મિત્રો તમારી પાસે કોઈપણ વાહન હોય, ચલાવવા માટે લાયસન્સની જરૂર હોય છે અને લાયસન્સ કઢાવવા માટે તમારે RTO ઓફિસ જવું ફરીજીયાત છે. પણ લાયસન્સ કઢાવવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. જેને કારણે તમારો સમય અને પૈસા બંને બગડે છે. પણ જાણવા મળતી માહિતી અનુસાર સરકારે લાયસન્સ અંગે મોટા ફેરફાર કર્યા છે. જે મુજબ તમારે લાયસન્સ કઢાવવામાં ખુબ જ ઓછી મુશ્કેલી પડશે.
જો તમે પણ તમારું ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા અથવા રીન્યુ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ ખાસ મહત્વની ખબર છે. કેન્દ્ર સરકાર તરફથી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમનો ફાયદો સામાન્ય માણસને જરૂર મળશે. આ નિયમો લાગુ થઈ ગયા પછી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ RTO જવાની જરૂર નહી પડે. આ નિયમો પહેલા કરતા વધુ સરળ છે.
1 જુલાઈથી લાગુ પડશે આ નિયમ : ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના સંશોષિત નિયમ અનુસાર હવે તમારે કોઈ પણ પ્રકારની ડ્રાઈવિંગ ટેસ્ટ RTO જઈને આપવાની જરૂર નથી. કેન્દ્રીય સડક પરિવહન અને હાઈ-વે મંત્રાલય તરફથી નવા નિયમોને 1 જુલાઈ 2022 થી લાગુ કરવામાં આવશે. નવા નિયમ લાગુ થઈ ગયાં પછી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે વેટીંગ લીસ્ટની રાહ જોઈ રહેલા કરોડો લોકોને રાહત મળશે.
સર્ટીફીકેટના આધારે બનશે ડીએલ : ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે હવે RTO માં ટેસ્ટ માટેની રાહ નહિ જોવી પડે. તમે ડીએલ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ ટ્રેનીંગ સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અહીંથી ટ્રેનીંગ લીધા પછી તમારે ત્યાંથી જ ટેસ્ટ પાસ કરવાની છે. ટેસ્ટ પાસ કરનારને સ્કૂલ એક સર્ટીફીકેટ જાહેર કરશે. આ સર્ટીફીકેટના આધારે તમારું ડીએલ બનાવવામાં આવશે.
થીયરી અને પ્રેક્ટીકલ બંને જરૂરી રહેશે : ડ્રાઈવિંગ લાયસન્સ માટે મંત્રાલય તરફથી શિક્ષણ પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેને થીયરી અને પ્રેક્ટીકલ બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. લાઈટ મોટર વ્હીકલ માટે કોર્સની અવધી ચાર અઠવાડિયાની છે. જે 29 કલાક ચાલશે. પ્રેક્ટીકલ માટે તમારે સડક, હાઈવે, શહેરની સડક, ગામડાનાં રસ્તા, રીવસિંગ અને પાર્કિંગ વગેરે પ્રેક્ટીકલ માટે 21 કલાકનો સમય આપવાનો રહેશે. બાકીના 8 કલાક તમારે થીયરીના અભ્યાસ માટેના છે.
ટ્રેનીંગ સેન્ટર માટે ગાઈડ લાઈન : સડક અને પરિવહન મંત્રાલય તરફથી ટ્રેનીંગ સેન્ટર્સ માટે પણ ગાઈડ લાઈન્સ અને શરતો નક્કી કરવામાં આવી છે. આ વિશે જાણકારી હોવી તમારા માટે જરૂરી છે.
1 ) ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને હળવા મોટર વાહનના ટ્રેનીંગ સેન્ટર્સ માટે ઓછામાં ઓછો એક એકર જમીન હોય, ભારે યાત્રી, માલ વાહન અથવા ટ્રેલરો માટે ટ્રેનીંગ સેન્ટરની પાસે બે એકર જમીન હોવી જરૂરી છે.
2 ) ટ્રેનર ઓછામાં ઓછુ 12 પાસ હોવો જોઈએ. સાથે જ તેની પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઈવિંગનું અનુભવ હોવો જરૂરી છે.
3 ) ડ્રાઈવિંગ સેન્ટર્સનો પાઠ્યક્રમને બે ભાગ થીયરી અને પ્રેક્ટીકલમાં વહેચાયેલ હોવો જોઈએ.
4 ) ટ્રેનીગ સેન્ટર પર બાયોમેટ્રિક સીસ્ટમ હોવી જરૂરી છે.
5 ) મીડીયમ અને હેવી વ્હીકલ મોટર વ્હીકલ માટે 6 અઠવાડિયા માં 38 કલાક કોર્સનો સમય છે. તેમાં 8 કલાક થીયરી ક્લાસ અને બાકીના 31 કલાક પ્રેક્ટીકલ હોવું જોઈએ.
આમ RTO દ્વારા બનાવવામાં આવેલ નવા નિયમ મુજબ સામાન્ય માણસને વધુ મુશ્કેલી નહી પડે. સાથે આ નિયમોનું પાલન થવું જરૂરી છે. જે લોકો પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માંગતા હોય તેમના માટે થીયરી અને પ્રેક્ટીકલ ટેસ્ટ આપવી જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી