જો તમારી પાસે પાનકાર્ડ હોય અને આવનાર સમયમાં કોઈ પણ સમસ્યામાં પડવા ન ઈચ્છતા હોવ તો આ માહિતીને ધ્યાનપૂર્વક વાંચો. જો આ માહિતી ને નજર અંદાજ કરશો તો તમારું પાન કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને કાર્ડ ધારકો ને એલર્ટ કર્યા છે. વિભાગે ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે 31 માર્ચ 2023 સુધી તમારા પાનકાર્ડ ને આધારથી લિંક (Pan-Aadhaar Link)કરી લો. જો આમ ન કરવામાં આવે તો પહેલી એપ્રિલથી પાનકાર્ડને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે.1) Twitter દ્વારા કર્યા એલર્ટ:- આવકવેરા વિભાગે મંગળવારે, 17 જાન્યુઆરીએ વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક ટ્વીટ કરીને પાન કાર્ડ ધારકોને આ વિશે માહિતી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આવક વેરા અધિનિયમ, 1961 મુજબ, તમામ પાન કાર્ડ ધારકો (જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી) માટે 31 માર્ચ, 2023 પહેલા તેમના PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.અનલિંક કરેલ PAN 1 એપ્રિલ 2023 થી નિષ્ક્રિય થઈ જશે. તેના ટ્વિટમાં, વિભાગે લખ્યું,’Urgent Notice. Don’t delay, link it today!’ (જેનો અર્થ થાય છે ‘તાકીદની સૂચના. વિલંબ કરશો નહીં, તેને આજે જ લિંક કરો!)
2) જો આ સૂચના હળવાશમાં લીધી તો પડી શકે છે મોંઘી:- આવકવેરા વિભાગે આ મેસેજ હલકામાં લેવો ભારે પડી શકે છે, તેનું કારણ એ છે કે આજના સમયમાં પાનકાર્ડ એક મુખ્ય દસ્તાવેજ બની ચૂક્યો છે, જે તમારા દરેક નાણાકીય કાર્ડ સાથે જોડાયેલો રહે છે. આ કાર્ડ પર નોંધાયેલ નંબર દ્વારા જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્ડ ધારકોને સંપૂર્ણ નાણાકીય ડેટા રેકોર્ડ કરે છે. આવી સ્થિતિમાં આ ચેતવણીને ગંભીરતાથી લેવી જરૂરી છે નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.3) પાનકાર્ડ બેકાર થવા પર આવી શકે છે આવી મુશ્કેલી:- જો તમે 31 માર્ચ 2023 સુધી તમારું પાનકાર્ડને આધાર સાથે લિંક ન કરાવી અને 1 એપ્રિલ 2023 થી આ ડીએક્ટિવેટ થઈ ગયું તો પછી આવી સ્થિતિમાં તમે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી નઈ કરી શકો. સમસ્યા આટલે થી જ સમાપ્ત નથી થતી, કારણ કે જો PAN કાર્ડ અમાન્ય થવાથી , તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક ખાતું ખોલી શકશો નહીં, જ્યાં પાન કાર્ડ બતાવવું ફરજિયાત હોય છે.
4) ઘરે બેસીને કરો આ કામ:- તમે આવકવેરા વિભાગના પોર્ટલ incometax.gov.in/ પર જઈને તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો.અહીંયા તમારું રજીસ્ટ્રેશન કરો. તેના માટે, તમારા પાન નંબરનો ઉપયોગ યુઝર ID તરીકે ઉપયોગ કરવો પડશે. તમારા યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ સાથે લોગિન કર્યા પછી એક નવું પેજ ખુલશે. અહીં લિંક આધારનો વિકલ્પ દેખાશે. તેની પર ક્લિક કરવાથી તમને આધાર અને પાન કાર્ડની માહિતી પૂછવામાં આવશે. માંગવામાં આવેલી માહિતી દાખલ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો.તેના સિવાય તમે SMS સુવિધાનો ઉપયોગ કરીને આ કામ સરળતાથી કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી