મિત્રો સંભવ છે કે હાઇવે એક્સપ્રેસ પર વાહન ચલાવવા વાળા લોકોને ખૂબ જ જલ્દી ટોલનાકા પર લાઈનોમાં ઊભા રહેવામાંથી છુટકારો મળી જશે. તેના માટે સરકાર ટોલ વસૂલ કરવા માટે બે નવી રીત લાવવાની યોજના બનાવી રહી છે. જોકે અત્યારે આની પર કામ ચાલી રહ્યું છે પરંતુ જલ્દી જ આ અમલ માં આવી જશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે ટોલ વસૂલવા માટે ટેકનોલોજીમાં બદલાવ કરવામાં આવશે. તેમને જણાવ્યું કે એક વર્ષની અંદર બધા જ ટોલ બુથ બંધ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવશે.તેમણે લોકસભામાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે,” હું સદનને વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે એક વર્ષની અંદર દેશમાં ટોલ બુથ બંધ કરી દેવામાં આવશે. તેનો મતલબ એ છે કે ટોલ કનેક્શન જીપીએસ દ્વારા થશે. જીપીએસ ઈમેજિંગ (વાહન પ્રમાણે) ના આધારે પૈસા લેવામાં આવશે. ” ગડકરીએ પાછલા વર્ષના આખરમાં કહ્યું હતું કે ટોલ કનેક્શન માટે નવી ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે નંબર પ્લેટ ટેકનોલોજી સારી છે. ગડગરીના મતે ટોલ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડિજિટલ સિસ્ટમ બનાવવામાં આવશે.
👉 બે વિકલ્પો પર થઈ રહ્યો છે વિચાર:- કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો વિકલ્પ એ છે કે જેમાં કારનું જીપીએસ સીધું વાહનના માલિકના બેન્ક ખાતાથી ટોલ લેવામાં મદદ કરે છે. બીજો વિકલ્પ નંબર પ્લેટ નો છે. તેમાં જુની નંબર પ્લેટ ને નવી પ્લેટથી બદલી લેવામાં આવશે અને ત્યારબાદ કોમ્પ્યુટર પ્રણાલી દ્વારા એક સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલ કરવામાં આવશે. જોકે તેમને એ પણ કહ્યું કે આની પર હજુ મનોમંથન કરવામાં આવી રહ્યું છે અને તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.👉 અત્યારે કેવી રીતે કપાય છે ટોલટેક્સ:- અત્યારે ટોલ ટેક્સ બે રીતે લેવામાં આવે છે. પહેલી રીત ફાસ્ટેગ છે અને બીજી ટોલ બુથ પર કેશ લેવાનો છે. દેશમાં લગભગ 93 ટકા વહનો પર ફાસ્ટેગ લાગી ચુક્યું છે. તેમજ સાત ટકા વાહન હજુ પણ ફાસ્ટેગ વગર ચાલી રહ્યા છે. નિતીન ગડકરીએ કહ્યું છે કે આવા વાહનોની તપાસ માટે પોલીસને આદેશ આપવામાં આવે. નોંધપાત્ર વાત એ છે કે ફાસ્ટેગને 2016 માં લાવવામાં આવ્યું હતું અને પાછલા વર્ષે ફેબ્રુઆરી થી તેને અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું.જો ફાસ્ટેગ થી ટોલ ન આપવામાં આવે તો વધારાના રૂપિયા ચૂકવવા પડશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી