તમારા બાળકને ફરજિયાત કરાવો આનું સેવન, વધારી દેશે ઇમ્યુનિટી અને તાવ, શરદી, ઉધરસ જેવી 5 સમસ્યાઓ ક્યારેય નહિ થાય…

હાલના દિવસો જોતા એવું લાગે છે કે, અત્યારે બાળકોની ઇમ્યુનિટી પાવરફુલ હોવી ખુબ જ જરૂરી છે. કારણ કે કોરોના હવે ફરીથી પોતાનો પગપેસારો કરી રહ્યો છે. જેમાં બાળકો વધુ શિકાર બની રહ્યા છે. તેવામાં બાળકોની ઇમ્યુનિટી મજબુત બનાવવી દરેક માતાપિતાની ફરફ બને છે. અને હાલ શિયાળાના દિવસો હોવાથી એવી વસ્તુઓ પણ ખાવી જોઈએ જે તમને અંદરથી ગરમ રાખે. આજે અમે તમને કેસરના ફાયદાઓ વિશે જણાવશું.

કેસરનું સેવન મોટા માટે જ નહિ પરંતુ બાળકો માટે પણ ખુબ જ લાભદાયી છે. કેસરની તાસીર ગરમ હોય છે. ઠંડીના દિવસોમાં જો તમે કેસરનું સેવન બાળકોને કરાવશો તો માત્ર ઠંડીથી જ નહિ બચી શકે પરંતુ ઠંડીના કારણે થતી સમસ્યાઓ જેવી કે શરદી, તાવ વગરે જેવી સમસ્યાઓ પણ થતી નથી. કેસરને તમે પુલાવ, સેન્ડવિચ, ઉપમા, શાક કે સ્ટફ્ડ પરોઠામાં નાખીને તમે બાળકોને ખવડાવી શકો છો. રાતના સમયે કેસરના દૂધનું સેવન કરવાથી તાવ, શરદી જલ્દીથી મટી શકે છે. આ લેખમાં આપણે બાળકો માટે કેસરના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું.

1 ) બાળકોને તાવથી બચાવે છે કેસર : ઠંડીથી બાળકોનું રક્ષણ કરવા માટે કેસર ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઠંડીના દિવસોમાં તમે નોટિસ કર્યું હશે કે, ઋતુમાં ઠંડી હવા વધવાની સાથે, શરીરના તાપમાનમાં પણ તફાવત જોવા મળે છે. નાના બાળકોને આ સમયે તાવ આવવાના લક્ષણો, શરદીના લક્ષણો જોવા મળી શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે કેસર ફાયદાકારક છે. કેસરમાં ક્રોકીન નામનું તત્વ જોવા મળે છે જે તાવના બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે માટે ઠંડીના દિવસોમાં તમારે બાળકોને કેસરનું સેવન જરૂરથી કરાવવું જોઈએ. તમે રાતના સમયે બાળકોને એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને કેસર મિક્સ કરીને આપી શકો છો. કેસર વાળું દૂધ પીવાથી બાળકોનો તાવ મટી જશે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

2 ) બાળકોની નિંદર ન આવવાની સમસ્યા દૂર કરે છે કેસર : જો તમારા બાળકને રાત્રે નિંદર ન આવતી હોય તો તમે તેને કેસરનું સેવન કરાવો. કેસરના સેવનથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. તમે કેસરને પાણીમાં પલાળીને રાખો પછી તે પાણીને દૂધમાં મિક્સ કરીને તમે બાળકને પીવડાવી શકો છો. ઘણા બાળકો કેસર વાળું દૂધ પસંદ કરતાં નથી તેમના માટે તમે આ રીત અજમાવી શકો છો.

4 ) બાળકોના પાચન તંત્રને મજબૂત રાખે છે કેસર : જો તમારા બાળકનું પાચનતંત્ર નબળું છે તો તેના માટે કેસર વાળું દૂધ ખુબ જ લાભકારી છે. ડાઈજેશન માટે ફાયદાકારક હોય છે કેસર. નાના બાળકોમાં પાચનની સમસ્યા હોય છે જે દૂર કરવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. હેવી ભોજનને કારણે બાળકોને પેટમાં દુખાવો, કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે જેને દૂર કરવા માટે તમે બાળકોના ભોજનમાં કેસર મિક્સ કરી શકો છો. આ સિવાય કેસર વાળું દૂધ પણ ફાયદાકારક છે.

5 ) કેસર બાળકોની ઇમ્યુનિટી વધારે છે : રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ફાયદાકારક છે કેસર. જે બાળકો વારંવાર બીમાર પડતાં હોય છે તેનું કારણ હોય છે નબળી ઇમ્યુનિટી. જો તમે તમારા બાળકોની ઇમ્યુનિટી મજબૂત રાખશો તો તેના શરીરને રોગથી લડવાની તાકાત મળી શકે છે. આ ઇમ્યુનિટી મજબૂત કરવા માટે કેસર ઉપયોગી બની રહે છે.

6 ) બાળકોની આંખોને સ્વસ્થ રાખે છે કેસર : કેસરનું સેવન કરવાથી બાળકોની આંખો સ્વસ્થ રહે છે. આજના સમયમાં ખોટી ખાણીપીણીને કારણે બાળકોની આંખો સમય પહેલા જ નબળી પડી જાય છે. જો તમે બાળકોને પહેલેથી જ કેસરનું સેવન કરાવો છો તો તેની આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

જો તમારા બાળકને કેસરથી એલર્જી હોય તો તેને કેસરનું સેવન ન કરાવું જોઈએ. તેમજ અચાનક બાળકની ડાયટમાં તેનો સમાવેશ ન કરતાં ધીરે ધીરે બાળકને કેસરનો સ્વાદ સમજવાની તક આપવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment