સાકર સાથે આ દાણાનું સેવન ઘટાડી દેશે બ્લડ શુગર અને વજન. લોહીની કમી, સોજા, મોંની દુર્ગંધ દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ….

તુલસીના બીજ અને મિશ્રીના મિશ્રણના ઘણા બધા ફાયદા હોય છે. તુલસી અને મિશ્રીનું ધાર્મિક રૂપે પણ ખુબ જ મહત્ત્વ જોવા મળે છે, બંનેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર તો તુલસીના બીજમાં પ્રોટીન, ફાઇબર,આયર્ન, સોડિયમ,મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન-સી જોવા મળે છે. તેની સાથે જ તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ફંગલ જેવા ગુણ પણ જોવા મળે છે, ત્યાં જ મિશ્રીને મુખ્ય પ્રસાદ અને માઉથ ફ્રેશનર રૂપે તેનું સેવન કરવામાં આવે છે, પરંતુ તે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

તેમાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટિ ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. તુલસીના બીજ અને મિશ્રીનું સેવન કરવાથી પેટની સમસ્યા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ મળી રહે છે. આ મિશ્રણનું સેવન કરવાથી તમારા મોઢામાંથી દુર્ગંધ પણ આવતી નથી, તુલસીના બીજ અને મિશ્રીના ફાયદા અને તેના ઉપયોગ વિશે વિસ્તારથી જાણીશું. તો ચાલો જાણીએ તુલસીના બીજ અને મિશ્રીના ફાયદા.

1 ) વજન : તુલસીના બીજ અને મિશ્રીમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેની મદદથી આપણા ચયાપચયને યોગ્ય રીતે કામ કરવા માટે મદદ મળે છે, અને આપણું ભોજન ખુબ જ સારી રીતે પચી જાય છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારું વજન ઓછું થઈ શકે છે.

2 ) રોગ પ્રતિકારક શક્તિ : આ મિશ્રણમાં એન્ટિ ઓક્સીડેન્ટ અને આયર્ન જોવા મળે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ઘણા બધા રોગો સામે લડવામાં મદદ મળે છે. તમે સવાર-સાંજ આ મિશ્રણનું સેવન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો.

3 ) માનસિક તણાવ : આ મિશ્રણનું સેવન કરવાથી માનસિક શાંતિ અને એકાગ્રતાને વધારવા માટે મદદ મળે છે. તમે રાત્રે સૂતી વખતે તેનું સેવન કરી શકો છો. બાળકોને આ મિશ્રણનું સેવન કરાવવાથી તેમની એકાગ્રતા વધે છે, અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

4 ) શરદી-ઉધરસ : આ મિશ્રણનું સેવન કરવાથી શિયાળામાં શરદી અને ઉધરસ થતી નથી, તેમાં જોવા મળતાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ શરદી અને ઉધરસ માટે ખુબ જ રાહત આપે છે. તેની સાથે જ વાત્ત અને કફના રોગોને દુર કરવા માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણો હોવાના કારણે તે સોજામાં પણ આરામ આપે છે.

5 ) એનીમિયા : તુલસીના બીજ અને મિશ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. જેનું સેવન કરવાથી એનીમિયાની સમસ્યામાં આરામ મળે છે, તે લોહીની ઉણપને દુર કરે છે, અને તેની સાથે જ મિશ્રીનું સેવન કરવાથી હિમોગ્લોબીનના સ્તરમાં પણ સુધારો આવી શકે છે.

6 ) મોંની દુર્ગંધ : તુલસી અને મિશ્રીનું સેવન કરવાથી મોંની દુર્ગંધ અને ખાટાં સ્વાદનાં ઓડકારથી છુટકારો મળી શકે છે. ખરેખર તુલસીના બીજ અને મિશ્રીમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણ જોવા મળે છે, જેની મદદથી મોંમાં રહેલા કીટાણું સામે લડવામાં મદદ મળે છે, અને તેની મદદથી મોંની દુર્ગંધ દૂર થઈ જાય છે તેની સાથે જ મોંના છાલાને ઠીક કરવા માટે પણ મદદરૂપ છે.

તુલસીના બીજ અને મિશ્રીનું સેવન કેવી રીતે કરવું : 1) તુલસીના બીજ અને મિશ્રીને પીસીને આ મિશ્રણને ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરી શકો છો.
2 ) તેની સાથે જ તમે તુલસીના બીજને ફુલવા દો અને તે પાણીમાં મિશ્રીને પીસીને નાખો, અને તે પાણીનું સેવન કરો. તેનાથી પેટના અપચા અને કબજિયાતમાં રાહત મળે છે.

3 ) મિશ્રી અને તુલસીના બીજને તમે પીસીને રાત્રે દૂધની સાથે પણ સેવન કરી શકો છો, તેનાથી યાદશક્તિ ખુબ જ સારી રહે છે.
4 ) તુલસીના બીજ અને મિશ્રીનું મધની સાથે ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો. તેનાથી શરદી અને ઉધરસમાં ખુબ જ આરામ મળે છે.
5 ) તુલસીના બીજ અને મિશ્રીનું સવાર-સાંજ ચાવીને તેનું સેવન કરી શકો છો, તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment