ગરમીમાં પિત્તની સમસ્યા વધવાથી થાય છે બે ગંભીર સમસ્યા, જાણો પિત્તને કંટ્રોલ કરવાના દેશી નુસ્ખા… પેટ અને શરીર રહેશે એકદમ ઠંડુ…

આયુર્વેદ અનુસાર સ્વસ્થ રહેવા માટે શરીરમાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોનું પ્રમાણ સંતુલિત હોવું ખુબ જ જરૂરી છે. તેમાંથી કોઈ પણ એક દોષનું સંતુલન પણ જો બગડે છે તો અલગ – અલગ રોગોનો સામનો કરવો પડે છે.

તેવી જ રીતે પિત્ત પ્રકૃતિના લોકોને ગરમીમાં પિત્તનું પ્રમાણ અસંતુલિત થવાથી ઘણી પેટ સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. ગરમીમાં પિત્તનું પ્રમાણ વધવાથી પેટમાં બળતરા, એસીડીટી, મોંમાં ચાંદા પડવા, ગાળામાં સોજો આવવો, થાક લાગવો, વધારે ગુસ્સો આવવો વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. આજે અમે તમને એવા આયુર્વેદિક ઉપાયો જણાવશું જેના દ્વારા તમે ગરમીમાં પિત્તનું પ્રમાણ સંતુલિત રાખી અનેક સમસ્યાથી બચી શકો છો.તડકાથી બચવું:- તડકામાંથી આપણા શરીરને વિટામીન ડી મળે છે તેથી તડકો આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. પરંતુ ગરમીની ઋતુમાં બપોરનો તડકો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારી શકે છે. તેથી ગરમીમાં સવારે 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી તડકાથી બચવું જોઈએ.

આ ઉપરાંત ગરમીમાં કોટનના કપડા પહેરવા અને ખાસ કરીને તમે તડકામાં બહાર નીકળો છો તો કોટનના કપડા પહેરવા. તેનાથી તમારી ત્વચાને ઓક્સીજન મળતું રહેશે. આ ઉપરાંત ગરમીમાં આછા રંગના કપડા પહેરવા જોઈએ. જેમ કે સફેદ, વાદળી, ગ્રે વગેરે જેવા રંગના કપડા પહેરવા. આ ઉપરાંત તડકામાં માથું પણ ઢાંકેલું રાખવું.

શરીરને હાઈડ્રેટ રાખવું:- જો તમે પિત્તને સંતુલિત રાખવા માંગો છો તો શરીરને હાઈડ્રેટ રાખવું ખુબ જ જરૂરી છે. તેના માટે તમારે દિવસ દરમિયાન 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ . આ સાથે જ તમારે નારીયેલ પાણી , તરબુચનું જ્યુસ, ગુલાબનું શરબત અને કાકડીનું સેવન કરવું જોઈએ. આ ખાદ્ય પધાર્થો તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત તમે લીંબુ શરબતનું સેવન પણ કરી શકો છો. તેનાથી તમારા શરીરને ઠંડક મળશે અને તે તમારા શરીરને હાઈડ્રેટ પણ રાખશે.ખાટ્ટા અને મીઠા ખાદ્ય પદાર્થો:- ગરમ અને  વધારે ખાટ્ટા પદાર્થો તમારા શરીરમાં પિત્તનું સંતુલન બગાડી શકે છે. તો બીજી બાજુ ઠંડા ખાદ્ય પદાર્થો પિત્તને શાંત કરવામાં મદદ કરે છે. તેથી ગરમીમાં દૂધ, દહીં, ઘી, કાકડી, તરબૂચ, જમરૂખ, બ્રોકલી તેમજ પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

મસાલેદાર ભોજનથી બચવું:- જે લોકો પિત્ત પ્રકૃતિ ધરાવે છે તેમણે ગરમીમાં મસાલેદાર, તીખા અને નમકીન ભોજનથી બચવું જોઈએ. કારણે કે આવા ભોજન આપણા શરીરમાં પિત્તનું સંતુલન બગાડી શકે છે. ગરમીમાં એકદમ ગરમ ભોજન ખાવાથી બચવું જોઈએ. ભોજન પહેલા થોડું ઠંડુ થવા દેવું પછી જ તેનું સેવન કરવું. આ ઉપરાંત રેડ વાઈન અને મીટ જેવી ગરમ પ્રકૃતિ ધરાવતી વસ્તુઓથી દુર રહેવું જોઈએ.સાંજના સમયે ટહેલવા માટે જરૂર જવું:- ગરમીમાં તડકાથી પિત્તનું પ્રમાણ વધે છે તેથી બપોરના તડકાથી બચવું જોઈએ. પરંતુ સાંજના સમયે ટહેલવાથી પિત્તમાં રાહત મળે છે. સાંજે નદી કિનારે, દરિયા કિનારે અથવા લીલા ઘાંસ પર ટહેલવા જવું જોઈએ. આ ઉપરાંત ચંદ્રની ઠંડી કિરણો તમારા પર પડે તે રીતે બહાર નીકળવું. તેનાથી પણ ગરમીમાં પિત્ત શાંત રહેશે.

પ્રાણાયામ કરવા:- ગરમીમાં હેવી એકસરસાઈઝ અને યોગાસન કરવાથી શરીરમાં પિત્તનું પ્રમાણ વધી શકે છે. તેથી ગરમીની ઋતુમાં પ્રાણાયામ કરવા જોઈએ. પિત્ત દોષને સંતુલિત રાખવા માટે ગરમીમાં શીતલી પ્રાણાયામ તેમજ કપાલભાતિ પ્રાણાયામ અથવા કોબ્રા પોઝ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment