આ સ્કુલમાં છોકરીઓને આપવામાં આવતી આ ખરાબ વસ્તુ. વાંચી ને કંપી જશો.

આ સ્કુલમાં છોકરીઓને રૂમ બંધ કરીને કરવામાં આવતું હતું કંઈક આવું..

આજે સમાજમાં આપણે જોઈએ છીએ કે વિકૃતતા દિવસે દિવસે ખુબ જ વધવા લાગી છે. જેના કારણે આજે સમાજમાં લોકો ઘણી બધી હદોને પાર કરી જાય છે. તો તેવામાં આજે અમે તમને એક એવી જ ઘટના સામે આવી છે તેના વિષે જણાવશું. આ ઘટના ખુબ જ ચોંકવાનારી સામે આવી છે. આજકાલ આપણા બાળકોને સ્કુલમાં અભ્યાસ માટે મોકલવા પણ આપણને સંકોચ થવા લાગ્યા છે. કેમ કે આજે અમે જે ઘટના વિશે તમને જણાવશું તે એક સ્કુલની જ છે.

મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણી પ્રાઈવેટ સ્કૂલોમાં ઘણા બધા ખોટા અને ગંદા કામો થતા હોય છે. પરંતુ આ કેસમાં સરકારી સ્કુલમાં થતા ખરાબ કામો સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં એક સરકારી સ્કુલમાં સ્કુલની છાત્રાઓને નશા વાળી દવાઓ ખવડાવીને તેની સાથે યૌન શોષણ કરવામાં આવતું હતું. આ આખી ઘટનાની જાણ એક પીડિત છાત્રાના પિતા દ્વારા કરવામાં આવી હતી. આખી ઘટનાને સામે લાવનાર છાત્રાના પિતાએ પોલીસ સ્ટેશનમાં સ્કુલ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

પીડિત છાત્રાના પિતાએ જણાવ્યું હતું કે, સરકારી સ્કુલમાં અમારી છોકરીઓને ધોખાથી નશીલી દવાઓ ખવડાવવામાં આવે અને ત્યાર બાદ તેની સાથે યૌન શોષણ કરવામાં આવે છે. આવું એક નહિ પરંતુ સ્કુલમાં અભ્યાસ કરતી ઘણી બધી છોકરી સાથે આવું કરવામાં આવે છે. દવાઓ આપીને તેને નશો કરાવવામાં આવે અને યૌન ઉત્પીડન કરવામાં આવતું ને સાથે સાથે તેનો વિડીયો પણ બનાવી લેવામાં આવતો હતો. જેના કારણે તે છાત્રા બ્લેકમેલ કરી શકે.

આ મામલો મહોલી થાણા વિસ્તારના રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં સામે આવ્યો હતો. ત્યાં અભ્યાસ કરતી એક છાત્રાને ઘણી વાર નશામાં જોવામાં મળતી. તેના પિતા પણ તેને લઈને ખુબ જ ચિંતિત થયા. તેમણે તેની છોકરીને ઘણી વાર નશાની તલબના કારણે પરેશાન જોઈ. પરંતુ એક દિવસ તેમણે તેની પુત્રીને પૂછી જ લીધું. ત્યારે તે છોકરી તેની સાથે જે બનતું હતું તે બધું જ જણાવી દીધું. ત્યારે આખી વાત જાણીને તેના પિતાના હોંશ ઉડી ગયા હતા. 

તે પીડિત છાત્રાએ જણાવ્યું હતું કે આ બધું બનવા પાછળ ઘણા લોકોનો હાથ છે. તેમાંથી સ્કુલની જ એક મહિલા કર્મચારીની મદદથી આ વિસ્તારના લુખ્ખા લોકો સ્કુલમાં આવે છે અને નશાની દવાઓ આપીને યૌન શોષણ કરે છે. માત્ર એટલું જ નહી પરંતુ યૌન શોષણ દરમિયાન તેના દ્વારા વિડીયો પણ બનાવી લેવામાં આવે અમે જો કોઈ પણ છોકરી તેનો વિરોધ કરે તો તેનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપે છે. તેમાં સ્કુલની મહિલા કર્મચારીનો ખુબ જ મોટો હાથ હતો કેમ કે તે એક રૂમમાં બંધ કરીને જતી રહે અને અંદર અમારી સાથે કૃત્યો કરવામાં આવે છે.

આ આખી ઘટના પોલીસ સામે પણ આવી ગઈ હતી. પીડિતના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તો આજે હવે સ્કુલોમાં પણ આવા કૃત્ય થવા લાગ્યા છે. ત્યારે આપણા બાળકો, ભાઈ, બહેન કે અન્ય બાળકોને પણ સચેત કરી દેવા જોઈએ. જેનાથી તે આવી ગંદી બાબતોના શિકાર ન બને અને તરત જ ઘરમાં કોઈને તેની સાથે કંઈ પણ થાય તો જણાવી દે.

જો તમે એક સચેત માબાપ છો તો તમારી દીકરીના વર્તનમાં જરા પણ બદલાવ જોવા મળે તો તરત જ તેને પૂછો… જો તે ડરેલી દેખાય તો વધુ જાણકારી મેળવો કેમ કે આજકાલ જ્યાં આપણે બાળકો ને સંસ્કાર લેવા મોકલીએ છીએ ત્યાં જ અક્સર એવું ગંદુ કામ પણ થતું જોવા છે. એવું નથી પણ કે બધી સ્કુલ ખરાબ હોય છે. પણ આજના સમય માં દરેક માબાપે સાચેત રહેવું જરૂરી છે..

જો તમને અમારી વાત યોગ્ય લાગી હોય તો અન્ય માબાપ સાથે જરૂર શેર કરજો..

Leave a Comment