મિત્રો લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં કંઈક અલગ જ અહેસાસ હોય છે. કેમ કે વ્યક્તિ પોતાના જીવનમાં એક વાર તો લગ્નનો વિચાર કરે છે. પરંતુ આજે અમે તમને જણાવશું આજના યુવાન છોકરાઓ વિશે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે યુવાનો તરત લગ્ન કરવા માટે રાજી નથી થતા. લગભગ આજનો યુવાન પોતાની 25 વર્ષની ઉમર પછી જ લગ્ન કરવાનું વિચારતો હોય છે. તે બને ત્યાં સુધી લગ્નથી દુર ભાગતો હોય છે. તો આજે અમે તમને જણાવશું કે આજના યુવાન છોકરાઓ શા માટે પોતાના લગ્નથી દુર ભાગે છે, એવું તો શું કારણ છે કે લગ્ન કરતા ડરે છે. તો તેની સત્ય વાસ્તવિકતા જાણવા માટે આ લેખને અવશ્ય વાંચો.
શા માટે લગ્નથી દુર ભાગે છે છોકરા: લગભગ મોટાભાગના આજના યુવાન છોકરાઓ લગ્નના નામથી જ દુર ભાગતા હોય છે. એ વાતમાં કોઈ શક નથી કે લગ્ન શબ્દથી આજના સમયમાં યુવાનો ડરે છે. આ બાબતને લઈને ઘણા યુવાનો તર્ક પણ કરતા હોય છે કે, તેના જીવનમાં આઝાદી સંપૂર્ણ ચાલી જતી હોય છે, લગ્ન બાદ ક્યાં ? કેમ ? શા માટે? કેવી રીતે ? જેવા અન્ય પ્રશ્ન કરતા શબ્દોનો સામનો કરવો પડે. પરંતુ યુવાનો લગ્નથી દુર ભાગે છે તેની પાછળના ઘણા કારણો છે. તો ચાલો જાણીએ તેના વિશે કે શું વાસ્તવિક કારણો. છોકરા લગ્ન માટે ક્યારેય કમેન્ટ આપતા. લગ્ન એ એક ફરજીયાત વસ્તુ છે. માટે છોકરાઓ લગ્ન બાદ એક બંધનમાં આવી જતા હોય તેવું તેને લાગે છે. કેમ કે લગ્ન પહેલા છોકરા અને છોકરી અફેર તો કરતા હોય છે. પરંતુ ક્યારેય પણ છોકરા લગ્ન માટે કમેન્ટ નથી આપતા. કેમ કે અફેર્સ હોય ત્યારે છોકરો અને છોકરી હાલના સમયમાં ખુશ હોય છે પરંતુ ભવિષ્યમાં અલગ થવા માટે પણ તૈયાર હોય છે. પરંતુ જો લગ્ન માટે તે છોકરીને કમેન્ટ આપી દે તો બંધન આવી જાય છે. માટે છોકરીને છોકરાઓ લગ્ન માટે કમેન્ટ આપતા ડરે છે.
લગભગ વડીલો દ્વારા છોકરાને લગ્નની વાત કરવામાં આવે ત્યારે તેની રિએકશન ક્રાંતિકારી જેવું બની જતું હોય છે. લગભગ છોકરાઓ ત્યારે એવું જ ઇચ્છતા હોય છે કે કોઈ પણ સંજોગમાં તે પોતાની આઝાદી દાવ પર નહિ લગાવે. છોકરાને એવું જ લાગતું હોય છે કે લગ્ન બાદ તેની પાંખો કાપી લેવામાં આવશે. એટલે કે બધી આઝાદી છીનવાઈ જશે. એટલા માટે તે પોતાની આઝાદી માટે લગ્નથી દુર ભાગતા હોય છે.
લગભગ મોટાભાગે યુવકોને લગ્ન પહેલા એવો ડર હોય છે કે લગ્ન પછી તેનો ખર્ચ વધી જશે અને પહેલા જેમ તે પોતાના પગારને ખુલા દિલથી ઉડાવી નહિ શકે. પરંતુ એટલું જ નહિ, તેને વો પણ ડર હોય છે કે લગ્ન બાદ જેટલો નોકરી માટે સમય આપવાનો હોય છે તેના કરતા પણ વધારે સમય તેના પરિવારને આપવો પડશે. જે તેની સર્વાંગી વિકાસમાં બાધારૂપ બનશે. ફરવા ન જઈ શકવાનો ડર. લગભગ મોટાભાગના છોકરાઓને ફરવાનો ખુબ જ શોખ હોય છે. પરંતુ લગ્નનું નામ પડતાની સાથે એવું પણ વિચારે કે લગ્ન બાદ બાળકોને સંભાળશું કે દુનિયાને જોશું ? એટલા માટે છોકરાઓ પોતાની આઝાદી સાથે હરવાફરવા માંગતા હોય છે. તેનું માનવું હોય છે કે ખબર નહિ પછી ફરી શકીશ કે નહિ ફરી શકું. મોટાભાગે તો છોકરાઓ પોતાના મિત્ર સાથે દુનિયાની સારી સારી જગ્યાઓ જોવા ઈચ્છતા હોય છે. પરંતુ લગ્ન થઇ ગયા બાદ લગભગ લોકો તેના મિત્ર સાથે ફરવા ન જઈ શકતા હોય.
લગ્નજીવન ન ચાલવાનો ડર. આજના સમયમાં બનતા કેસો અને બનાવોને સાંભળીને છોકરાઓ પણ આવી ઝંઝટથી ડરતા હોય છે. જો તેની સાથે પણ ભવિષ્યમાં એવો કોઈ બનાવ બનશે તો કરિયર બરબાદ થઇ જશે. લગ્ન એક જુગાર લાગવા લાગે છે. જેને રમવામાં આજના યુવાનો ખુબ જ ડરે છે. એટલા માટે વહેલા લગ્ન કરવા કરતા આરામથી લગ્ન કરવાનું વિચારતા હોય છે.
ઘરેલું બનવા ન માંગતા હોય. લગ્ન થઇ ગયા બાદ આજના સમયમાં લગભગ ઘણા પુરુષોને અડધું ઘરકામ પણ કરવું પડતું હોય છે. બહાર નોકરી અથવા બિઝનેસ હેન્ડલ કરવાનો અને સાથે સાથે ઘણી વસ્તુઓ લાવવાનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પરંતુ જો લગ્ન ન થયા હોય તો ઘરમાં ધ્યાન દેવું જરૂરી નથી હોતું. પરંતુ લગ્ન બાદ અમુક જવાબદારીઓ માથે આવી જતી હોય છે. જે આજના યુવાનોને પસંદ નથી હોતું.
લગ્ન થઇ ગયા બાદ લગભગ ઘરની જવાબદારીઓ યુવકના માથા પર આવી જતી હોય છે. લગ્ન પહેલા જ્યારે મરજી હોય ત્યારે ઘરે જઈ શકે. પરંતુ લગ્ન થઇ ગયા લગભગ કામોમાં બદલાવ લાવવો પડે. પરંતુ આજના સમયમાં યુવાનોને આ બાબત પસંદ નથી હોતી. એટલા માટે પણ તે લગ્નથી દુર ભાગતા હોય છે.
તો મિત્રો આ કારણોસર યુવાનો લગ્નથી દુર ભાગે છે. તો શું તમે પણ આ બાબતમાં કંઈ જાણો છો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google