે તલનું તેલ કાઢવામાં આવે છે એ જ રીતે અહીં જીવાત્માને તડપાવવામાં આવે છે.

(૧૦) અપ્રતિષ્ઠ –  આ મૂત્ર અને ઉલટીથી ભરેલ નર્ક હોય છે. અહીં તે લોકો યાતનાઓ ભોગવે છે, જે બ્રાહ્મણોને પીડા આપે છે અને સતાવે છે.

(૧૧) નિરુચ્છવાસ –  જે લોકો આપવામાં આવેલ દાનમાં વિઘ્ન નાખે છે અહીં ફેંકવામાં આવે છે. અહીં આ નર્કમાં અંધારું હોય છે. અહીં વાયુ નથી હોતો.

(૧૨) રૌરવ-  અહીં આ નર્કમાં લોખંડના બળતા તીર હોય છે. જે લોકો જૂઠી ગવાહી આપે છે તેમને આ તીરો સાથે બાંધીને યાતના આપાય છે.

(૧૩) મહાજ્વાલ –  આ નર્કમાં ચારેય તરફ બળબળતી આગ હોય છે. જે લોકો હંમેશા પાપમાં રચ્યાપચ્યા રહે છે તેઓ તેમાં નાખવામાં આવે છે અને અહીં બળવામાં આવે છે.

(૧૪) ક્રકચ – આ નર્કમાં તીક્ષ્ણ આરા લાગેલા હોય છે. જે લોકો એવી મહિલાઓ સાથે સબંધ રાખે છે, જેની માટે શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, તેવા લોકોને આ આરાઓમાં ચીરી નાખવામાં આવે છે.

(૧૫) મંજૂષ – જે બીજાને નિરપરાધ બંદી બનાવે છે કે કેદમાં રાખે છે તેમને અહીં બળતી લોખંડ જેવી ધરતીવાળા નર્કમાં ખોફનાક સજા મળે છે.

(૧૬) મહાભીમ – આ નર્ક ગંદા માસ અને લોહીંથી ભરેલું હોય છે. જે લોકો એવી વસ્તુઓ ખાય છે, જેનો શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, તે લોકો આ નર્કમાં નાખવામાં આવે છે અને પીડા અપાય છે.

 (૧૭) કરમ્ભક બાલુકા – આ નર્ક એક કુવા જેવું હોય છે કે જેમાં ગરમ રેતી અને અંગારા ભરેલા હોય છે. જે લોકો બીજા જીવોને બાળે છે, તેમને આ કૂવામાં નાખવામાં આવે છે.

(૧૮) મહાપ્રભુ – આ નર્કમાં જે લોકો પતિ પત્નીના સબંધમાં તિરાડો પડાવી બંનેને ઝગડાવી તેમનો સબંધ તોડાવે છે તે પાપી લોકો માટે અહીં એક ખૂબ જ મોટું લોખંડનું તીક્ષ્ણ તીર છે. તે તીરમાં આવા લોકોને પીરોવીને અસહ્ય યાતના અપાય છે.

(૧૯) દુર્ધર – આ નર્ક જળુ અને વીંછીઓથી ભરેલું હોય છે. સૂદખોર અને વ્યાજનો ધંધો કરનારને આ નર્કમાં મોકલવામાં અસહ્ય યાતના અપાય છે.

(૨૦) શાલ્મલિ – જે સ્ત્રીઓ અનેક પુરુષોનો સબંધ રાખે છે અને જે વ્યક્તિ હંમેશા જૂઠું અને કડવું બોલે છે, બીજાના ધન અને સ્ત્રી ઉપર નજર રાખે છે. પુત્રવધુ, પુત્રી, બહેન વગેરે સાથે અવાસ્તવિક સંબંધ રાખે છે અને વૃદ્ધની હત્યા કરે છે, એવા લોકોને અહીં લાવવામાં આવીને અહીં બળતા કાંટાથી ભરેલ નર્ક છે તેમાં ખુબ તડપાવવામાં આવે છે.

(૨૧) વજ્રમહાપીંડ – જે લોકો સોનાની ચોરી કરે છે, કોઈ પ્રાણીની હત્યા કરીને તેને ખાય છે, બીજાનું આસન, પથારી, વસ્ત્રો ચોરે છે, જે બીજાના ફળ ચોરે છે, ધર્મમાં નથી માનતા તે બધા લોકો અહીં આ નર્કમાં લાવીને લોખંડના મોટા વજ્રથી મારવામાં આવે છે.

