બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો… કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત…

મિત્રો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ડાયાબીટીસ માં કેરીનું સેવન ન કરવું જોઈએ. કારણકે તેનાથી બ્લડ શુગર વધી શકે છે. પણ એવું નથી. જો તમે સાવધાની રાખીને કેરીનું સેવન કરો છો તો તેનાથી ડાયાબીટીસ વધતું નથી. પણ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેમજ બ્લડ શુગર વધે નથી તે માટે કેરીનું સેવન અમુક માત્રામાં જ કરવું જોઈએ. 

ગરમીને કેરીની ઋતુ કહેવામા આવે છે. કોઈને દશેરી પસંદ હોય છે, તો કોઈને લંગડી, ચોસિ, અલ્ફાન્જો વગેરે. પરંતુ અસલી સમસ્યા ડાયાબિટીસના દર્દીઓને આવે છે. કારણ કે આ ફળમાં નેચરલ શુગર ખૂબ વધારે હોય છે. જેના કારણે એ સવાલ મોટો થઈ જાય છે કે ડાયાબિટીસમાં કેરી ખાઈ શકાય છે કે નહીં?

કેરીમાં શું-શું હોય છે? કેરીની 90% કેલોરી માત્ર શુગરથી બનેલી હોય છે. તેમાં કાર્બ્સ, વિટામિન સી, કોપર, ફોલેટ, વિટામિન એ, વિટામિન ઇ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, આયરન, ઝીંકની સાથે ફાઈબર પણ ન્યુટ્રિશનના રૂપમાં હોય છે.ઝડપથી બ્લડ શુગર વધારતી નથી કેરી:- ડાયાબિટીસમાં એ ફળથી દૂર રહેવું જોઈએ. જેને ખાવાથી બ્લડ શુયર તરત જ ઊંચા સ્તરે પહોંચી જાય છે પરંતુ, એક શોધ મુજબ, કેરીની અંદર ફાઇબર અને વિભિન્ન એન્ટિઓક્સિડેંટ પણ હોય છે, જે શુગરને બ્લડમાં ધીરે-ધીરે પહોંચવામાં મદદ કરે છે. 

કેરીનાં GI પર પણ આપો ધ્યાન:- અમેરિકન ડાયાબિટીસ એસોશિએશન મુજબ, કેરીની GI વેલ્યૂ 51+5ની વચ્ચે હોય છે 55થી ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ વાળા ફૂડ્સને ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત ગણવામાં આવે છે. જો તમે તેના સંભવિત નુકસાનને મટાડવા માંગતા હોય તો નીચે જણાવેલા 3 ટિપ્સ જરૂરથી અજમાવો.

1) જમવાના ટાઈમ પર આપો ધ્યાન:- જો તમે કેરીનાં નુકસાનથી બચવા માંગતા હોય તો, તેના સેવનના ટાઈમ પર ધ્યાન આપો. તમે તેને બ્રેકફાસ્ટ અને ભોજનની વચ્ચે આરામથી ખાઈ શકો છો. પરંતુ કેરીને ડિનર કે ભોજન સાથે ન ખાવી જોઈએ. આમ જોત મેં કેરીનું સેવન યોગ્ય સમયે કરો છો તેનાથી ડાયાબીટીસ વધતું નથી.2) માત્રા સંતુલિત કરો:- ડાયાબિટીસમાં કેરીનાં નુકસાનને ઘટાડવા માટે તેની માત્રા પર ધ્યાન આપવું. કારણ કે, વધારે માત્રામાં કઇં પણ ખાવાથી નકારાત્મક અસર જોવા મળી શકે છે. તમે તેની માત્રા અડધા કપ એરિઆ સુધી જ સીમિત રાખો કે પછી કોઈ ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કરો. આમ કેરીનું સેવન તમારે સીમિત માત્રામાં કરવું જોઈએ. 

3) કેરી સાથે ખાઓ પ્રોટીન:- ફાઈબરની જેમ પ્રોટીન પણ બ્લડ શુગરને ઝડપથી વધતું અટકાવે છે. પરંતુ કેરીમાં પ્રોટીનની માત્રા હોતી નથી, માટે તમે તેની સાથે ઈંડા કે થોડી બદામનું સેવન કરીને પ્રોટીન જોડી શકો છો. કેરીની સાથે પ્રોટીનનું સેવન પણ જરૂરી છે. કેરીના સેવન પણ ધ્યાન રાખીને તમે ડાયાબીટીસ હોય તો પણ કેરીનું સેવન કરી શકો છો. અને કેરીથી વધતા ડાયાબીટીસ ને પણ કંટ્રોલ કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment