મુસાફરીમાં ક્યારેય નહિ થાય ઉલ્ટી… આ છે તેના ઘરેલું ઉપાયો… કાયમને માટે દુર થઇ જશે તમારી સમસ્યા
આજકાલ લોકોમાં ઘણી પ્રકારની એલર્જી જોવા મળતી હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ શરીરની સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે. તો આજે એક સામાન્ય અને ખુબ જ મહત્વની એક સમસ્યા વિશે અમે તમને જણાવશું. જે મોટાભાગના લોકોને લગભગ થતી હોય છે. આ સમસ્યાના કારણે ઘણા લોકો ઘરથી બહાર પણ નીકળતા પહેલા ડરતા હોય છે. તો આજ એ સમસ્યા અને તેનું નિવારણ બંને વિશે આજે અમે તમને જણાવશું.મિત્રો ઘણા લોકોને એવી એલર્જી હોય છે કે તેઓ કોઈ પણ મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યાનો સામનો કરતા હોય છે. ઘણા લોકોને મુસાફરીનું નામ સાંભળીને જ ચિંતા વધી જતી હોય છે. કારણ કે અમુક લોકોને કોઈ પણ નાની અથવા મોટી મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેઓ બસ, ટ્રેન કે કારમાં બેસીને મુસાફરી કરે, તો તેમને ઉબકા આવવા, ઉલ્ટી થવી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.
આ સમસ્યા મુસાફરનો મુડ ખરાબ કરી નાખે છે અને આખી મુસાફરીની મજાને બગાડી નાખે છે. પરંતુ મુસાફરી દરમિયાન થતી આ સમસ્યા માટે એક સચોટ અને રોચક ઉપાય આજે અમે તમને જણાવશું. તમને અમુક એવા સરળ અને શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર જણાવશું, જેને અપનાવવાથી તમને ક્યારેય પણ મુસાફરીમાં ઉલ્ટી કે ઉબકાની સમસ્યા નહી રહે. જે એકદમ સરળ છે. તો ચાલો જાણીએ અચૂક ઉપાય. મિત્રો સફરમાં થતી ઉલ્ટીની સમસ્યાથી બચવા માટે લીંબુ અને મીઠાનો ઉપયોગ પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. તેના માટે થોડા લીંબુને મીઠા વાળા કરીને સુકવી લેવું, ઓછામાં ઓછા પંદર દિવસ માટે સુકવી લેવા, ત્યાર બાદ તેને કોઈ ડબ્બામાં ભરી લેવાના. જ્યારે પણ સફરમાં જવાનું થાય ત્યારે તે સાથે રાખવા અને જ્યારે પણ સફરમાં ઉલ્ટી જેવું થાય તો એ લીંબુને મોંમાં નાખીને ચગળવા. તેનાથી ઉલ્ટીની સમસ્યા દુર થશે અને તબિયત પણ બગડશે નહિ. આ ઉપાયથી શરીરમાં બીજા પણ ઘણા ફાયદા થાય છે. તમારા શરીરની ગરમીને પણ આ ઉપાય કંટ્રોલમાં રાખે છે.
ઘણી વખત ડીઝલ વાળી ગાડીમાં અથવા ગેસ વાળી ગાડીમાં બેસવાથી, તેમાં ઘણા લોકોને ડીઝલ અથવા ગેસની સ્મેલ આવતી હોય છે. જેના કારણે મુસાફરને તેની સ્મેલથી એલર્જી હોય તો ઉલ્ટીની સમસ્યા થતી હોય છે. કારણ કે ડીઝલ અને ગેસની તેની સ્મેલ ખુબ જ ખરાબ આવતી હોય છે. તો તેવી ડીઝલ વાળી ગાડીમાં જ્યારે ઉલ્ટી જેવું થાય, ત્યારે ગાયના છાણનો ટુકડો સાથે રાખવો અને જ્યારે ઉબકા આવે ત્યારે તેને સુંઘી લેવો. પરંતુ આ વિધીનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ઘણા લોકોને એલર્જી વગેરે હોય તો તેના માટે આ કામ ન પણ કરે.જો તમને ગાયના સુકેલા છાણાની સુગંધ પસંદ ન હોય તો તમે રજનીગાંધાનું ખાલી પેકેટ પણ સાથે રાખી શકો છો અને જ્યારે ઉબકા જેવું થાય તો તેને સુંઘીને ઉલ્ટીની સમસ્યાને ભગાવી શકો છો.
ત્રીજો ઉપાય ખુબ જ સરળ છે અને સારો પણ છે. મિત્રો બધા જ લોકોને ચોકલેટ ખુબ જ પસંદ હોય છે. તો મુસાફરી દરમિયાન ખાટીમીઠી ચોકલેટ સાથે લઈને રાખવી જોઈએ. જો ચોકલેટનો ઉપયોગ મુસાફરી દરમિયાન મોં માં રાખીને કરો તો તમને ક્યારેય પણ ઉલ્ટીની સમસ્યા ન થાય.