યુવાનીમાં જ આવી જશે ઘડપણ, બચવા માટે ખાવા લાગો આ દેશી ફૂડ… વૃદ્ધાવસ્થામાં શરીર રહેશે એકદમ યુવાન જેવું અને મજબુત…

મિત્રો આપણે સૌ સદાને માટે જવાન રહેવા માંગીએ છીએ. આ માટે આપણે ભરપુર પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. જેનાથી તમે શારીરિક રીતે તેમજ માનસિક રીતે જવાન રહી શકો છો. અમુક વસ્તુઓના સેવનથી તમારી ઉંમર બહુ દેખાતી નથી. તેમજ છેલ્લી શ્વાસ સુધી જવાન રહી શકો છો. આજે અમે તમને આ લેખમાં એવી વસ્તુઓ વિશે વાત કરીશું જેનાથી તમારી ,માત્ર 30 વર્ષની ઉંમર જ દેખાશે. ચાલો તો આપણે આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

વૃદ્ધાવસ્થા દરેકને આવે છે પરંતુ તમે સમય પહેલા વૃદ્ધ થતાં બચી શકો છો. જોકે, દુનિયાની કોઈ પણ વસ્તુ ઉંમર વધવાથી અટકાવી શકતી નથી. પરંતુ જીવનમાં નાના-નાના કામા કરીને તમે ઉંમર વધવાના લક્ષણોને જરૂરથી ઓછા કરી શકો છો. જવાનીમાં શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. તમને બીમારીઓનું પણ એટલું જોખમ હોતું નથી. પરંતુ જેવી ઉંમર 30ને પાર જાય છે શરીર પણ નબળું અને વૃદ્ધ થવા લાગે છે.ડાયેટિશિયન મુજબ, હેલ્થી અને ફિટ રહેવા માટે વધતી ઉંમરને કાબૂ કરવા માટે ડાયેટ, એકસરસાઈઝ, તણાવ અને ઊંઘ ચાર મજબૂત સ્તંભ છે. તેમાં પણ ડાયેટનો સૌથી મહત્વનો રોલ હોય છે. 30ની ઉંમરમાં તમે શું ખાઓ-પીઓ છો તેનાથી નક્કી થાય છે કે, આવનારા 10-15 વર્ષ સ્વાસ્થ્ય માટે તમારા માટે કેવા રહેશે. ઉંમરના આ પડાવમાં તમારું ડાયેટ પ્લાન કેવું હોવું જોઈએ. 

1) ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન વધારવું:- વધારે ફાઈબર ખાવાથી હાર્ટ ડીસીઝ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ તેમજ કેન્સરનું જોખમ ઓછું થાય છે. તમારા શરીરને 31 ગ્રામ ફાઈબર દરરોજ મળવું જોઈએ. માટે તમારી પ્લેટને ફળ, શાકભાજી, આખા અનાજ, અને દાળ થી ભરી લો કેમકે તેમાં ફાઇબરની માત્રા વધારે જોવા મળે છે. 

2) ઓમેગા-3 છે સ્વાસ્થ્યનો ખજાનો:- આ પોષકતત્વ સારા મૂડ, મગજના કામકાજને સારું બનાવવા માટે, સોજા મટાડવા માટે, ઉંમર વધવાની સાથે થતાં ડિસિઝના જોખમને ઓછું કરવામાં મદદરૂપ છે. તમારે પણ તમારી ડાયેટમાં વસાયુક્ત માછલી સિવાય અખરોટ, ચિયા સીડ્સ વગેરે સમાવિષ્ટ કરવા જોઈએ.3) કેલ્શિયમનું વધારે સેવન કરવું જોઈએ:- યુવાવસ્થામાં હાડકાંનું ઘનત્વ વધે છે અને 25-30 વર્ષની ઉંમર સુધી નવા હાડકાંનું નિર્માણ થઈ ગયું હોય છે. 30 પછી હાડકાને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે અને તેમાં નબળાઈ આવવા લાગે છે. માટે કેલ્શિયમ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ ઉંમરમાં હાઇ કેલ્શિયમ ફૂડ જેવાકે, દહીં, પનીર, બ્રોકલી, પાલક, કેળાં અને બદામનું વધારે સેવન કરવું જોઈએ. 

4) પ્લાન્ટ બેસ્ડ ફૂડ પર ફોકસ કરવું:- આ ઉંમર પછી તમને માંસથી વધારે પ્લાન્ટ બેસ્ડ ફૂડ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ફળ, શાકભાજી, આખું અનાજ, નટ, બીજ વગેરેનું ખૂબ જ સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન, મિનરલ્સ, એંટીઓક્સિડેંટ અને ફાઈબર જેવા પોષકતત્વોની સંખ્યા વધારે હોય છે. જે તમને સ્થૂળતા, ડાયાબિટીસ, હ્રદય રોગ, સોજા અને કેન્સર જેવા રોગોથી બચાવી શકે છે. 

5) પ્રોટીનનું ખાસ ધ્યાન રાખવું:- પ્રોટીન મસલ્સ ગ્રોથ અને નબળા શરીરને તાકાતવર બનાવવા માટે જરૂરી છે. 30 ની ઉમર પછી શરીરને તેની જરૂર હોય છે. પુરૂષોએ દરરોજ ઓછામાં ઓછું 55 ગ્રામ અને મહિલાએ 45 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.તે માટે તમારે ઈંડા, ચિકન, પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન જેમકે, દાળ, કઠોળ વગેરેનું ખૂબ સેવન કરવું જોઈએ. આમ આ વસ્તુઓના સેવન થી તમારું સ્વાસ્થ્ય ફીટ રહે છે. તેમજ તમે શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત રહી શકો છો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને શરીર મજબુત બને છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment