સવારે ખાલી પેટ ખાય લ્યો ફક્ત 2 દાણા. ગેસ, અપચો, પેટ, વાળની સમસ્યાઓ સહિત શરીરની કમજોરીને કરી દેશે ગાયબ… વધારી દેશે શરીરમાં લોહીનો સંચાર…

આપણે સ્વસ્થ રહેવા માટે એક હેલ્ધી ડાયટ ફોલો કરીએ છીએ, ખાસ કરીને સવારે ખાલી પેટ અમુક હેલ્ધી ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે, એવામાં લોકો લસણ, આદું પાણી, લીંબુ પાણી, ગરમ પાણીની સાથે મધ અને આમળા, એલોવેરા સહિત ઘણી બધી વસ્તુઓનું સેવન કરતા જોવા મળે છે. પરંતુ આજે અમે તમને સવારે ખાલી પેટ ઈલાયચીનું સેવન કરવાના ફાયદા વિશે જણાવશું.

જી હા મિત્રો, ચા અને મીઠાઈનો સ્વાદ વધારતી લીલી ઈલાયચીનું ખાલી પેટ સેવન કરવું ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે કબજિયાત અને અપચાથી રાહત આપવા માટે તથા તેની સાથે સાથે ભૂખ પણ વધારે છે. ઈલાયચી પોષકતત્વોનો ખજાનો છે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે, અને તે શરદી, ઉધરસ, ઊલટી, જીવ ગભરાવો જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવે છે. વિસ્તારથી જાણીએ ખાલી પેટ ઈલાયચીનું સેવન કરવાના ફાયદા.

ઈલાયચીમાં શું શું હોય છે : લીલી ઈલાયચી ગળી વાનગીનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ આ સ્વાદ વાનગીની ન્યુટ્રીશન વેલ્યુ પણ વધારે છે. ઈલાયચીમાં રાઇબોફ્લેવિન નિયાસિન, આયર્ન, મેગેનિઝ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. તે સિવાય વિટામિન સી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને સોડિયમનો પણ ખુબ જ સારો સોર્સ છે. તમે ઈલાયચીને ભોજનનો સ્વાદ વધારવા માટે તો ઉપયોગમાં લો છો પરંતુ તેનું સેવન સવારે ખાલી પેટ કરવામાં આવે તો તેમાં ઉપસ્થિત તત્વોથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ ખાલી પેટ ઇલાયચીનું સેવન કરવાના ફાયદા…

1 ) અપચા માટે ઘરેલુ ઉપચાર : ખાલી પેટે ઈલાયચીનું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલા રોગો દૂર થઈ જાય છે, ઈલાયચીનું સેવન કરવાથી પેટ હંમેશા સ્વસ્થ રહે છે. સવારે તેનું સેવન કરવાથી અપચા જેવી સમસ્યા દૂર થાય છે, તેની સાથે જ ઈલાયચીમાં ફાઇબર હોય છે, જે કબજિયાતમાં રાહત અપાવે છે, તથા પાચનતંત્રમાં સુધારો લાવે છે.

2 ) ભૂખ વધારવાનો ઉપાય : સવારે ખાલી પેટ ઇલાયચીનું સેવન ભૂખ વધારવા માટેનો ખુબ જ સારો ઉપાય માનવામાં આવે છે. જો તમને ભૂખ લાગતી નથી તો સવારે ખાલી પેટે ઈલાયચીનું સેવન કરી શકો છો. તેની માટે તમે ઈલાયચીનું સેવન કરો અને ઉપરથી ગરમ પાણી પીવો તેનાથી ભૂખ લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે. અમુક દિવસ સુધી દરરોજ ખાલી પેટ તેનું સેવન કરવાથી શારીરિક કમજોરી પણ દૂર થાય છે, અને તમે ઉર્જાનો અનુભવ કરી શકશો, ઈલાયચી ભૂખ વધારવા માટે ખુબ જ સારો ઉપાય છે.

3 ) બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરે : ઈલાયચીમાં પોટેશિયમ, ફાઈબરની માત્રા હોય છે. જે બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય બનાવે છે. ખાલી પેટ ઈલાયચીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવી શકાય છે, તમે ઈચ્છો તો ઈલાયચીને ગરમ પાણીની સાથે પણ ખાઈ શકો છો. તે સિવાય ઈલાયચીને પાણીમાં ડુબાડીને તેનું પાણી પણ પિય શકાય છે. બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે તમે ડોક્ટરની સલાહ લઈને ઈલાયચીનું સેવન કરી શકો છો.

4 ) વાળ માટે ફાયદાકારક : ખાલી પેટ ઈલાયચીનું સેવન કરવાથી વાળ ખુબ જ સારા થાય છે. તેમાં ઉપસ્થિત તત્વો વાળને પોષણ આપે છે, અને તેનાથી વાળ મજબૂત કાળા અને ગાઢ બને છે. ઈલાયચીનું સેવન વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે તેથી તેને વાળ માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

5 ) મોં ના છાલાને દૂર કરવા માટે : પાચન યોગ્ય રીતે ન થવાના કારણે તેની અસર આપણા ઉપર પણ પડે છે. ત્યારે પાચન થતું નથી ત્યારે મોઢામાં છાલાની સમસ્યા થવા લાગે છે. ત્યારે ખાલી પેટ ઈલાયચીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તેને ખાવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે અને મોં ના છાલામાં આરામ મળે છે.

તે સિવાય તમે ઈલાયચીના બીજને પીસીને છાલ ઉપર લગાવી શકો છો તેની માટે ઈલાયચીનાં બીજ પીસો અને તેમાં થોડું મધ ઉમેરો, હવે મોંના છાલા ઉપર તેને લગાવવાથી અમુક દિવસ દરરોજ કરવાથી છાલા મટી જાય છે.

6 ) લોહીનું પરિભ્રમણ : ઈલાયચીમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે તેથી જ ખાલી પેટ ઇલાયચીનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. અને લોહીના પ્રવાહને પણ યોગ્ય રીતે રાખવા માટે દરરોજ સવારે બેથી ત્રણ ઈલાયચીને ખાલી પેટ ચાવી-ચાવીને તેનું સેવન કરો.

તે સિવાય ખાલી બે ઈલાયચીનું સેવન કરવાથી ગળાની ખરાશ પણ યોગ્ય થઈ જાય છે, તે શરદી-ખાંસીની સમસ્યાને પણ દૂર કરી શકે છે. ઈલાયચી ચાવી ગયા બાદ ઉપરથી ગરમ પાણી પિય શકો છો. પરંતુ જો તમે કોઈ સ્વાસ્થ્યની તકલીફનો સામનો કરી રહ્યા છો તો ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment