ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો, કરો ફક્ત 1 ચમચી આનું સેવન બ્લડ શુગર થઈ જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલ… જાણો બનાવવાની રીત..

આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસની ફરિયાદ કરતા રહે છે. ડાયાબિટીસ એ સૌથી સામાન્ય અને સૌથી ઝડપથી ફેલતી બીમારી છે. એવું કહેવાય છે કે, દુનિયાની લગભગ 11 થી 12 ટકા આબાદી ડાયાબિટીસની સામે લડી રહી છે. આમ તો ડાયાબિટીસ રોગને જળમૂળથી મટાડી નથી શકાતી, પરંતુ તેને ચોક્કસપણે નિયંત્રિત તો કરી જ શકાય છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવાના ઉપાય અને ઈલાજ શું છે ? : આમ તો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે મેડિકલમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તમે આને આયુર્વેદિક રીતે પણ મેનેજ કરી શકો છો. આયુર્વેદ એક પ્રાચીન સારવાર છે જેમાં ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અનેક સસ્તા અને અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેની સૌથી મોટી અને સારી વાત એ છે કે, તેની કોઈ આડઅસર નથી થતી.

ડાયાબિટીસના ઈલાજમાં આયુર્વેદ કેટલું મદદરૂપ છે ? : આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદ એક વૈકલ્પિક ઔષધીય પદ્ધતિ છે, જે ડાયાબિટીસના લક્ષણોના ઈલાજ કરવાની જગ્યાએ સંપૂર્ણ સ્વાસ્થ્ય પર કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય ચિંતાને જડમુળથી નષ્ટ કરી દેવાનો છે. આયુર્વેદમાં ડાયાબિટીસને મધુમેહ કહેવાય છે. ડાયાબિટીસ મેલીટસને વાત્ત પ્રમેહ કહેવામાં આવે છે. તે વાત દોષમાં અસંતુલનને કારણે ઉદભવે છે. ડાયાબિટીસ ઇન્સિપિડસને કફ પ્રમેહ કહેવામાં આવે છે. કફ દોષના અસંતુલનને કારણે આવું થાય છે.

1) આમળાનું ચૂર્ણ : આમળા એક શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટી છે. આ વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે. આમળા ક્રોમિયમથી પણ ભરપૂર હોય છે. આ ખનીજ ચયાપચનને સારું બનાવે છે. ક્રોમિયમ બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટે તમારા શરીરમાં ઇન્સ્યુલિન ક્ષમતામાં સુધારો કરે છે. આમળામાં હાજર અન્ય ખનીજ કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન છે. આ શરીરને ઇન્સ્યુલિનના અવશોષણ કરવા અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે આમળાને ચૂકવીને તેનું ચૂર્ણ બનાવી શકો છો અને દરરોજ સવારમાં ગરમ પાણી સાથે લઈ શકો છો.

2) તજનું ચૂર્ણ : તજ એક કુદરતી બાયોએક્ટિવ મસાલો છે અને બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. આનું સેવન કરવું સરળ છે, બસ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પીસેલી તજ નાખો સરસ રીતે મેળવી લો ધીમે ધીમે અને ઘૂંટડે ઘૂંટડે પીવો. તમે આને દિવસમાં એક વાર દોહરાવી શકો છો.

3) મેથીના બીજનું ચૂર્ણ : મેથીના બીજ મોટાભાગે ભારતીય રસોઈ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. રાત્રિમાં બે ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળીને સવારમાં બીજની સાથે જ પીવાથી બ્લડ શુગરને ઘટાડી શકાય છે. તમે આને પીસીને ચૂર્ણ બનાવી શકો છો અને સવારમાં ખાલી પેટે ગરમ પાણી સાથે લેવાથી વધુ ફાયદો થશે.

4) સરગવાનું ચૂર્ણ : સરગવાનો ઉપયોગ શાક રૂપે કરી શકાય છે. તેના પાન, ફળ, ફૂલ, ડાળી બધામાં ઔષધીય ગુણ હોય છે. દક્ષિણ ભારતમાં અનેક વાનગી બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ જડીબુટ્ટી છે. તમે આના પાનને પીસીને ચૂર્ણ બનાવી લો અને ડોક્ટરની સલાહ પર દરરોજ સવારમાં ગરમ પાણી સાથે લો.

5) ત્રિફળા : ત્રિફળા એક ચૂર્ણ સૂત્ર છે. જેમાં હરિતકી, આમળા અને બિભીતકી શામેલ છે. કબજિયાતથી રાહત અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે આ ચૂર્ણ ખુબ જ અસરકારક છે. આ ઉપરાંત બ્લડ શુગરને  નિયંત્રિત કરવા માટે એક આયુર્વેદિક દવાના રૂપમાં કામ કરે છે. કારણ કે આ એન્ટિઓક્સિડન્ટનો શ્રેષ્ઠ સ્ત્રોત છે તેથી આ શરીરના ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment