💁 મિત્રો ૧૯૪૭ માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે 1 ડોલરની કિંમત 1 રૂપિયો હતો. જ્યારે ૨૦૧૮ સુધી આવતા ડોલરની કિંમત ૬૫ રૂપિયાથી પણ વધુ થઇ ગઈ છે. તો મિત્રો તમને એક સવાલ થતો હશે કે એવું શું થયું કે રૂપિયાની કિંમત ઘટતી ગઈ અને ડોલરની કિંમત વધતી જાય છે. તો મિત્રો એવું શું થયું કે ડોલરની કિંમત સતત વધતી જાય છે.
💵 એક જમાનો હતો જ્યારે આપણો રૂપિયો ડોલરને બરાબરની ટક્કર આપતો હતો. ત્યારે દેશ પર કોઈ દેવું નાં હતું. પછી જ્યારે ૧૯૫૧ માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ પડી ત્યારે સરકારે વિદેશો પાસેથી દેવું લેવાની શરૂઆત કરી. અને તે દેવા બાદ રૂપિયાની શાખ સતત નીચી આવતી ગઈ.
💵 ૧૯૭૫ આવતા આવતા તો એક ડોલરની કિંમત 8 રૂપિયા થઇ ગઈ હતી. અને ત્યાર પછી ક્યારેય રૂપિયો ઉંચો નાં આવ્યો અને ૧૯૮૫ માં એક ડોલર બરાબર 12 રૂપિયા કિંમત અંકાઈ. ત્યારબાદ ૧૯૯૧ માં નરસિમ્હા રાવના શાસનકાલ દરમિયાન ભારતે ઉદારીકરણની નીતિ અપનાવી અને રૂપિયાની કિંમત ધડામ દઈને નીચે આવી ગઈ. અને ત્યારબાદ આગળના દશ વર્ષમાં એક ડોલરની કિંમત ૪૭-૪૮ રૂપિયા જેટલી થઇ ગઈ. ત્યારબાદ રૂપિયો ક્યારેય ડોલરની બરાબરીએ આવવવાની વાત તો દૂર પણ તેની કિંમત ઉપર ઉઠાવવા તરફ એક કદમ પણ આગળ ના વધી શક્યો અને આજે તમે જૂઓ જ છો કે ડોલરની કિંમત રૂપિયામાં ગણીએ તો કેટલી છે તે.💸 મિત્રો રૂપિયા અને ડોલરની રમત કાંઇક આવી છે. આપણે અમેરિકા સાથે કાઈ કારોબાર કરી રહ્યા છીએ તો અમેરિકા પાસે ૬૭૦૦૦ રૂપિયા છે અને આપણી પાસે ૧૦૦૦ ડોલર. અને ડોલરનો ભાવ જો ૬૭ રૂપિયામાં આંકવામાં આવે તો બંનેની કિંમત સરખી થાય.
💸 હવે આપણે અમેરિકાથી ભારત કોઈ વસ્તુ મંગાવી હોય જેનો ભાવ આપણી કરન્સીમાં ૬૭૦૦ રૂપિયા હોય તો આપણે તેને ૧૦૦ ડોલર ચુકવવા પડે તેથી થશે એવું કે આપણી પાસે જે ૧૦૦૦ ડોલર પડ્યા હતા તેમાંથી હવે ૯૦૦ ડોલર જ વધશે અને અમેરિકા પાસે ૬૭૦૦૦ રૂપિયા હતા તો હવે તેની પાસે ૬૭૧૦૦ રૂપિયા થઇ જશે.
💸 આવી પરીસ્થીતીમાં થશે એવું કે આપણી પાસે જે વિદેશી મુદ્રા ભંડોળ છે તે ઓછું થયું. તેવું શા માટે થાય કે જયારે આપણે આયાત વધારે કરીએ નિકાસ કરતા. તેથી આપણું વિદેશી ભંડોળ ઓછું આવતું જાય અને રૂપિયાની કિંમત નીચે આવતી જાય. હવે તમને એમ થાય કે આપણી પાસે વિદેશી ભંડોળ ઘટ્યું તો રૂપિયાની કિંમત કેમ ઓછી થઇ. આ બંને પરિસ્થિતિ વચ્ચે શું સંબંધ હશે તે પણ જાણી લઈએ.📥 મિત્રો રૂપિયાની આખી કિંમત તેની માંગ અને પુરવઠા પર આધારિત છે. અને આયાત નિકાસનો પણ આ વસ્તુ પર અસર પડે છે. મિત્રો તમારું સામાન્ય જ્ઞાન વધારતા જણાવી દઈએ કે અમેરિકન ડોલરને વૈશ્વિક કરન્સી જાહેર કરેલી છે. વધારે પડતા દેશ પોતે કરેલી આયાતનું બીલ ડોલરમાં ચુકવે છે. દરેક દેશ પાસે પોતાનું વિદેશી ભંડોળ પડ્યું હોય છે અને તેના આધારે જ તે અન્ય દેશો સાથે લેવડ દેવડ કરતા હોય છે. અને આપણા વિદેશી ભંડોળમાં થતો ઘટાડો કે વધારો આપણા રૂપિયાની કિંમત નક્કી કરે છે. જો ભંડોળ ઓછું તો રૂપિયાની કિંમત પણ ઓછી.
📥 હવે આપણે ભારતમાં બે રીતે વિદેશી નાણું આવી શકે. એક આપણે નિકાસ કરીએ વસ્તુઓનો ત્યાંથી આવે. અને બીજું કોઈ ભારતીય વિદેશ કમાવવા જાય અને તે ડોલરમાં કમાઈને પોતાના નાણા ભારતમાં મોકલે ત્યારે. તો હવે તમે જ વિચારો કે આપણી માંગ છે જે આપણને નબળા બનાવે છે ઉદાહારણ તરીકે પેટ્રોલ. મિત્રો આપણા દેશમાં પેટ્રોલની માંગ સતત વધતી જાય છે. તેથી આપણે તે આયાત કરવું પડે અને તેના પૈસા ડોલરમાં ચુકવવા પડે છે.
📥 વિદેશમાંથી જેટલી આયાત કરીએ છીએ તેના કરતા જો નિકાસ વધારવામાં આવે તો ભારતીય રૂપિયાની કિંમત ઉંચી આવે.👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
1)very helpful this page
Very good