આપણી આસપાસ કુદરતી વનસ્પતિનો ખજાનો છે. આવી વનસ્પતિ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેનો આપણે અનેક બીમારીઓથી રક્ષણ મેળવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આવી કુદરતી ઔષધી એટલે તુલસી. તુલસી અત્યંત પવિત્ર છોડ હોય છે અને આપણા ભારતમાં લગભગ દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. આપણા હિન્દુ ધર્મમાં તુલસીને માતા દરરજો આપવામાં આવ્યો છે અને તેને પૂજવામાં પણ આવે છે. શરદી, ઉધરસ કે કફથી રાહત મેળવવા માટે તુલસીની ચા ખુબ જ લાભદાયક છે. બજારમાં તુલસીના રેડીમેડ તેલ અને અર્ક પણ મળે છે.
હવે ખેડૂતો અનાજ, ઘઉં અને દાળની પારંપરિક ખેતીની સાથે બીજા અન્ય પાક પર પણ નવો પ્રયોગ કરી રહ્યા છે, જેના હેઠળ ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં તુલસીની ખેતી મોટા પાયા પર કરવામાં આવી રહી છે. તુલસીની ખેતીથી ન માત્ર પર્યાવરણથી ફાયદો મળે છે, પરંતુ તેનાથી ખેડૂતો પણ લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.1) તુલસીની ખેતીથી કમાઓ લાખો રૂપિયા:- ઉત્તર પ્રદેશના એક ગામમાં ખેડૂત એક હેક્ટર જમીન પર તુલસીની ખેતી કરી રહ્યા છે. જેના કારણે તેમને પારંપરિક પાકની તુલના એ વધારે નફો કમાવવાનો મોકો મળી રહ્યો છે. એટલું જ નહીં તુલસીનો પાક માત્ર 90 દિવસની અંદર તૈયાર થઈ જાય છે જેના કારણે ખેડૂતને વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી.
આ ખેડૂતે ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં સૌથી પહેલી વાર તુલસીની ખેતી જોઈ હતી, જેનાથી પ્રેરણા લઈને તેમણે પણ તુલસીનો પાક ઉગાવવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેમણે પણ પોતાના જિલ્લામાં ઉદ્યાન અધિકારીની મુલાકાત લીધી અને તુલસીની ખેતી અને તેનાથી થતા ફાયદાથી જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી.
ત્યાર બાદ તેઓએ એક હેક્ટર જમીન પર તુલસીના છોડ લગાવી દીધા. તેના માટે તેમણે જમીનને 20 cm સુધી હેરો કલ્ટીવેટરની મદદથી કપાવી લીધી. ત્યાર બાદ તેમણે તુલસીની પેદાશ વધારવા માટે છાણમાંથી તૈયાર કરેલા ખાતરનો ઉપયોગ કર્યો. જેના કારણે એક હેક્ટર જમીનમાં લગભગ 20 ટન છાણના ખાતરની જરૂર પડતી હતી.2) છોડની ખાસ દેખભાળ કરવી:- તુલસીના છોડને ક્યારામાં લગાવવામાં આવે છે, જે 10 cm ના અંતરે હોય છે. ઉનાળાના દિવસોમાં તુલસીના છોડની સિંચાઈ દિવસના સમયમાં કરવામાં આવે છે, જ્યારે ચોમાસાની ઋતુમાં છોડની સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે.
તુલસીની ખેતી કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે. તેથી ખેતરને દર ત્રણથી ચાર અઠવાડિયા બાદ નિંદામણ કરાવવું જોઈએ. આ રીતે તુલસીના છોડને યોગ્ય દેખભાળ અને સિંચાઈનું ધ્યાન રાખવામાં આવે તો આ પાક લગભગ 90 દિવસની અંદર તૈયાર થઈ જાય છે.3) બજારમાં તુલસીના તેલની માંગ:- તુલસીનો પાક તૈયાર થયા બાદ તેના છોડ અને પાનમાંથી તેલ કાઢી શકાય છે, એવામાં એક હેક્ટર જમીનમાં ઉગવાવાળી તુલસીથી લગભગ 100 kg થી વધારે તેલ કાઢી શકાય છે બજારમાં તુલસીના તેલની માંગ ખુબ જ વધી છે, જે 2000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેંચાય છે.
કોરોના આવ્યા બાદ તુલસીના તેલની માંગ ઝડપથી વધવા લાગી છે, જેના કારણે તુલસીની ખેતી કરવા વાળા ખેડૂતોને પણ ફાયદો થાય છે. તેના સિવાય જમીનમાં તુલસીની ખેતી કરવાથી માટીની ગુણવત્તા સારી બને છે. અને વળી આસપાસની હવા પણ સ્વચ્છ અને શુદ્ધ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી