ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

ગરમીના સમયમાં વરસાદમાં વગર એસીએ કાર ચલાવવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. અને ગરમીના સમયમાં તો એસી વગર કાર ચલાવવી મતલબ ભઠ્ઠીમાં બેઠા હોઈએ એવું લાગે. જો કારનું એસી ખરાબ થઇ જાય તો લોકો ગાડી લઈને નીકળવાને બદલે ચાલીને જવાનું પસંદ કરે, કેમ કે ઉનાળામાં એસી વગર કાર ખુબ જ ગરમ થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે એસી ફ્યુલ ખપત કરે છે. કેમ કે એસી અને એન્જીન બંને આપસમાં જોડાયેલા હોય છે. એટલા માટે એસી ઓન કરીને કાર ચલાવવાથી એન્જીન પર લોડ વધી જાય છે. એન્જીનમાં રહેલ પેટ્રોલ અથવા ડીઝલથી જ કારનું એસી શરુ થાય છે. પરંતુ તમારી કાર ઉભી હોય અને એન્જીન ઓન કરીને કારનું એસી ચલાવવામાં આવે તો તેનાથી કેટલું ફ્યુલ ખર્ચ થાય તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. તો આજે અમે તમને તેના વિશે ખુબ જ ઉપયોગી જાણકારી આપીશું. જે તમને ફયુલ બચાવવામાં ખુબ જ મદદરૂપ  થશે.

તો આજના લેખમાં અમે તમને જણાવશું કે એસીથી કારની એવરેજ પર શું અસર થાય છે અને કાર ઉભી હોય તો કારમાં એસી શરુ કરીએ તો કેટલું કેટલા પેટ્રોલનો ઉપાડ કરે છે. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

કેવી રીતે કામ કરે છે કારનું એસી : કારના એસીની વાત કરવામાં આવે તો તે એન્જીનના સ્ટાર્ટ થવા પર જ કામ કરે છે. એવું એટલા માટે કેમ કે એસીના કમ્પ્રેસરથી જોડાયેલ બેલ્ટ ત્યારે જ ફરે છે જયારે એન્જીન સ્ટાર્ટ થાય છે. આ પ્રક્રિયામાં એન્જીન ટેંક માંથી મળતા ફ્યુલની ખપત કરે છે. એન્જીનના ઓન થવા પર કારનું એસી એક સામાન્ય એસીની જેમ કામ કરે છે. એસીની ક્ષમતાને વધારવા માટે કારમાં ઘણા પ્રકારના મોડ આવે છે અને સાથે સાથે સર્ક્યુલેશન મોડનું બટન પર આવે છે.

કારની માઈલેજ પર કેટલી અસર કરે છે : જો તમે એસી ઓન રાખીને કાર ચલાવો છો તો માઈલેજમાં 5 થી 6 ટકા જેટલો ઘટાડો આવે છે. પરંતુ ઘણા રિપોર્ટ્સમાં એવું માનવામાં આવ્યું છે કે, ચાલતી કારમાં એસી ઓન રાખવાથી માઈલેજ પર વધુ અસર નથી પડતી. જો કાર હાઈવે પર ચાલતી હોય અને એક જ સ્પિડ સાથે જતી હોય અને એસી શરુ હોય તો માઈલેજમાં ફરક નથી પડતો. પરંતુ જો કારની બારી ખુલી હોય તો એવરેજ ઓછી આવે છે.

તેમજ જો સામાન્ય સ્થિતિમાં કાર ચલાવવામાં આવે અને એસીનો યુઝ કરવામાં આવે તો 5 થી 7 ટકા જેટલી એવરેજમાં ઘટાડો આવી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે માઈલેજ એટલું પણ ઓછું ન આપે કે તમારે એસી બંધ રાખવાની જરૂર પડે.

ઉભેલી કારમાં એસી ચલાવવાથી શું થાય : એક રીચર્સ અનુસાર 1000 સીસી વાળી કારમાં જો એક કલાક સુધી એસીને ચલાવવામાં આવે તો 0.6 લીટર પેટ્રોલની ખપત થાય છે. પરંતુ એ જ કાર ઉભી હોય અને ત્યારે એસી શરુ રાખવામાં આવે તો પેટ્રોલની ખપત બેગણી થઈ જાય છે. ઉભેલી કારમાં એસી ચલાવવાથી એક કલાકમાં 1.2 લીટર પેટ્રોલ બળે છે. સામાન્ય હેચબેક કારમાં પેટ્રોલની ખપત 1.2 લીટર સુધી થઈ શકે છે. આમ તો એ કાર પર નિર્ભર કરે છે કે તેનું એન્જીન કેટલું ફ્યુલ અફિસિયેન્ટ છે. આ સિવાય કારના એન્જીનની સ્થિતિ, કારની સ્થિતિ, એસીનું સેટિંગ અને બહારના મૌસમ પર પણ નિર્ભર કરે છે કે એસી ચલાવવા પર કેટલા ફ્યુલની જરૂર પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment