મિત્રો સૌ કોઈ આજકાલ પૈસા કમાવવા માટે જ્યાં ત્યાં ફાફા મારતા હોય છે. દિનરાત મહેનત કરીને પોતાની કમાણી માંથી જે બચત થાય છે તેને કોઈ એક જગ્યાએ સેવ કરે છે. જેથી કરીને તેનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. પણ આજે અમે તમને એક આવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમારે 100 રૂપિયાના ત્રણ ભાગ કરવાના છે. જેનાથી તમે કરોડપતિ થઇ જશો. તો શું તમે પણ આ વિશે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ.
મોંઘવારી સતત વધી રહી છે. આ બધા વચ્ચે લોકોની સામે સૌથી મોટી પરેશાની એ છે કે ખર્ચ વધતા તેની સામે બચત કરી રીતે કરી શકાય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભવિષ્યમાં પૈસાની તંગી ન થાય. આજે અમે તમને એક એવો ફોર્મુલા જણાવીશું જે તમને કરોડપતિ બનવામાં મદદ કરશે. જો કે તમારે એ માટે જાગૃત થવાની જરૂર છે. અને તમારે 50:30:20 નો નિયમ અપનાવવો પડશે. જે તમારી કમાણી ત્રણ ભાગોમાં વહેંચવા સાથે સંબંધિત છે. 1) કમાણીને ત્રણ ભાગોમાં વહેંચો:- મોઘવારીના આ સમયે 50:30:20 ફોર્મુલા ને અપનાવીને ઘર ગૃહસ્થી ચલાવતા બચત કરી શકાય છે. તમારે એ કરવું પડશે કે જો તમારી પાસે 100 રૂપિયા છે તો દર મહીને તમારે તેમાંથી 50 રૂપિયા, 30 રૂપિયા અને 20 રૂપિયા નાં હિસાબે ભાગ અલગ કરવા પડશે. હવે તેને એક 40, 000 રૂપિયા મહીને કમાનાર વ્યક્તિ અપનાવી શકે છે. એવામાં 20000+12000+8000 રૂપિયા ના ત્રણ ભાગ કરવા પડશે. માત્ર કમાણી ના ત્રણ ભાગ કરવા કરોડપતિ બનવા માટેની સીડી નથી,પોતાના ખર્ચને આ ત્રણ ભાગમાં વહેંચ્યા પછી તમારે એક ભાગ ઇન્વેસ્ટ કરવો પડશે. જાણી કરી રીતે?
2) સૌથી મોટા ભાગનો રોલ:- વાત આવે છે જે ખર્ચ સૌથી જરૂરી છે તેને કરી રીતે મેનેજ કરે. તો તમને જણાવી દઈએ કે કમાણીના ત્રણ ભાગોમાંથી સૌથી મોટો ભાગ એટલે કે 20000 રૂપિયા થી ખાવું, પીવું, રહેવું, અને શિક્ષાની જરૂરત ને પૂરી કરો. જો તમે ભાડે રહો છો તો પછી મહિનાનું ભાડું, અને હોમ લોન છે તો EMI. તમે આ ભાગને બીજા સેવિંગ એકાઉન્ટ માં ટ્રાન્સફર કરીને આ જરૂરી ખર્ચ તે એકાઉન્ટથી કરો.તમારે પોતાના ખર્ચની લીસ્ટ અપડેટ કરતી રહેવી જોઈએ. અને દરેક વસ્તુ પર થતા ખર્ચને નિર્ધારિત કરતા રહો. 3) બીજો ભાગ અહી ખર્ચ કરો:- હવે 30% વાળો ભાગ એટલે કે 12000 રૂપિયા છે. તેનાથી જે જરૂરતને પૂરી કરવી છે તેમાં બહાર ફરવું, મુવી જોવી, બહાર જમવું, કપડા, કાર, બાઈક અને ઇલાજના ખર્ચ સામેલ કરી શકો છો. પોતાની જીવનશૈલી થી જોડાયેલ ખર્ચ પણ તમે આમાંથી કરી શકો છો. પણ આ ભાગમાં જે ખર્ચ સામેલ છે તેને ખુબજ કાળજીથી વાપરવો. તેમજ આ ખર્ચ પૂરો કરવા માટે તમારે વધુ પૈસાની જરૂર ન પડે. અને જે ખર્ચ કાઢેલોછે તેનાથી તે પૂરો કરી શકાય.
4) છેલ્લો ભાગ ઇન્વેસ્ટમેન્ટ માટે રાખો:- છેલ્લો ભાગનો રોલ જ તમને કરોડપતિ બનાવવામાં મદદ કરી શકે છે. 20% નો જે ભાગ છે, તેના હિસાબે તમે 40000 રૂપિયામાંથી 8000 રૂપિયા બચાવશો. આ રકમને દર મહીને બચાવતા નિવેશ કરો.હવે વાત આવે છે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું? તો વર્તમાન સમયમાં મ્યુચુઅલ ફંડ માં દર મહીને SIP અને બોન્ડ માં આ વધેલી રકમ રોકો. આ ફોર્મુલા અનુસાર 40 હજાર રૂપિયા કમાતા વાર્ષિક ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા બચાવી શકો છો. હવે તમે આ બચતને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરો. જે દર વર્ષે વધશે. તેનાથી મળતા વ્યાજ પર ચક્રવૃતિ વ્યાજ રૂપે ફંડ મળે છે.આ બચતને પ્રતિ દિવસ અનુસાર ભાગ પાડો. દરેક દિવસે 266 રૂપિયા બને છે. આ રકમને તમે માત્ર 20 વર્ષ સુંધી SIP માં ઇન્વેસ્ટ કરો છો. અને માની લો કે તમારે 18% રીટર્ન મળે છે તો આ અવધિમાં તમારી કુલ જમા રાશી 19,20,000 રૂપિયા થશે, તેના પર તમને કુલ રીટર્ન 1,68,27,897 રૂપિયા મળશે. આમ કુલ વેલ્યુની વાત કરીએ તો 1,87,47,897 રૂપિયા થશે.
5) નિવૃત્તિ પછી પૈસાની ચિંતા નહિ:- જો તમે આ વર્ષોમાં પોતાની ઇન્કમ વધતા ની સાથે ઇન્વેસ્ટમેન્ટ વધારો છો તો તે વધુ કે ઓછી પણ થઇ શકે છે. આ ફોર્મુલાને અપનાવીને તમે નિવૃત્તિ ફંડ ના રૂપમાં એકઠી કરી શકો છો. પણ આ સપનું ત્યારે પૂરું થઇ શકે જયારે તમે ઈમાનદારી અને મજબુત ઇચ્છાશક્તિ ની સાથે 50:30:20 ફોર્મુલા પ અમલ કરશો. બચત વાળો ભાગ કોઈપણ રુકાવટ વગર અલગ કરતા રહો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી