આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો

આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો

મિત્રો આપણા સમાજમાં પહેલા દીકરી અને દીકરાને જોવામાં ખુબ જ અસમાનતા હતી. પરંતુ આજે સમાજ ધીમે ધીમે શિક્ષિત થતો જાય છે અને સરકાર દ્વારા પણ જુંબેશ ચલાવવામાં આવે છે. જેના પગલે દીકરીનું મહત્વ આજે સમાજમાં ખુબ જ વધ્યું છે. પરંતુ હજુ અમુક અમુક લોકો આજે ઓન દીકરીના જન્મથી ના ખુશ રહેતા હોય છે. અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે અને સામે પણ આવતી હોય છે કે કોઈ દંપતીએ દીકરાની ચાહમાં દીકરીની ભ્રુણ હત્યા કરી નાખી હોય. ઘણા બધા કેસો હજુ પણ મિત્રો સામે આવે છે કે દંપતીને ખબર પડે કે ગર્ભમાં દીકરી ઉછરે છે તી ખુબ જ સ્માર્ટલી પેટમાં જ તેની હત્યા કરી નાખવામાં આવે છે. જેની ભણક પણ તેના સંબંધીઓને નથી થતી. તો મિત્રો અમુક ડોક્ટરો પણ એટલા ક્રૂર હોય છે કે ચંદ પૈસા માટે એક જીવને, દીકરીઓની ભ્રુણમાં જ હત્યા કરી નાખે છે. ડોક્ટરો એ આ દુનિયામાં દીકરીને લાવવાની હોય છે એ જ વ્યક્તિ તેના હત્યારા બની જાય છે.

પરંતુ મિત્રો આવા નરાધમોની વચ્ચે આજે પણ દુનિયામાં ઘણા બધા એવા દયાળુ અને માનવીય ડોક્ટરો છે જે ક્યારેય પણ ખોટું કામ નથી કરતા હોતા. પરંતુ મિત્રો આવા લોકોની વચ્ચે ઘણા લોકો એવા પણ છે જે દીકરીઓ માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. સમાજના આવા સમજદાર અને સજ્જન લોકો દીકરીનો જન્મ થવો તે ભગવાન તરફથી મળેલી એક ભેટ ગણે છે.

તો આજે અમે તમને એક એવી જ મહિલા ડોક્ટર વિશે જણાવશું. આ મહિલા આજે દીકરી માટે ભગવાન બનીને કામ કરે છે. તે મહિલાનું નામ છે ડોક્ટર શિપ્રા ધર. ડોક્ટર શિપ્રા ધર પોતાનું નર્સિંગ હોમ ચલાવે છે. આ નર્સિંગ હોમમાં કોઈ ગર્ભવતી માતા જો દીકરીને જન્મ આપે તો આ મહિલા દ્વારા આંખ નર્સિંગ હોમમમાં મીઠાઈ વહેંચે છે. આ તો સામાન્ય વાત થઇ પરંતુ આ આ મહિલા જેને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તેની ફી પણ નથી લેતી. ડીલીવરી દરમિયાન કરવામાં આવેલ સારવારનો એક પણ રૂપિયો ત્યાં લેવામાં નથી આવતો. શરત માત્ર એટલી જ કે ગર્ભવતી માતાએ દીકરીને જન્મ આપ્યો હોવો જોઈએ.

ડો. શિપ્રા ધરે BHU થી MBBS અને MD નો અભ્યાસ કરેલો છે. તે વારાણસીના એક પહાડી ક્ષેત્રમાં પોતાનું નર્સિંગ હોમ ચલાવે છે. કન્યા ભ્રુણ હત્યા અટકાવવા માટે અને છોકરીઓના જન્મમાં વધારો થાય તે હેતુથી તે આટલું સુંદર અને મહાન કાર્ય કરે છે. જો તેમના નર્સિંગ હોમમાં કોઈ દીકરીનો જન્મ થાય તો દીકરીના પરિવાર સહીત આખા નર્સિંગ હોમને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. દીકરીઓના જન્મમાં વધારો થાય તે વાતને વધુને વધુ ફેલાવીને સમાજને જાગૃત કરવા માટે ડો. શિપ્રા જો પોતાના નર્સિંગ હોમમાં કોઈ દીકરીનો જન્મ થાય તો તેની ડીલેવરીનો કોઈ જ ચાર્જ લેતા નથી.

