મિત્રો આપણે જાણીએ છીએ કે શિયાળામાં વજન વધી જતો હોય છે. તેની સામે આપણે વર્ક આઉટ નથી કરતા હોતા. આથી જરૂરી છે તમારે વજન ઓછો કરવા માટે કી અસરકારક ઉપાય શોધવો જોઈએ. પણ જો તમે વર્ક આઉટ કર્યા વિના વજન ઓછો કરવા માંગતા હો તો તમારે એક ખાસ પ્રકારના પાણીમાં મધ મિક્સ કરીને પીવાનું છે. તેનાથી તમારું વજન ઝડપથી ઘટે છે. તેમજ આ ઉપાય એક અસરકારક ઉપાય નીવડી શકે છે.
શિયાળો આવતા જ આપણે બધા રજાઈની ગરમીમાંથી બહાર નિકળવાથી કતરાઈએ છીએ. આ વાતથી તો તમે બધા જ સહેમત હશો કે, તાપમાન નીચું જતાં જ આપણી બધાની ફિઝિકલ એક્ટિવિટીના લેવલને ઘટાડી ડે છે. સાથે જ આપણને વધુ વાર ખાવાની ક્રેવિંગથી પણ મજબૂર કરી દે છે. જે ફિટ રહેવા કે વજન ઘટાડવાનો પ્રયત્ન કરનારાઓ માટે એક ચૂનોતી બની જાય છે. એવામાં અમે તમારી સાથે એક એવા એક્સપર્ટની ટિપ્સ શેર કરવા જઇ રહ્યા છીએ, જેનાથી શિયાળામાં આળસ કરીને પણ તમારું વજન ઘટાડી શકાય છે. આયુર્વેદિક ડો જણાવે છે કે, લાંબા સમયથી સ્ટોર કરીને રાખવામા આવેલ જૂનું મધ વસાના મેટાબોલીજ્મમાં મદદ કરે છે અને કફને મટાડે છે. એવામાં મધના સેવનથી બોડીમાં જગ્યાએ-જગ્યાએ જામેલ ફૈટથી છુટકારો મેળવી શકાય છે. સાથે જ મધ ઇમ્યુનિટીને વધારીને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ કરવામાં પણ અસરકારક સાબિત થાય છે.
મધમાં હોય છે આ પોષકતત્વો:- મધ જરૂરી પોષકતત્વો, ખનીજો અને વિટામીનોનો ભંડાર હોય છે. મધમાં મુખ્ય રૂપથી ફ્રૂક્ટોઝ જોવા મળે છે. તે સિવાય તેમાં, કાર્બોહાઈડ્રેડ, રાઈબોફ્લેવિન, નિયાસીન, વિટામિન બી6, વિટામિન સી અને એમીનો એસિડ પણ જોવા મળે છે. એક ચમચી મધમાં લગભગ 64 કેલોરી અને 17 ગ્રામ શર્કરા હોય છે. તેની સાથે જ મધમાં ફૈટ, ફાઈબર અને પ્રોટીન બિલકુલ પણ હોતું નથી.આયુર્વેદમાં મધને લાંબા સમય સુધી દવાઓની અસરને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વેઇટ લોસમાં મદદરૂપ, આંખોનું તેજ વધારે છે, કફ મટાડે છે, મૂત્ર માર્ગના વિકારોમાં મદદરૂપ, ઉધરસ મટાડે છે, ઝાડા-ઉલ્ટી મટાડે છે, હાર્ટને હેલ્થી બનાવે છે, ત્વચા માટે ફાયદાકારક, ઊંડા ઘા માં રૂઝ લાવવામાં મદદરૂપ થાય છે.
ઇમ્યુનિટી વધારવા માટે કરો ઉપયોગ:- ઠંડીના દિવસોમાં બોડીની ઇમ્યુનિટી બીજી ઋતુઓની અપેક્ષાએ નબળી હોય છે. એવામાં તેને વધારવા માટે 1 ચમચી હળદર અને 1 મરી સાથે 1 ચમચી મધનું સેવન કરી શકાય છે. તેનાથી શરદી, ઉધરસ, સાઇનસાઈટિસમાં પણ ફાયદો થાય છે.તમારી ઈમ્યુનીટી વધારવામાં પણ મધ વાળું આ પાણી ખુબ જ ઉપયોગી છે.
ફૈટ ઘટાડવા માટે પણ ઉપયોગી:- એક્સપર્ટ જણાવે છે કે જો તમે ફૈટ ઘટાડવા માંગતા હોય તો દરરોજ એક ગ્લાસ નોર્મલ પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. મધમાં રહેલ ગુણ તમારા વજનને કંટ્રોલ કરી શકે છે. મધનું સેવન કરતાં સમયે રાખવું આ વાતનું ધ્યાન:- એક્સપર્ટ સલાહ આપે છે કે, જો તમે મધનું સેવન કરી રહ્યા હોય તો, અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે તમે ગરમ વાતાવરણમાં કામ કરી રહ્યા હોય તો મધનું સેવન ન કરવું. સાથે જ મધને ક્યારેય પણ ઘી, ગરમ ખાદ્ય પદાર્થો કે પાણી, મસાલેદાર ભોજન, વ્હીસ્કી, રમ, બ્રાંડી અને સરસોની સાથે મિક્સ કરીને ન ખાવું. આમ મધનું સેવન તમારા વજનને ઓછુ કરી શકે છે. તેમજ તમને અન્ય ફાયદાઓ પણ થઇ શકે છે. શિયાળામાં વજન ઓછો કરવા માટેનો આ ખુબ જ મહત્વનો ઉપાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી