આજીવન નહિ થાય હૃદયને લગતો એકપણ રોગ, કરો આ સરળ યોગાસન… ધમનીઓમાં જ સુકાયને નીકળી જશે કોલેસ્ટ્રોલ… ખુલી જશે બધી જ નસો..

મિત્રો હૃદય માનવ શરીરનું પંપીંગ મશીન છે જે જીવનભર ચાલતું રહે છે. આ મશીનમાં થોડીક પણ ખરાબી એટલે કે જીવનની ખરાબી શરૂ થઈ જાય છે. આ જ કારણ છે કે હૃદયને સ્વસ્થ બનાવવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જીવનશૈલી સંબંધિત ખોટી આદતોના કારણે આપણા શરીરની ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે. કોલેસ્ટ્રોલ આપણા જીવને જ જોખમમાં મૂકી દે છે. તેને એલડીએલ લો ડેન્સિટી લિપિડ કહેવાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલ જો વધી જાય તો આપણા માટે આ દુશ્મન બની જાય છે. પરંતુ યોગથી હૃદયના બ્લૉકેજને પણ થોડાક દિવસોમાં જ દૂર કરી શકાય છે. હૃદયના મસલ્સને મજબૂત બનાવવા માટે યોગનું વિશેષ મહત્વ છે. તેના માટે એક્સપર્ટ ની પણ જરૂર નથી હોતી. યોગ કરવો પણ ખૂબ જ સરળ છે. એકવાર શીખી લેવાથી હંમેશા માટે તમે તેને કરી શકો છો. યોગથી હૃદય બની જશે લોખંડ:-

1) પાદહસ્તાસન:- એક રિપોર્ટ પ્રમાણે સીધા ઊભું રહીને પગના અંગૂઠા સુધી ઝૂકીને તેને અડકવાની સ્થિતિવાળો યોગ કરવાથી હૃદયના સ્નાયુઓમાં મજબૂતી આવે છે તેને પાદ હસ્તાસન કહેવાય છે. આ આસનને  ઉભા રહીને કરવામાં આવે છે. યોગા અભ્યાસ કરતા પહેલા સીધા ઉભા રહી જવાનું છે. ત્યારબાદ ધીમે ધીમે બંને હાથ નીચેની તરફ લઈ જતા અંગૂઠા ને પકડીને માથાને ઘૂંટણોથી ટેકવવાનું છે. ત્યારબાદ ધીમે ધીમે બંને હાથને ઉપર ઉઠાવીને સાવધાન મુદ્રામાં આવી જવાનું છે.આ યોગાભ્યાસ કરોડરજ્જુ, હેમસ્ટ્રિંગ્સ, ખભા અને કમરના સ્ટ્રેચને ખોલે છે, જે સ્નાયુઓમાં મજબૂતી લાવે  છે.2) ત્રિકોણાસન:- પાદહસતાસન કર્યા બાદ ત્રિકોણાસન કરો. તેના માટે તમારા જમણા પગને તમારા ડાબા પગથી ત્રણથી ચાર ફૂટના અંતર પર રાખો. તમારા ડાબા નિતંબને તમારી ડાબી એડી તરફ લઇ જાઓ અને તમારા ધડને જમણી તરફ નમાવો. તમારા ડાબા હાથને નીચે, જમણા પગની બહાર અને જમણી પિંડલી ને ફ્લોર સુધી પહોંચાડો. ત્યારબાદ રિલેક્સ થઈ જાઓ અને શ્વાસ બહાર કાઢો. થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી ફરીથી આરામદાયક બનો. આ યોગાસન હૃદયની સહનશક્તિ વધારે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.3) બ્રિજ પોઝ યોગાભ્યાસ અથવા સેતુબંધ:- બ્રિજ પોઝ અથવા સેતુબંધાસન યોગને ચતુર પદાસન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી કરોડરજ્જુ મજબૂત બને છે અને હૃદયના સ્નાયુઓમાં લવચીકતા વધે છે. આ યોગ નિયમિત કરવાથી પેટ, કમર અને હિપ્સની ચરબી પણ દૂર કરી શકાય છે. આ કરવા માટે પેટ ના બળે સૂઈ જાઓ અને તમારા બંને ઘૂંટણને વાળીને બંને હાથને આગળની તરફ રાખો. પછી એડી ની મદદથી હિપ્સને ઉપર ઉઠાવો.  તેનાથી પેટ અને કરોડરજ્જુ ઉપર આવશે. તમારું વજન નીચલા કરોડરજ્જુ પર હોવું જોઈએ. ધીમે ધીમે શ્વાસ છોડો અને પછી આરામથી જમીન પર સૂઈ જાઓ.  તમારી ક્ષમતા મુજબ આ ક્રિયાને ડોહરાઓ.

4) ચેર પોઝ યોગાભ્યાસ:- આ યોગાભ્યાસ હૃદયને મજબૂત કરવા, ખભા અને પાંસળીના ખેંચાણને ઠીક કરવા માટે કરવામાં આવે છે.તેનાથી પિંડલીઓ પણ મજબૂત બને છે. આ કસરત માટે સૂર્ય નમસ્કારની મુદ્રામાં ઊભા રહો. ત્યાર બાદ હાથને ઉપર તરફ લઇ જાઓ. હવે ધીમે ધીમે તમારા શરીરને ખુરશી પર બેસવાની મુદ્રામાં લાવો. તમે ખુરશી પર બેસો છો ત્યાં સુંધી જ હિપ્સને વાળો અને થોડો સમય કોઈ ટેકા વિના આ રીતે રહો. ત્યાર બાદ આરામદાયક મુદ્રામાં પાછા આવો.  આ અભ્યાસ દરરોજ 30 થી 60 સેકન્ડ સુધી કરો. હૃદય લોખંડ જેવું થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment