મિત્રો લગભગ બધા જ લોકોને યુવાન બનીને રહેવું ખુબ જ પસંદ હોય છે. પરંતુ તે કોઈ પણ સંજોગમાં શક્ય નથી. કોઈ પણ માણસ હોય તે એક સમયે વૃદ્ધાવસ્થામાં આવી જાય છે. તો આજે અમે તમને એક ખુબ જ રોચક વાત જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમેં તમને જણાવશું કે ચાલવાની ગતિ પરથી પણ જાણી શકાય છે કે આપણે કેટલા જલ્દી વૃદ્ધ થશું. તો મિત્રો આ વાત જાણીને થોડી નવીનતા લાગે પરંતુ આ સત્ય છે. માટે તમે પણ જાણો તમારી ચાલ પરથી કે તમે કેટલા જલ્દી વૃદ્ધ થશો.
દરેક વ્યક્તિની ચાલવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ઘણા લોકો ફટાફટ ચાલતા હોય છે, તો અમુક લોકો ધીમી ગતિમાં ચાલતા હોય છે, તો અમુક મધ્યમ ચાલ ચાલતા હોય છે. તો અમુક લોકોને ખુબ જ ઝડપથી ચાલવાની ટેવ પણ હોય છે. તો વ્યક્તિ પ્રમાણે ચાલમાં પણ વિભિન્નતા હોય છે. તો એક રીચર્સ દ્વારા એવું સામે આવ્યું હતું કે, માણસની ચાલવાની સ્પીડ પરથી એ જાણી શકાય છે કે તે વ્યક્તિ ક્યારે વૃદ્ધ થશે. આ રીચર્સ “જામા નેટવર્ક ઓપનર” માં પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર, માણસની ઉંમર 45 વર્ષ આસપાસ પહોંચે અને તેની ચાલ કુદરતી રીતે ધીમી હોય તો તેનું માઈન્ડ અંને બોડી ખુબ જ જલ્દી વૃદ્ધાવસ્થામાં આવી જાય તેના લક્ષણો જોવા મળે છે. આ રીચર્સ પ્રમાણે તેના લક્ષણને 19 સ્કેલ પ્રમાણે માપવામાં આવ્યા હતા. જેમાં એવું જાણવા મળ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસનું શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય કેવું હશે.
આ શોધમાં એવું સામે આવ્યું કે, આવા લોકોને ભૂલવાની બીમારી હોય છે એટલે કે અલ્ઝાઈમર. કોઈ પણ વાતને તેવો તરત જ ભૂલી જતા હોય છે. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું કે જે લોકો પ્રાકૃતિક રીતે ઝડપથી ચાલતા હતા તેના પ્રમાણમાં, ધીમું ચાલનારા લોકોમાં ફેફસા, દાંત અને રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ જ ઓછી હતી. ટૂંકમાં દીમું ચાલવું એ આપણા સ્વાસ્થ્ય ખુબ જ અસર કરે છે.
મિત્રો જે લોકો ધીમે ચાલે છે તેમના ચહેરા પર ખુબ જ વહેલા કરચલી દેખાવા લાગે છે. આ તારણ કાઢવા માટે આઠ લોકો દ્વારા અલગ અલગ ઉંમર ધરાવતા લોકોના ફોટા પર નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેની નોંધ લેવામાં આવી. ત્યાર બાદ આ સત્યતા સામે આવી. અમેરિકાની “ડ્યુક યુનિવર્સિટી” ના એક નિષ્ણાંત શોધકો દ્વારા જે જણાવવામાં આવ્યું એ અનુસાર, જે રીઝલ્ટ આવ્યું તે ખુબ જ આશ્વર્યજનક હતું. બાળકની ઉંમર ત્રણ વર્ષ થાય ત્યાર બાદ તેના માઈન્ડના વિકાસનાં આધારે સંશોધકો જાણી શકે છે કે એ બાળક જ્યારે માધ્યમ વય પર પહોંચશે ત્યારે કેટલી સ્પીડમાં ચાલી શકશે. તે જાણવા માટે આઈક્યુ સ્કોર, ભાષાને કેટલી સમજી શકે છે તેની ક્ષમતા, ઈમોશનલ કંટ્રોલ આ બધું જાણીને તેના પરથી નક્કી કરી શકે છે કે, બાળક મધ્યમ ઉંમરમાં કેટલું ઝડપી ચાલ ચાલશે.
વૈજ્ઞાનિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે, કોઈ પણ વ્યક્તિ હોય તેની ચાલ તેના શરીરના અંગો પર નિર્ભર હોય છે અને સ્વાસ્થ્ય પર હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે કોઈ વસ્તુને કેટલી ઝડપી સમજે છે અને તેની સામે પ્રતિક્રિયા આપે છે, તેના પરથી પણ ચાલવાની ગતિ જાણી શકાય છે. જે લોકો ધીમી ગાતી સાથ ચાલે છે તેમના ઓર્ગન્સના ફંક્શન બગડી જાય છે. અને તેના સમય કરતા વહેલા વૃદ્ધ થઈ જાય છે. જેના કારણે ઘણી વાર ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડે.
માટે જો તમે ધીમે ચાલી રહ્યા છો તો થોડું ઝડપી ચાલવાનું શરૂ કરી દો. કેમ કે સમય જતા જો આપણે વધારે ચાલવા લાગીએ તો આપણી અડધી સમસ્યાનું નિવારણ પણ આવી જાય. માટે રોજબરોજની ચાલવાની પદ્ધતિ આજથી જ થોડી ઝડપી કરી નાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google