ડો. શિપ્રા ધરનું કહેવું છે કે, “લોકોમાં દીકરીઓ પ્રત્યે હજુ પણ નકારાત્મક વિચારો જ જોવા મળે છે. મેં જોયું છે કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારને તેની જાણ થતા તેમના ચહેરા પર માયુસી આવી જતી હોય છે, ઘણી વાર લોકો ગરીબીના કારણે દીકરીનો જન્મ થતા દુઃખી થઈને રડવા લાગતા હોય છે, અને હું આ કાર્ય કરીને સમાજના આવા લોકોના વિચારો બદલવાનો પ્રયત્ન અરી રહી છું.”

તમને જણાવી દઈએ કે દીકરીનો જન્મ થાય તો ડીલીવરીનો તો કોઈ ચાર્જ નથી થતો, પરંતુ હોસ્પિટલના બેડનો ચાર્જ પણ નથી લેવામાં આવતો અને જો કોઈ કારણોસર ઓપરેશન પણ કરવું પડે તો પણ તે વિનામૂલ્યે કરી દેવામાં આવે છે. ડો. શિપ્રાએ પોતાના નર્સિંગ હોમમાં પાછલા અમુક વર્ષોથી અત્યાર સુધીમાં 100 દીકરીઓના જન્મ પર કોઈ પણ ચાર્જ લીધો નથી.

ડો. શિપ્રા ધરના આ કાર્યથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુબ જ પ્રભાવિત થય હતા, જ્યારે તેને શિપ્રા ધરના આવા સારા કાર્ય વિશેની જાન થઇ. જ્યારે મેં મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી મુલાકાતે આવ્યા હતા, ત્યારે ડો. શિપ્રાને સ્પેશિયલી મળ્યા હતા. ત્યાર બાદ તે ડો. શિપ્રાના કાર્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મંચ પર દેશના બધા ડોકટરોને આહ્વાહન કર્યું હતું કે દરેક મહિનાની 9 તારીખે જન્મ લેનાર દીકરીઓના જન્મની ફીસ નહિ લેવામાં આવે અને આ પગલાથી બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલન વધુ સશક્ત બનશે.

આ ઉપરાંત ડો. શિપ્રાએ છોકરીઓની શિક્ષા આપવાનો પણ બેડો ઉઠાવેલો છે. તે પોતાના નર્સિંગ હોમમાં છોકરીઓને અભ્યાસ પણ કરાવે છે. આ ઉપરાંત ગરીબ પરિવારોની દીકરીઓને સુકન્યા યોજનાનો લાભ અપાવવા માટે તેઓને મદદ પણ કરે છે. તેમના પતિ મનોજ શ્રીવાસ્તવ પણ ફીઝીશીયન છે અને આ નેક કાર્ય કરવા માટે પોતાની પત્નીનો પુરેપુરો સાથ આપે છે.

ડો. શિપ્રાનું માનવું છે કે સનાતન કાળથી દીકરીઓને અને સ્ત્રીઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. એવામાં કન્યા ભ્રુણ હત્યા જેવું કુકૃત્ય એક સભ્ય સમાજ માટે અભિશાપ છે. માટે મારાથી જે નાનું યોગદાન આપી શકું એ આપું છું.

તો મિત્રો આજે દીકરીઓનું સમાજમાં માન અને સમ્માન ખુબ જ વધી રહ્યું છે પરંતુ હજુ ક્યાંક ખૂણે ખૂણે લોકોના મનમાં સંકોચ અનુભવાય છે. તેવી માનસિકતાને દુર કરવા માટે ડો. શિપ્રા અને તેના જેવા જ દેશના ઘણા સમાજહિતમાં વિચારતા લોકો આજે ઘણી મહેનતથી દીકરીઓ માટે સારા કાર્યો કરે છે. તો દરેક લોકોએ દીકરીને મારી નાખવા કરતા તેને ઉછેરવી જોઈએ અને સમ્માન સાથે તેને આ સમાજમાં સ્થાન આપવું જોઈએ.

તો મિત્રો આ વિષયમાં ખાસ આ મહિલા ડોક્ટર માટે GOOD WORK એમ કોમેન્ટમાં જરૂર લખજો.

1 thought on “આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો”

Leave a Comment