સરકારે હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વ્યાજદરોને વધારીને 8% કર્યો છે. આ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ, વ્યાજ આવક અને પાકતી મુદતની રકમ આ ત્રણેય પર ટેક્સ ફ્રી છે. આ યોજનામાં તમે તમારી દીકરી માટે 64 લાખનું ફંડ તૈયાર કરી શકો છો.
કેન્દ્ર સરકારે હાલમાં જ સુકન્યા સમૃદ્ધિ યોજના માટે નવા વ્યાજ દરોની ઘોષણા કરી છે. આ વ્યાજ દર ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન 2023 માટે છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદરને 7.60 ટકાથી વધારીને 8% કરી દીધો છે. આ એક એવું રિટર્ન છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો લાંબા ગાળા માટે તેમના રોકાણમાંથી અપેક્ષા રાખે છે.
એસએસવાય (SSY) પર વ્યાજ નો દર દરેક ત્રણ મહિનામાં નક્કી હોય છે. પરંતુ તમે આ યોજનામાં 7.60% થી લઈને 8% સુધી રીટર્ન ની અપેક્ષા રાખી શકો છો. આ યોજના દીકરીઓ માટે છે. માતા-પિતા પોતાની દીકરીની ઉંમર દસ વર્ષ પૂરી થતાં પહેલાં આ યોજનામાં તેનું ખાતું ખોલાવી શકે છે.👉 દીકરીની ઉંમર 18 વર્ષ થવા પર કાઢી શકે છે અડધી રકમ:- જો કોઈ રોકાણકાર પોતાની દીકરીના જન્મ બાદ તુરંત જ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવે છે તો 15 વર્ષ સુધી આ યોજનામાં પોતાનું યોગદાન જમા કરાવી શકે છે. દીકરીના અઢાર વર્ષ થવા પર પાકતી મુદતની 50% રકમ કાઢી શકાય છે. વધેલી રકમ ત્યારે કાઢી શકાય છે જ્યારે દીકરીની ઉંમર 21 વર્ષ થઈ જાય.
👉 લગ્નની ઉંમર સુધી મળશે 64 લાખ રૂપિયા:- જો કોઈ વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ ખાતા માં દર મહિને 12,500 જમા કરાવે છે તો એક વર્ષમાં આ રકમ 1.5 લાખ રૂપિયા થશે. આ રકમ ટેક્સ ફ્રી હશે. જો આપણે મેચ્યોરિટી પર 7.6% નો વ્યાજ દર લઈને ચાલીએ, તો રોકાણકાર તેની દીકરી માટે પાકતી મુદત સુધી જંગી ભંડોળ ઊભું કરી શકશે. જો રોકાણકાર દીકરી 21 વર્ષની થાય ત્યારે આખી રકમ ઉપાડી લે તો પાકતી મુદતની રકમ 63 લાખ 79 હજાર 634 રૂપિયા થઈ જશે. આમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે. જ્યારે વ્યાજની આવક 41,29,634 રૂપિયા હશે. આ રીતે, જો કોઈ રોકાણકાર સુકન્યા સમૃદ્ધિ ખાતામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરાવે છે, તો દીકરી 21 વર્ષની થશે ત્યારે લગભગ 64 લાખ રૂપિયાની માલિક બનશે.
👉 મળે છે ત્રણ જગ્યાએ ટેક્સની છુટ:- કોઈ રોકાણકાર સુકન્યા સમૃદ્ધિ ખાતામાં એક વર્ષમાં કરવામાં આવેલા 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઇન્કમટેક્સ છૂટ નો ફાયદો ઉઠાવી શકે છે. આ યોજનામાં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના EEE સ્ટેટસ સાથે આવે છે. એનો મતલબ એ છે કે તેમાં ત્રણ જગ્યાએ ટેક્સ છૂટ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર ટેક્સ છૂટ મળે છે. આ યોજનાથી કમાયેલા વ્યાજ પર પણ ટેક્સ ફ્રી છે. તેના સિવાય પાકતી મુદતની રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. ઇન્કમટેક્સ એક્ટ ની કલમ 80C હેઠળ આ છૂટ મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી