શિયાળામાં આવી રીતે બનાવી લો આદુની આ કેન્ડી, સિઝનેબ શરદી-ઉધરસ, ગળાની ખરાશ મટાડી ઇમ્યુનિટી વધારી શરીરને રાખશે નિરોગી… જાણો કેન્ડીની સરળ રેસિપી…

મિત્રો શિયાળાની ઋતુ સ્વાસ્થ્યની વધુ કાળજી માંગી લે છે. ઋતુમાં બદલાવ આવતાની સાથે જ શરદી-ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી આજે અમે તમારા માટે ખૂબ જ સરસ વિષય લઈને આવ્યા છીએ જેથી તમે શરદી-ઉધરસ અને કફની સમસ્યાથી થી તમારુ રક્ષણ કરી શકશો.

મિત્રો આદુ એક મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આદુની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં તેનું સેવન તમારા શરીરને આંતરિક રૂપે ગરમ રાખે છે જેથી તમે ઉધરસ-શરદી કે તાવ જેવી મોસમી બીમારીઓથી બચી રહો છો. તેના સિવાય આદુ માં અનેક પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ,વિટામિન, મિનરલ, વિટામીન b3, વિટામીન b6 અને પોટેશિયમનું પણ સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. એવામાં આજે અમે તમારા માટે આદુની કેન્ડી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તેના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા વધવામાં મદદ મળે છે તેની સાથે જ આદુની કેન્ડીનું સેવન કરવાથી તમે ખાંસી, કફ ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી બચી રહો છો. તો ચાલો જાણીએ આદુની કેન્ડી બનાવવાની રીત.

આદુની કેન્ડી બનાવવા માટેની જરૂરી સામગ્રી:- આદુ, હળદર, ગોળ, કાળા મરી પાવડર, સંચળ, દળેલી ખાંડ, દેશી ઘી. 

આદુની કેન્ડી કેવી રીતે બનાવવી?:- આદુ ની કેન્ડી બનાવવા માટે તમે સૌથી પહેલા આદુને ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ જ્યારે આ ઠંડુ પડી જાય ત્યારે તેને પાણીમાં પલાળીને રાખી દો. તમે તેને સરસ રીતે સાફ કરી લો. ત્યારબાદ તમે અને સરસ રીતે છોલીને ટુકડામાં કાપી લો. ત્યારબાદ તમે કાપેલા આદુના ટુકડા ને બ્લેન્ડરમાં નાખીને સોફ્ટ પેસ્ટ બનાવી લો.ત્યારબાદ એક કઢાઈમાં દેશી ઘી નાખીને ગરમ કરી લો, ત્યારબાદ તમે તેમાં આદુની પેસ્ટ નાખીને શેકો. ત્યારબાદ તેમાં ગોળ નાખીને સરસ રીતે ઓગળે ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં હળદર પાવડર, સંચળ અને કાળા મરીનો પાવડર નાખો. ત્યારબાદ તેને મેળવીને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી પકાવો.        

ત્યારબાદ જ્યારે આ પેસ્ટ ઠંડી થઈ જાય એટલે તમારા હાથ પર ઘી લગાવો. જ્યારે આ મિશ્રણ થોડું હળવું ગરમ રહે ત્યારે તમે તેની કેન્ડી બનાવી લો. ત્યારબાદ કેન્ડી માં નમી રાખવા માટે તેને દળેલી ખાંડથી કોટ કરો. ત્યારબાદ તમે આ કેન્ડી ને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો. હવે તમારી ટેસ્ટી આદુ કેન્ડી બનીને તૈયાર થઈ ચૂકી છે.આદુની કેન્ડી ખાવાના ફાયદા:- આદુ અને ગોળના પોષક તત્વો ગળાની ખરાશ અને ગળાના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે. આદુની કેન્ડી માં કુદરતી મીઠાશ ઉપલબ્ધ હોય છે આ બજારમાં મળતી કેમિકલથી ભરેલી કેન્ડી કરતા ખૂબ સારી હોય છે. આદુની કેન્ડી ની તાસીર ગરમ હોય છે તેથી શિયાળાની ઋતુમાં તેનું સેવન શરીરને ગરમી પ્રદાન કરે છે, જે લોકો ડાયાબિટીસના દર્દી હોય તેમના માટે આદુ સારી વસ્તુ છે. આ વધેલી સુગરને ઘટાડવાનું કામ કરે છે. આદુ અપચાને પણ દૂર કરવાનું કામ કરે છે. તેના સિવાય જે લોકોને પાચન ક્રિયાથી જોડાયેલી મુશ્કેલીઓ હોય તેવા લોકો માટે આદુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment