કુતરાને વાઘથી બચાવવા માટે, એક માણસે અજમાવ્યો એનોખો ફોર્મુલા. – હવે વાઘ રહેશે કુતરાથી દુર.

માણસોનો પ્રાણીઓ સાથેનો સંબંધ ખુબ જ જુનો છે. આદિકાળથી કે પછી એમ કહીએ કે પૌરાણિકકાળથી માણસ પ્રકૃતિની સાથે સાથે પ્રાણીઓનો પણ સાથી રહ્યો છે. પ્રાણીઓ પ્રત્યેના આ અનોખા લગાવને કારણે જ આજે ઘણા એવા પ્રાણીઓ પણ છે જે માણસની સાથે રહે છે. જેમાં ખાસ કરીને પાલતું પ્રાણીઓ હોય છે, જેમ કે કુતરો કે બિલાડી.

મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, એક વ્યક્તિએ કુતરાને વાઘથી બચાવવા માટે કેવો ફોર્મુલા અપનાવ્યો છે. માણસનો સૌથી ખાસ દોસ્ત અને તેને વફાદાર જો કોઈ પ્રાણી હોય તો એ છે કુતરો. આ સિવાય જો કુતરાઓ જો માણસ પર કોઈ મુસીબત આવવાની હોય તો તેનાથી સાવધાન થવાની ચેતવણી તે પહેલેથી આપી દે છે. પરંતુ જંગલમાં તેને સૌથી વધુ ખતરો રહે છે. તેમાં પણ વાઘ, ચિત્તો વગેરે. આવા સમયે એક માણસે એવો ફોર્મ્મુલા અપનાવ્યો કે જો વાઘ કે ચિત્તો તેના પર હુમલો કરે તો તે પોતે જ મરી જાય છે. આ અનોખો ફોર્મુલા વિશે તમે પણ જાણી લો.

વાસ્તવમાં બકરી ચરાવનાર એક માણસે એક ફોર્મ્યુલા શોધ્યો છે. તે વ્યક્તિ હિમાચલમાં રહે છે. તમે નીચે આપેલ ફોટો જોઈ શકો છો કે આ માણસે એક કુતરાને વાઘથી બચાવવા માટે તેના ગળાની ફરતે લોખંડની ખુબ જ અણીદાર પટ્ટી પહેરાવી દીધી છે. તે બકરી ચરાવતો માણસ જાણે છે કે જો કુતરા પર હુમલો થશે તો વાઘ કે ચિત્તો પ્રથમ તો તેના ગળા પર જ હુમલો કરશે. તેથી જેવો તે કુતરાને પકડે કે તરત જ તે અણીદાર ખીલ્લા વાઘને વાગી જાય છે અને કુતરો બચી જાય.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, આ માણસે કુતરાના ગાળામાં અણીદાર ખીલ્લા વાળી લોખંડની પટ્ટી બાંધી દીધી. આ સિવાય એક અન્ય જાણકારી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, પર્વતીય વિસ્તારમાં કુતરાઓને વધુ ખતરો રહે છે તેથી તેના બચાવવા માટે આ ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો છે. આમ આ રીતે કુતરાના ગળામાં આ રીતે પટ્ટો બાંધેલો ફોટો જોઈ ઘણા લોકોએ ઘણા પ્રકારની કોમેન્ટ કરી હતી.

તમને આ ફોર્મુલા કેવો લાગ્યો. આમ જો કુતરા આપણી રક્ષા કરી શકતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે પણ તેના બચાવ માટે કંઈકને કંઈક અવશ્ય કરવું જોઈએ. આવી સારી ભાવના રાખનાર આ બકરી ચરાવનાર માણસે રાખી અને કુતરાના બચાવ માટે તેના ગળામાં લોખંડનો અણીદાર એવો એક પટ્ટો પહેરાવી દીધો.

Leave a Comment