મિત્રો આમ તો હાલ આખી દુનિયામાં જોઈએ તો અસંખ્ય રોગો થઇ રહ્યા છે અને નવા નવા રોગો સામે પણ આવી રહ્યા છે. પરંતુ અમુક અમુક તકલીફો એવી પણ આજકાલ મનુષ્યમાં સામે આવી રહી છે જેનો નીચોડ ઘણી વાર મળતો નથી હોતો. તે કોઈ બીમારી પણ નથી. પરંતુ તેમ છતાં પણ વ્યક્તિને અમુક સમસ્યાઓ માંથી પસાર થવું પડતું હોય છે. તો આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવશું જેને જાણ્યા બાદ તમે પણ દંગ રહી જશો.
આ ઘટના ચીનમાં બનવા પામી હતી અને આ ઘટનાથી ચીનમાં લોકો ખુબ જ આશ્વર્યચકિત થયા હતા પરંતુ આ ખબર જ્યારે ભારતમાં આવી ત્યારે અહીંના લોકો પણ ખુબ જ અચંબિત થયા હતા. ચીનમાં એક માત્ર 8 વર્ષની છોકરીના પેટના અંદરભાગમાંથી લગભગ દોઢ કિલો વાળનો ગોળો નીકળ્યો હતો. જ્યારે આ ગોળાને પેટની અંદરથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે ડોક્ટરો પણ ખુબ જ ચોંકી ગયા હતા અને ત્યાં હાજર બધા જ લોકોને આશ્વર્ય થયું હતું કે આવું કંઈ રીતે પોસીબલ થાય. પરંતુ આ વાસ્તવિકતા હતી જે લોકોએ સ્વીકારવી પડી.
આ છોકરીને ઘણા સમયથી પેટમાં ખુબ જ દુઃખાવો થવા લાગ્યો હતો અને રહેતા રહેતા ઉલટી પણ થવા લાગી હતી, જેના કારણે પરિવાર ખુબ જ ચિંતામાં આવી ગયો હતો. એટલા માટે છોકરીનો પરિવાર તેને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. પેટ પણ ખુબ જ ફૂલી ગયું હતું. તેના કારણે પરિવારમાં થોડી વધારે ચિંતા જોવા મળતી હતી. ડોક્ટર પણ છોકરીને ફૂલેલા પેટને જોઇને થોડા ચોંકી ગયા હતા. પરંતુ તેમને ફૂલેલા પેટને જોઇને તરત જ છોકરીની સ્ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. તપાસ કરી પરંતુ સાચું કારણ સામે ન આવ્યું કે શા માટે છોકરીનું પેટ આટલું બધું ફૂલી ગયું છે. ત્યાર બાદ ડોક્ટર દ્વારા સિટીસ્કેન કરવામાં આવ્યું.
પરંતુ જ્યારે છોકરીનું સિટીસ્કેન કરવામાં આવ્યું અને તેના પેટના અંદરના ભાગમાં જોવામાં આવ્યું ત્યારે ડોક્ટર પણ ખુબ જ ચોંકી ગયો. તે છોકરીના પેટમાં વાળનો એક ખુબ જ મોટો ગોળો હતો. જેને જોઇને બધા જ લોકો ત્યાં ચોંકી ગયા. આ મામલો ચીનના ગુઆંગદોંગ નામના એક શહેરમાં બન્યો હતો. તે છોકરીનું નામ છે ફેઈફેઈ. ફેઈફેઈને એક અઠવાડિયાથી ખુબ જ પેટમાં દુઃખાવો થતો હતો, ક્યારેક ક્યારેક તો એટલું દુઃખવા આવતું કે ફેઈફેઈ ચાલી પણ ન શકતી.
આ વાતને બાળકીની માતાએ નોટીસ કરી. ધીમે ધીમે તે છોકરીનું પેટ પણ ખુબ ફૂલવા લાગ્યું હતું. પરંતુ તેની માતાને કંઈક અજુગતું લાગ્યું. તે તરત જ બાળકીને લઈને દોંગુહા હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં ડોક્ટર દ્વારા કરવામાં આવેલા પ્રયાસ દરમિયાન પહેલા પેટને ખાલી કરવા માટે બહારી તરકીબો અપનાવી પરંતુ સફળતા ન મળી.
જ્યારે સંપૂર્ણ રીતે સિટીસ્કેન કરવામાં આવ્યું ત્યારે સાચી જાણ થઇ કે પેટમાં શું પ્રોબ્લેમ હતો. સિટીસ્કેનમાં સામે આવ્યું કે બાળકીના પેટમાં એક ખુબ જ ભારે, વજનદાર વાળની ગાંઠ જોવા મળી. તેને બહારી પ્રયાસ દ્વારા ન કાઢી શક્યા, કેમ કે તે પેટમાં એકદમ પથ્થર સ્વરૂપે વધી રહી હતી. ત્યાર બાદ ડોક્ટર તાંગે એ સર્જરી કરી અને લગભગ દોઢ કિલો ઉપરની વાળની ગાંઠ તે છોકરીના પેટમાંથી કાઢી આપી.
પરંતુ વાળ નીકળ્યા બાદ તેની માતાને પૂછવામાં આવ્યું. ત્યારે તેની માતાએ જે ખુલાસો કર્યો તે હરકોઈ વ્યક્તિને ચોંકાવી નાખે તેવું હતું. તેની માતાએ જણાવ્યું હતું કે તે બાળકીને બે વર્ષની ઉમરથી વાળ ખાવાની આદત પડી ગઈ હતી. એવું જણાવવામાં આવ્યું હતું કે બાળકી જ્યારે બે વર્ષની થઇ ત્યારે તેને વાળ ખાવાની ખુબ જ ખરાબ આદત પડી ગઈ હતી. તેની માતાએ આ આદતને છોડાવવા માટે ઘણી મહેનત કરી પરંતુ કોઈ નીચોડ ન આવ્યો.
ડોકટરે જણાવ્યું એ પ્રમાણે આ એક બીમારી જ માનવામાં આવે છે. જેનો ઈલાજ ન થાય સમયસર તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. માટે ક્યારેય સામાન્ય રીતે પણ આપણા શરીરમાં ક્યારેય પચતા નથી અને તે જમા થવા લાગે છે. જેના કારણે ઘણી વાર મુસીબતોનો કરવો દે છે.