(૨૨) અસિપત્રવન – મિત્રો સાથે દગો કરનારને આ નર્કમાં નાખવામાં આવે છે. આ નર્ક એક જંગલ જેવું હોય છે, જેના ઝાડ ઉપર પાનની જગ્યાએ તીક્ષ્ણ તલવારો અને ખડગ હોય છે. આ નર્કમાં એવા દગાખોર લોકોને સજા આપાય છે.

(૨૩) તૈલપાક – આ નર્કમાં ઉકળતું તેલ હોય છે. જે લોકો મિત્રો અને શણાગતોની હત્યા કરે છે, તેઓ આ તેલમાં બળી જાય છે આવી અસહ્ય પીડા આ નર્કમાં આપાય છે.

(૨૪) ક્ષુરધાર – આ નર્ક તીક્ષ્ણ અસ્તરાઓ (ઉસ્તરો)થી ભરેલું હોય છે. બ્રાહ્મણોની જમીન હડપનારને અહીં કાપવામાં આવે છે.

(૨૫) ઉગ્રગંધ –  જે લોકો પિતૃઓનું પિંડદાન નથી કરતા તેઓને અહીં લાવવામાં આવે છે. આ નર્ક લાળ, મૂત્ર, ઉલ્ટી અને અન્ય ગંદકીઓથી ભરેલું નર્ક હોય છે અહીં તેઓને સજા અપાય છે.


 (૨૬) વિલેપક – આ એ નર્ક જ્યાં લાખની આગની જ્વાળાથી બળતા તાપમાં એ બ્રાહ્મણોને બાળવામાં આવે છે, જે દારું પીવે છે.

(૨૭) ગુડપાક – અહીં ચારેય તરફ ગરમ ગોળના કુંડ હોય છે. જે લોકો સમાજમાં વર્ણ સંકરતા ફેલાવે છે, તેઓ આ કુંડમાં નાખી પીડા અપાય છે.

(૨૮) મહાભૈરવ –  આ નર્કમાં ચારેય તરફથી ભઠ્ઠીની જેમ આગ ફેલાયેલી હોય છે. જે લોકો બીજાના ઘર, ખેતર, ખલિયાન અને ગોદામમાં આગ લગાવે છે, તેમને અહીં બાળી-બાળીને યાતના ભોગવવાની સજા અપાય છે.

(૨૯) કાકોલ – આ નર્ક પીબ અને કીડાથી ભરેલું હોય છે. જે લોકો એકલપેટા હોય અને છુપાઈ-છુપાઈને એકલા એકલા ખાય છે અને બીજાને આપતા નથી, તેઓ આ નર્કમાં લાવવામાં આવે છે.

(૩૦) વ્રજકપાટ – અહીં વજ્રોની આખી શ્રૃંખલા બનેલી હોય છે. જે લોકો દૂધ વેચવાનો ધંધો કરે છે, તેઓ અહીં પ્રતાડીત કરવામાં આવે છે.

(૩૧) મહાપાયી – હંમેશા અસત્ય બોલનારને અહીં ઊંધા માથે નાખવામાં આવે છે અને અહીં આ નર્ક દરેક પ્રકારની ગંદકીથી ભરેલું હોય છે.

(૩૨) અંગારોપચ્ય – આ નર્ક અંગારાઓથી ભરેલું હોય છે. જે લોકો દાન આપવાનો વાયદો કરીને દાન આપવામાં ફરી જાય છે. તેમને અહીં લાવી યાતના સ્વરૂપે બાળવામાં આવે છે.

 (૩૩) જયંતી –  જે લોકો બીજાની બીજાની સ્ત્રીઓની સાથે સબંધો રાખે છે તેમને અહીં લાવવામાં આવે છે. અહીં તે જીવાત્માઓને લોંખંડની ચટ્ટાનની વચ્ચે દબાવીને રગદોળી નાખવામાં આવે છે. તેવી સજા આપવામાં આવે છે.

 (૩૪) પરિતાપ – જે લોકો બીજાને ઝેર આપે છે કે મધની ચોરી કરે છે, તેઓને અહીં બાળવામાં આવે છે. આ નર્કનર્કનર્કનર્ક આગ જ્વાળાઓથી બળતું હોય છે.

(૩૫) કશ્મલ – આ નર્ક નાક અને મુખની ગંદકીથી ભરેલું હોય છે. જે લોકો માંસાહારમાં વધુ રસ ધરાવે છે, તેઓ અહીં નાખી સજા આપવામાં આવે છે.

(૩૬) કાળસૂત્ર –  આ વજ્રની સમાન સૂતથી બનેલું હોય છે. જે લોકો બીજાની ખેતીને નષ્ટ કરે છે. તેઓ અહીં સજા મેળવે છે.

Leave a Comment