નોનવેજ-ઈંડા કરતા 100 ગણી શક્તિશાળી છે આ વેજ વસ્તુઓ, લોહી અને તાકાત વધારી વિટામીન B ની કમી કરશે દુર…

મિત્રો વિટામીન બી શરીરની ઉર્જા અને તાકાત આપવા માટે જરૂરી છે, તેની કમી તમારા શરીરને કમજોર બનાવી શકે છે જો તમે વેજિટેરિયન હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી નીચે જણાવેલી વસ્તુઓ તેની કમીને પૂરી કરી શકે છે.

શું તમને હંમેશા થાક અને કમજોરી રહે છે, શું તમારા હાથ અને પગમાં ઝણઝણાટી નો અહેસાસ થાય છે, શું તમારી માસ પેશીઓ કમજોર થઈ ગઈ છે અને શું તમને ચાલવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે? જો આ દરેક પ્રશ્નોના જવાબ હા માં હોય તો સમજી લો કે તમને શરીરમાં વિટામિન બી ની કમી થઈ ગઈ છે. શરીરના સારા કામકાજ માટે પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની જેમ વિટામિન બી ની પણ જરૂર હોય છે. આ શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે.👉 વિટામીન બી ની કમી ના લક્ષણ અને નુકસાન શું છે?:- વિટામીન બી ની કમી વાળા લોકોમાં થાક, કમજોરી, ઊર્જાની કમી, હાથ પગમાં સુન્નતા કે ઝણઝણાટી, કમજોર માંસપેશિયો, ચાલવામાં કે સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલી જેવા તેના લક્ષણો જોવાય છે. તેની કમી થી તમને અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેમાં બેરીબેરી, પેલાગ્રા, કે એનિમિયા જેવા રોગો થઈ શકે છે. તેના સિવાય તમને  યાદશક્તિ કમજોર થવી, મૂંઝવણ અનુભવી, ડિપ્રેશન અને ડિમેન્શીયા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

👉 દરરોજ કેટલા વિટામિન બી ની જરૂર:- વિટામીન બી 8 અલગ અલગ પ્રકારના વિટામિન નું ગ્રુપ છે. NHS પ્રમાણે જો એક વ્યયસ્ક ની વાત કરીએ તો તેને દરરોજ નીચે જણાવેલી માત્રામાં વિટામીન બી ની જરૂર પડી શકે છે.

1.1-1.2mg થાઇમિન (B1), 1.1-1.6mg રાઈબોફ્લેવિન (B2), 14-16mg નિયાસિન (B3), 4-6mg પેન્ટોથેનિક એસિડ (B5), 1.3-1.7mg પાયરિડોક્સિન (B6), 25–30µg (માઈક્રોગ્રામ) બાયોટિન (B7), 400µg (μg) ફોલેટ (B9), 2.4 એમસીજી સાયનોકોબાલામીન (બી12).👉 વિટામીન બી ની કમી કેવી રીતે પૂરી કરવી:- મોટાભાગના લોકો એવું સમજે છે કે માત્ર ઈંડા, ચિકન, માસ કે માછલી જેવી નોનવેજ વસ્તુઓમાં વિટામિન બી ઉપલબ્ધ હોય છે પરંતુ આ ધારણા ખોટી છે. વાસ્તવમાં એવા અનેક વેજીટેરિયન ફૂડ્સ છે. જે આ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

1) પાંદડા વાળા શાક:- અનેક લીલા પાંદડા વાળા શાકભાજી ફોલેટ (બી 9) નો સારો સ્ત્રોત છે. પાલક, શલજમ, કોલાર્ડ ગ્રીન જેવા લીલા પાનવાળા શાકભાજી માં દરરોજ ની જરૂરિયાતના 39% સુધી વિટામિન બી મળી શકે છે. તમારે આ શાકને હળવી વરાળમાં પકવવું જોઈએ કારણકે વધારે પકવવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

2) દૂધ:- ​FDA પ્રમાણે એક કપ કે 240 મિલી લિટર દૂધથી તમે દરરોજની જરૂરિયાત નું 26% રાઈબોફ્લેવિન મેળવી શકો છો સાથે જ અન્ય બી વિટામિન પણ મળી શકે છે. દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો વિટામીન્સ ગ્રુપ નો ખૂબ સારો સ્ત્રોત છે.3) કઠોળ:- છોલે, રાજમા, કાળા ચણા અને લીલા વટાણા જેવા કઠોળ ફોલેટ થી ભરપૂર હોય છે.આ વસ્તુઓ થાયમીન, રાઈબોફ્લેવિન,નિયાસીન, પેન્ટોથેનિક એસિડ અને બી 6 સહિત અન્ય બી વિટામીન નો પણ સારો સ્ત્રોત છે.

4) દહીં:- દહીં રાઈબોફ્લેવિન અને બી 12 થી ભરપૂર હોય છે. 163 ગ્રામ દહીંથી તમે દરરોજની જરૂરિયાતના 18 ટકા બી2 અને 26 ટકા બી 12 મેળવી શકો છે. તેના સિવાય દહીમાં કેલ્શિયમ અને પ્રોટીન પણ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. 5) સૂરજમુખીના બીજ:- સુરજમુખીના બીજ પેન્ટોથેનિક એસિડ નો સૌથી સારા છોડ ના સ્ત્રોતોમાંથી એક છે. 1 અંસ (28 ગ્રામ) બીજ માંથી તમને દરરોજ ની જરૂરિયાતના 40% પેન્ટોથેનિક મળી શકે છે. તેના સિવાય આ નિયાસીન, ફોલેટ અને બી 6 નો એક સારો સ્ત્રોત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment