તમારા મગજને ટૂંકા સમયમાં એકદમ શાર્પ અને પાવરફૂલ બનાવવું છે, તો અજમાવો આ 5 આયુર્વેદિક ઉપચાર… જીવો ત્યાં સુધી મગજ રહેશે કોમ્પ્યુટર જેવું તેજ…

મિત્રો દરેક લોકો પોતાની મેમોરીને તેજ કરવા માંગતા હોય છે. આ માટે એ જરૂરી છે કે તમે પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લો. કારણ કે જો તમને પૂરતા પ્રમાણમાં પોષણ નહી મળે તો તમારું મગજ કામ નથી કરતુ. જો કે મગજને શાર્પ કરવા માટે તમે ઘણી વસ્તુઓનું સેવન કરી શકો છો. પણ તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવીને પણ મગજને તેજ કરી શકો છો. 

તમે પણ કઈંક મૂકીને ભૂલી જતાં હોય અને પછી મગજ ઉપર ઘણો ભાર આપવા છતાં તમને યાદ ન આવે કે, તમે એ વસ્તુ ક્યાં રાખી હતી. આ નબળી યાદશક્તિની નિશાની હોય છે. એવામાં તમારી યાદશક્તિને બુસ્ટ કરવા માટે તમે આયુર્વેદમાં જણાવેલા અમુક ઉપાયો કરી શકો છો. આ ઉપાયોને કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તમારી મેમોરી પણ બુસ્ટ થાય છે. ઘણા લોકો મેમોરીને બુસ્ટ કરવા માટે ઘણા પ્રકારની દવાઓના પાવડર વગેરેનું સેવન પણ શરૂ કરી દે છે. આ વસ્તુઓ શરીર માટે હાનિકારક થઈ શકે છે. એવામાં મગજને તેજ કરવા માટે આયુર્વેદિક ઉપાયોની મદદ લઇ શકાય છે. તેને અજમાવવાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

1) હર્બ્સ:- હર્બ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ સરળતાથી દૂર થવાણી સાથે સાથે શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. મેમોરીને તેજ કરવા માટે આયુર્વેદ મુજબ, ગોટુ કોળા, અશ્વગંધા અને બકોપા વગેરેનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓનું સેવન તમારા મગજને પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે. મગજને આરામ આપે છે. જેને કારણે માનસિક ચિંતા ઓછી થાય છે અને તમારું મગજ તેજ બને છે. 

2) ફૂડ્સ:- આપણા શરીર માટે હેલ્દી ફૂડસ ખુબ જ અગત્યના છે. આથી એવા ફૂડસનું સેવન કરો જેનાથી મગજ સ્વસ્થ, તંદુરસ્ત અને તેજ બને. શરીરને સ્વસ્થ રાખવા અને મેમોરીને બુસ્ટ કરવા માટે અમુક ફૂડ્સનું સેવન કરી શકાય છે. આયુર્વેદ મુજબ, જીરા અને મરીને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરવાથી તેમાં જોવા મળતા તત્વો મેમોરીને શાર્પ રાખવામા મદદ કરે છે.3) ઊંઘ:- શરીરની સાથે મગજને હેલ્દી રાખવા માટે જરૂરી છે કે તમારા પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી જોઈએ. જેનાથી તમને માનસિક શાંતિ અનુભવાય છે. પુરતી નીંદર એ મોટામાં મોટા રોગને દુર કરી શકે છે. ભરપૂર નીંદર શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરથી લેવી જોઈએ. એવું કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને મેમોરી પણ શાર્પ થાય છે. ઓછી ઊંઘના કારણે ચીડિયાપણું, ડાર્ક સર્કલ અને ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે. 

4) પાણી:- શરીર તમજ મગજ માટે પાણી એક સ્વસ્થ પીણું છે. તેનાથી મગજને શાર્પ કરી શકાય છે. પાણી શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આખો દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ. ઓછું પાણી પીવાને કારણે નબળાઈ હોવાની સાથે સાથે થાક અને ચીડિયાપણું જળવાઈ રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હર્બલ ચાની મદદ લઈ શકાય છે.5) એંટીઓક્સિડેંટ્સ:- એંટીઓક્સિડેંટ્સની મદદથી પણ મેમોરીને શાર્પ રાખી શકાય છે. ડાયેટમાં એન્ટિઓક્સિડેંટથી ભરપૂર ફળ, શાકભાજી અને ડ્રાઈ ફ્રૂટ્સને જરૂરથી સમાવિષ્ટ કરવા જોઈએ. ડાયેટમાં ટામેટાં, પાલક અને ફુલાવર વગેરેને સમાવિષ્ટ કરી શકાય છે. 

મગજને તેજ કરવા માટે આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકાય છે. પરંતુ ધ્યાન રહે જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો ડોક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઈએ. આમ મગજને તેજ કરવા માટે તમારે થોડા આયુર્વેદિક ઉપાયો અપનાવવા ખુબ જ હિતકારી છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment