ખોડો, ખરતા અને તુટતા વાળને અટકાવવા લગાવી દો ઘરે બની જતી આ એક વસ્તુ, વાળની તમામ સમસ્યા દુર કરી બનાવી દેશે એકદમ મજબુત અને આકર્ષક…

જો કે શિયાળામાં દરેક લોકોને વાળને લગતી કોઈને કોઈ પરેશાની હોય છે. જેને કારણે વાળ કમજોર અને ખરવા લાગે છે. જો તમારા વાળ પર ખરે છે, તૂટે છે તો તમે તેના ઘરેલું ઉપાય તરીકે મેથીના બીજનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ ખરશે પણ ઓછા અને વાળના ગ્રોથમાં વધારો પણ થશે.

શિયાળામાં ગરમ પાણીના ઉપયોગથી વાળ તૂટવાની કે ડ્રાય થવાની સમસ્યા વધી જાય છે, તેમજ ઠંડીના દિવસોમાં ડેંડ્રફની સમસ્યા પણ વધી જાય છે. જો તમે તમારા વાળને શિયાળામાં વિન્ટર પ્રોબ્લેમ્સથી બચાવવા માંગો છો તો તમે હેર સિરમનો ઉપયોગ કરી શકો છો. બજારમાં મળતા હેર સિરમમાં કેમિકલ હોય છે, પરંતુ તમારે નેચરલ રીત અજમાવવી હોય તો તમે ઘરે જ હેર સિરમ બનાવી શકો છો. હેર સિરમ તૈયાર કરવા માટે તમે મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો. મેથી દાણાથી તમે ડીઆઇવાય મેથડ દ્વારા હેર સિરમ બનાવી શકો છો. આ લેખમાં અમે મેથીના દાણામાંથી હેર સિરમ બનાવવાની રીત અને ફાયદાઓ ઉપર ચર્ચા કરીશું.

મેથીના દાણામાંથી હેર સિરમ બનાવવાની સામગ્રી : મેથીના દાણામાંથી હેર સિરમ બનાવવા માટે તમારે મેથીના દાણા, કૈસ્ટર ઓઇલ, બદામનું તેલ, એક સ્પ્રે બોટલની જરૂર પડશે. મેથીના દાણાથી બનેલ હેર સિરમને તમે એક અઠવાડીયા સુધી સ્ટોર કરી શકો છો. કોશિશ કરવી કે તમે ઓછી માત્રામાં જ હેર સિરમ બનાવો જેથી તે જલ્દી કંજયુમ ન થઈ જાય. આ હેર સિરમ વાળને મજબુત બનાવે છે.

મેથીના દાણાનું હેર સિરમ કેવી રીતે બનાવવું ? :મેથીના દાણાથી તમે હેર સિરમ બનાવી રહ્યા છો તો આ સ્ટેપ્સ ફોલો કરો- મેથીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને તમે ચાળણીમાં રાખો અને નીચે બાઉલ રાખીને તેમાંથી પાણીને કાઢી નાખો, આ પાણીમાં તમે કૈસ્ટર ઓઇલ મિક્સ કરો, મિશ્રણમાં તમે બદામનું તેલ મિક્સ કરી લો,  બધા જ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં રાખીને સરખી રીતે મિક્સ કરી લો. સ્પ્રે બોટલમાં તમે એલોવેરા જેલના ટીપાં પણ મિક્સ કરી શકો છો.

ડીઆઈવાય હેર સિરમનો ઉપયોગ કેવી રીતે કરવો ? : હેર સિરમનો ઉપયોગ કરવા માટે પહેલા હેર સિરમને એક સ્પ્રે બોટલમાં ભરી લો. તમે સિરમને સ્ટોર કરવા માટે તેને ફ્રીજમાં રાખી શકો છો. તમે સાફ અને ભીના વાળમાં સિરમને સ્પ્રે કરી શકો છો. તમારી પાસે સ્પ્રે બોટલ ન હોય તો તમે નોર્મલ બોટલમાં સિરમ ભરીને તેનો ઉપયોગ પણ કરી શકો છો. ભીના વાળમાં આંગળીઓની મદદથી તમે સિરમને લગાડી શકો છો. કાંસકાની મદદથી પણ તમે સિરમને વાળમાં લગાડી શકો છો. સિરમને તમે સ્પ્રે કરવાની જગ્યાએ સીધું જ વાળમાં લગાડી શકો છો.

મેથીના બીજમાંથી બનેલા સિરમને લગાડવાથી થતાં ફાયદાઓ : જો તમે વાળમાં મેથીના બીજમાંથી બનેલા સિરમનો ઉપયોગ કરો છો તો ડેંડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે. ઘણી વખત માથામાં ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે આ સિરમના ઉપયોગથી તે સમસ્યા પણ દૂર કરી શકાય છે. મેથીના બીજમાં એન્ટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. તેનાથી તમારા વાળમાં શાઈન રહે છે.

મેથીના બીજથી વાળને મજબૂતી પણ મળે છે, તમે સિરમના રૂપમાં મેથીના બીજનો ઉપયોગ કરશો તો વાળ તૂટવાની સમસ્યા પણ દૂર થાય છે. ઘણા લોકોને લાગે છે કે મેથીના કારણે વાળનો નેચરલ રંગ ખરાબ થાય છે પરંતુ આવું નથી. તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ તમે મેથી માંથી બનેલ સિરમની મદદથી વાળને ખરતા અને તૂટતા રોકી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment