આપણે જાણીએ છીએ કે શિક્ષકોને માતા બાદ બીજો દરરજો આપવામાં આવે છે, પરંતુ હાલ થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં એક એવી શિક્ષિકા સામે આવી હતી જે એક નામથી અલગ અગલ 25 સ્કુલમાં નોકરી કરી રહી હતી. તે બધી સ્કુલોમાં અલગ વ્યક્તિ નોકરી માટે જતું હતું. તો આ બનાવને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેતરપિંડી કરનાર ફર્જી શિક્ષકને ખુબ જ આંકરી રકમ ભરવી પડશે દંડ રૂપે. યોગી દ્વારા જે રકમ નક્કી કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી આ લેખમાં.
ઉત્તરપ્રદેશ સરકારે બનાવટી શિક્ષકોની વધતી જતી સંખ્યાને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. યોગી સરકારે નિર્ણય લીધો છે કે હવે સરકાર બનાવટી શિક્ષકો પાસેથી 900 કરોડ રૂપિયા વસુલ કરશે. ઉત્તર પ્રદેશના એસટીએફ અને શિક્ષણ વિભાગની તપાસમાં, બનાવટી દસ્તાવેજો પર નોકરી કરનારા 1509 જેટલા શિક્ષકોનો ખુલાસો થયો છે. સરકારે નિર્ણય કર્યો છે કે દરેક બનાવટી શિક્ષક પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે.
આ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ શિક્ષકોના દસ્તાવેજો(ડોક્યુમેન્ટ)ની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો કે,`દરેક શિક્ષકના પેપરો તપાસવા જોઈએ. આ તપાસ માટે ટીમ બનાવવામાં આવશે.’ મુખ્યમંત્રીના આદેશથી માધ્યમિક, ઉચ્ચ અને મૂળભૂત શિક્ષણ વિભાગ તેમજ સમાજ કલ્યાણ વિભાગની શાળાઓ અને કસ્તુરબા ગાંધી આદિવાસી કન્યા શાળાઓમાં કાર્યરત તમામ શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
જો તપાસમાં ગરબડ જણાશે તો તે સંબંધિત શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, અનામિકા શુક્લાનો મામલો હાલ ઉત્તરપ્રદેશમાં ચર્ચામાં હતો. અનામિકા શુક્લાના નામે રાજ્યની 25 શાળાઓમાં નોકરી મેળવવાની ઘટના સામે આવી હતી. એ જ નામ દ્વારા, ડોક્યુમેન્ટની મદદથી, છેતરપિંડી કરનારાઓ કે જેઓ 13 મહિનાથી 25 સ્કૂલોમાં કામ કરતા હતા, તેમણે સરકારને લગભગ એક કરોડ રૂપિયા ચૂકવવા માટેનું સુચન કરવામાં આવ્યું છે.
આ કિસ્સામાં એક નવો વળાંક આવ્યો હતો, જ્યારે અસલી અનામિકા શુક્લ મૂળભૂત શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી હતી અને તેની નોકરી વિશે આજ સુધી માહિતી કોઈ માહિતી ન મળવાની જાણકારી આપી હતી. તે આજે પણ બેરોજગાર હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસ સિવાય એસટીએફએ ઘણા જિલ્લાઓના પાયાના શિક્ષણ અધિકારીઓને પત્ર પણ લખ્યો હતો અને માર્ક વધારવા માટે ઘણા શિક્ષકોના પ્રમાણપત્રોમાં હેરાફેરી કરવા એફઆઈઆર નોંધાવવાનું જણાવ્યું હતું. તેમાંથી ઘણા 20 વર્ષથી નોકરી કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.