મિત્રો ગેસ સ્ટવને સળગાવવા માટે મોટાભાગે લોકો લાઈટર નો ઉપયોગ કરે છે પરંતુ ઘણા બધા લોકો લાઇટર ની ક્લિનિંગ ને એવોઈડ કરતા હોય છે. જેના કારણે લાઇટર ચીકણું અને ગંદુ થઈ જાય છે, જેના કારણે કેટલીક વાર ઘણા જ પ્રયત્નો કર્યા છતાં લાઇટરમાંથી સ્પાર્કિંગ નથી થતું અને ગેસ સ્ટવને સળગાવવું મુશ્કેલ થઈ જાય છે. એવામાં તમે ઈચ્છો તો કેટલીક ઘરેલુ રીત નો ઉપયોગ કરીને લાઇટર ને અંદર અને બહાર બંને તરફથી ક્લીન કરી શકો છો.
વળી ઘણા દિવસો સુધી સાફ ન કરવાના કારણે લાઇટરના અંદરના ભાગમાં ગંદકી જમા થઈ જાય છે. તેમજ જમવાનું બનાવતા સમયે ચીકણા હાથથી લાઈટરને અડકવાના કારણે લાઇટર કાળું અને ચીકણું પણ થઈ જાય છે. તેથી અમે તમને શેર કરવા જઈ રહ્યા છે ગેસ સ્ટવના લાઇટરને ક્લીન કરવાની ટીપ્સ, જેને ફોલો કરીને તમે લાઈટરને ચપટીઓમાં જ નવું અને ચમકદાર બનાવી શકો છો.1) ટુથપેસ્ટ નો કરો ઉપયોગ:- ગેસ સ્ટવના લાઇટરને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટ ની મદદ લઈ શકો છો. એવામાં રાત્રે સુતા પહેલા લાઇટર પર ટૂથપેસ્ટ લગાવી લો. સવારમાં બ્રશથી ઘસીને લાઇટરને સાફ કરો અને ત્યારબાદ સૂકા કપડાથી લૂછીને લાઈટરને ક્લિન કરી લો. તેનાથી લાઇટરની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.
2) ચોખાના પાણીનો કરો ઉપયોગ:- લાઇટરને ક્લીન કરવા માટે એક પાઉચ ઈનોમાં એક ચમચી ચોખાનું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને સ્ક્રબરની મદદથી લાઈટર પર લગાવી દો. 15 મિનિટ બાદ લાઈટરને સ્ક્રબ કરો અને સ્વચ્છ કપડાથી લૂછી લો. તેનાથી લાઇટર તુરંત જ સાફ થઈ જશે.
3) બેકિંગ સોડાનો કરો ઉપયોગ:- ગેસ સ્ટવના લાઇટરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં અડધા લીંબુનો રસ નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને લાઇટર પર લગાવો અને 20 થી 30 મિનિટ બાદ લીંબુની છાલથી ઘસીને પેસ્ટને કાઢી લો ત્યારબાદ લાઇટરને સૂકા કપડાથી લૂછી લો.4) કેરોસીન નો કરો ઉપયોગ:- કેરોસીન થી પણ તમે ગેસ સ્ટવના લાઈટરને મિનિટોમાં જ ચમકાવી શકો છો. વળી પાણીથી ધોવાથી લાઇટર ખરાબ થઈ જાય છે. એવામાં સ્ક્રબર પર કેરોસીન લગાવીને લાઈટરને ક્લીન કરી લો. લાઇટરને અંદરની તરફ લાગેલા ગ્રીસને પણ કોઈ અણીદાર વસ્તુની મદદથી સાફ કરી લો, જેથી લાઈટર તુરંત જ ચમકી જશે.
5) લાઇટરમાં પાણી જવા પર કરો આ ઉપાય:- કેટલીક વાર લાઈટરની અંદર પાણી જતું રહે છે જેના કારણે લાઇટરમાંથી સ્પાર્કિંગ નથી થતું અને અનેક કોશિશો કર્યા છતાં ગેસ સ્ટવ સળગી નથી શકતો. એવામાં ગેસના લાઈટરને સૂકા કપડાથી સાફ કરીને થોડા સમય માટે તાપમાં રાખી દો. તેથી લાઈટર સારી રીતે કામ કરવા લાગશે.
6) ગ્રીસ જમા થવા પર અપનાવો આ રીત:- લાઇટર ના પાર્કિંગ પોઇન્ટ પર ગ્રીસ જમા થવાના કારણે લાઇટરમાંથી તણખો નથી થતો એવામાં જામેલા ગ્રીસને સાફ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેના માટે તમે કેરોસીનને વાસણ ધોવાના સ્ક્રબર કે કોટન કાપડ પર લગાવીને પાર્કિંગ પોઇન્ટ ને સાફ કરી લો. ત્યારબાદ કોઈ અણીદાર વસ્તુથી ગ્રીસને સાફ કરો, તેનાથી લાઇટર સારી રીતે કામ કરવા લાગશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી