આજના સમયમાં આખા વિશ્વમાં ગાડીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ગાડીઓની સખ્યા વધવાના કારણે સડક દુર્ઘટનાના પણ જોખમો વધવા લાગ્યા છે. તેથી સરકારે રોડ પરની દુર્ઘટનાઓ ઘટાડવા માટે અમુક જરૂરી નિયમો નક્કી કર્યા છે, જોકે તે છતાં પણ લોકો નિયમોનો ભંગ કરતા નજરે ચડે છે.
તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હવે ઓટો મોબાઇલ કંપનીએ એક ખાસ પહેલ કરી છે, જેના હેઠળ તેમણે એવા ટાયર બનાવવાના શરૂ કર્યા છે જેમાં રબરના ઝીણા ઝીણા કાંટા કે ખીલી ઉપલબ્ધ હોય છે. એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે ટાયર પર હાજર આ રબડ ના કાંટા અને ખીલી શું કામ કરે છે?ટાયર પર કેમ હોય છે રબરના કાંટા? જો તમે પણ નવી કાર કે બાઈક ખરીદી હોય તો તેના ટાયર પર હાજર રબરના ઝીણા કાંટા પર તમારી નજર જરૂર પડી હશે એવામાં અનેક લોકોને લાગે છે કે આ કાંટા ટાયર બનાવતી વખતે ભૂલથી રહી જતા હશે પરંતુ અમે તમને જણાવીએ કે આ કાંટા જાણી જોઈને ટાયર પર બનાવવામાં આવે છે.
ટાયર પર હાજર રબરના કાંટા એ વાતની સાબિતી છે કે ટાયરનું નિર્માણ સારી ક્વોલિટીના રબરથી કરવામાં આવ્યું છે. જ્યારે તેમાં ભાર સહન કરવાની ક્ષમતા બીજા ટાયરના પ્રમાણમાં વધારે હોય છે. આ રબરના કાંટાને વેંટ સ્પિઉંજ ના નામથી ઓળખાય છે તેનો મતલબ એ છે કે બહારની તરફ નીકળેલો ભાગ.
સડક પર ગાડી ચલાવતા સમયે ટાયર પર વધારે દબાવ પડે છે, જેના કારણે ટાયર જલ્દી ઘસાઈ જાય છે કે કપાઈ જવાનું જોખમ રહે છે. એવામાં ટાયરનું નિર્માણ કરતા સમયે તેમાં જાણી જોઈને વેંટ સ્પિઉંજ બનાવવામાં આવે છે, જેથી ટાયરને પૂરતી મજબૂતી મળી શકે.આ કાંટા ના કારણે જ્યારે ગાડીને સડક પર ચલાવવામાં આવે છે તો ટાયર પર ઓછું દબાણ પડે છે. જેના કારણે ટાયર ઘસવાના કે ફાટવાનું જોખમ મહદ અંશે ઘટાડી શકાય છે. તેના સિવાય આ રબરના કાંટાથી ટાયર અને હવા વચ્ચે કોન્ટેક્ટ રહે છે, જેના કારણે ટાયર વધારે સમય સુધી ઠંડુ રહી શકે છે.
વર્તમાન સમયમાં બાઈક અને કાર ના ટાયરમાં રબરવાળા કાંટા હાજર હોય છે જે ટાયરની સાથે સાથે વાહનની ઉંમરમાં પણ અનેક ઘણો વધારો કરે છે. જો તમે તમારી જુની ગાડી ના ટાયરને બદલાવવાનું વિચારી રહ્યા હોવ તો નવા ટાયર પર વેંટ સ્પિઉંજ જરૂરથી ચેક કરી લેશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી