લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે શરીરને ઠંડુ રાખવા માટે ઘણા ફળો આવે છે. જેને તાસીર પ્રમાણે ખાવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. તો ઉનાળાની ઋતુમાં પણ બજારમાં અનેક પ્રકારના ફળો ઉપલબ્ધ હોય છે. તેમાનું એક ફળ છે રાયણ, જે રાજસ્થાનમાં ઉગે છે અને જે એક મહિના પુરતું મળે છે. જે ગુજરાતના અનેક શહેરોમાં પણ જોવા મળી જાય છે. રાયણ નાનું એવું અને લીંબોળી આકારનું પીળું ફળ હોય છે. જે સ્વાદમાં ખુબ જ મીઠું હોય છે.

મિત્રો રાયણ ખાવાના ઘણા ફાયદા છે. તે ઘણા વિટામીનથી અને એન્ટીઓક્સિડેંટથી ભરપુર હોય છે. રાયણના બીજ કાઢીને તેમાંથી તેલ પણ કાઢવામાં આવે છે. સાથે આ ફળના જાડના લાકડાનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. આ ફળની અંદર પ્રોટીન અને ફાયબરનો સ્ત્રોત ભરપુર માત્રામાં મળી આવે છે. જેના કારણે આ ફળનું સેવન કરવામાં આવે તો શરીર ખુબ જ સ્વસ્થ રહે છે.

રાયણના ફળને ઘણા લોકો મંદિરમાં પણ ચડાવે છે. આ ફળનું વેંચાણ ઉનાળામાં ખુબ જ વધુ પ્રમાણમાં થાય છે. આ ફળને તમે ઠંડા પાણીમાં બોળીને અથવા બરફમાં રાખીને ખાવ તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ફળ એવું છે જે માત્ર ઉનાળામાં જ જોવા મળે છે અને એ પણ માત્ર એક જ મહિના માટે. ત્યાર બાદ લગભગ આ ફળ ક્યાંય બજારમાં જોવા નથી મળતું.

ફળના ફાયદા : મિત્રો રાયણ એક એવું ફળ છે જેના સેવનથી આપણું શુદ્ધ થાય છે અને આ જ કારણે તે હૃદય અને ફેફસાં માટે ખુબ જ ઉપયોગી ફળ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ, તાવ, જેવા નાના મોટા અનેક રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે.

આ ફળ વિટામીન સી થી ભરપુર હોય છે, જેના કારણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત થાય છે સાથે જ ચહેરા પર ચમક આવે છે. વિટામીન સી વાળા ખોરાકનું સેવન કરવામાં આવે તો આપણું શરીર ફ્રી-રેડીકલ્સના કારણે થતા નુકશાનથી બચી જાય છે. રાયણની સૌથી સારી બાબત એ પણ છે કે, ઉનાળામાં ગરમીમાં શરીરને ઠંડકનો અહેસાસ કરાવે છે.

રાયણનું સેવન સેવન દરેક લોકો એ કરવું જોઈએ, કેમ કે તેનાથી દરેક લોકોને ફાયદો થાય છે. રાયણ ખાવાથી વીર્ય અને શુક્રાણું બંનેમાં વધારો થાય છે. માટે નપુંસકતા અને વંધ્યત્વનો ભોગ બનેલા દરેક પુરુષોએ ઉનાળામાં આ ફળનું સેવન જરૂર કરવું જોઈએ. તેમજ રાયણમાં ઘણી પ્રકારના પોષકતત્વો હોય છે જે શરીર માટે ખુબ જ લાભદાયક હોય છે સાથે સાથે બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. રાયણમાં મુત્રવર્ધક ગુણ હોવાને કારણે તેનાથી કિડની માટે પણ ખુબ જ ફાયદાકારક રહે છે. આ ફળ ખાવાથી શરીરમાં જામેલી તમામ ગંદકી બહાર નીકળી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment