હાલ મિત્રો દિવાળી ખુબ જ નજીક આવી ગઈ છે. લોકો પોતાના ઘર અને બધી જ વસ્તુની સાફસફાઈ કરતા હોય છે. પરંતુ આજે અમે આ લેખમાં તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જેને દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. જો તેને આ તહેવાર પર રાખવામાં આવે તો આપણા ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા આવતી નથી અને કાયમ નકારાત્મકતા આપણા ઘરમાં ફેલાયેલી રહે છે. પરંતુ જો તમે તમારા ઘરમાંથી અમે આં લેખ દ્વારા જણાવશું તે વસ્તુને ઘરની બહાર કાઢી નાખશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવશે અને લક્ષ્મીજીનું પણ આગમન થશે. તો લક્ષ્મી પૂજન પહેલા ઘરમાંથી અઆટલી વસ્તુને ખાસ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ.
સૌથી પહેલા તૂટેલો કાચ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં તૂટેલો કાચ રાખવામાં આવે તો ખુબ જ મોટો વસ્તુ દોષ માનવામાં આવે છે. તેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. જે આપણા પરિવારના સભ્યોના માનસિક તણાવને વધારે છે.
જો કોઈ ઘરમાં પલંગ અથવા બેડ તૂટેલો હોય તો તેને પણ ઘરની બહાર કરી દેવો જોઈએ અથવા રીપેર કરવો જોઈએ. કેમ કે તૂટેલા પલંગ કે બેડથી લગ્નજીવનમાં સમસ્યાઓ આવે છે. માટે લગ્નજીવન સુખી કરવા માટે આં વસ્તુને ઘરની બહાર કરી દેવી જોઈએ. જો ઘરમાં અથવા હાથમાં પહેરવાની ઘડિયાળ બંધ હોય તો તેને પણ દિવાળી પહેલા ફેંકી દેવી જોઈએ. કેમ કે ઘડિયાળની સ્થિતિ પર ઘરની ઉન્નતીનો આધાર હોય છે. માટે જો ઘરમાં ઘડિયાળ બંધ હાલતમાં હોય તો સભ્યોના કાર્ય અટકે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલા માટે બંધ ઘડિયાળને ઘરમાં ન રાખવી જોઈએ.
ઘરમાં કોઈ દેવી અથવા દેવતાની ખંડિત મૂર્તિ અથવા ફોટો હોય તો તેને પણ પાણીમાં વહાવી દેવું જોઈએ. અને ખાસ ધ્યાન એ પણ રાખવાનું કે મૂર્તિ અથવા દેવી દેવતાના ફોટાને કોઈ જગ્યા પર ફેંકવા ન જોઈએ, હંમેશા પાણીમાં જ વહાવી દેવા જોઈએ.
ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ બંધ પાડી હોય તો તેને પણ ઘરની બહાર કરી દેવી જોઈએ. જો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હોય તો તેને તરત જ રીપેર કરાવી લેવો જોઈ. કેમ કે તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે. અથવા ઘરનું અન્ય ફર્નીચર પણ તૂટેલું હોય તો તેને રીપેર કરાવી લેવું જોઈએ. વધારાનો સમાન, જેમ કે, તૂટેલ ડબ્બા, બગડી ગયેલા રમકડા, વધારાનો સજાવટ સમાન, ફાટેલા કપડાં, વધારાના ચપ્પલ વગેરેને ઘરમાંથી રજા આપી દેવી જોઈએ. તેની સાથે ગયા વર્ષના જે દીવા હોય તેનો ઉપયોગ પણ આ દિવાળીના દિવસે ના કરવો જોઈએ.
કાંટા વાળો કોઈ છોડ અથવા તો તેનો કોઈ ફોટો પણ આપણા ઘરમાં ન રાખવા જોઈએ. સાથે સાથે ડૂબતું જહાજ, ઘાતક પ્રાણી અને તાજમહેલ જેવા ફોટા પણ ઘરમાંથી કાઢી નાખવા જોઈએ.
આખા ઘરની અંદર કોઈ પણ વધારાનો સમાન રાખવો જોઈએ નહિ. જે આપણી બરબાદીનું કારણ બને છે. માટે જો ઘરમાં લક્ષ્મીજીનું આગમન ઈચ્છતા હોવ તો સાફસફાઈ રાખવા માટે આ વસ્તુને ઘરમાંથી દુર કરી નાખવી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google