ઘણા બધા એવા લોકો હોય છે, જેની પાસે ઇચ્છતા હોવા છતાં પણ લક્ષ્મીજી ટકતા નથી હોતા, એટલે કોઈને કોઈ કારણોસર ખર્ચ થઇ જતો હોય છે. એવું બનતું હોય છે કે તે વ્યક્તિ ગમે એટલી મહેનત કરે, પરંતુ તેની પાસે ધન રહેતું ન હોય, તેનો ખર્ચ થઇ જ જતો હોય છે. આ બધા ખર્ચ તે સમયે વધારે હેરાન કરે છે જ્યારે આવક ઓછી હોય. જો તમારી સાથે પણ પૈસા સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો તમારે શુક્રવારના દિવસે તમારે લક્ષ્મીજીનો ઉપાય કરવો જોઈએ.
તો આજે આ લેખમાં અમે તમને અમુક એવા ઉપાય જણાવશું જેને જાણીને અને તે ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. આ ઉપાયથી તમારું ખર્ચ થતું ધન અટકશે. પરંતુ આ ઉપાય શુક્રવારના દિવસે કરવો જોઈએ. તો ચાલો જાણીએ શું છે એ ઉપાય, જેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થશે. સૌથી પહેલો ઉપાય છે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની સ્તુતિ : શુક્રવારના દિવસે સૌથી પહેલા તો માતા લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ, સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ માતા લક્ષ્મીની સ્તુતિ કરવાની અને તેના ફોટાની સામે દીવો કરવાનો. સ્તુતિ થઇ ગયા બાદ ભગવાન વિષ્ણુજીના નામનો પણ જાપ કરવાનો. તેનાથી લક્ષ્મીજીનો વાસ તો થશે, પરંતુ સાથે સાથે ઘરમાં લક્ષ્મીજીનું આગમન પણ થશે.
આ વસ્તુનું કરો દાન : શુક્ર ગ્રહ માટે હીર, ચાંદી, ચોખા, મીસરી, સફેદ કાપડ, દહીં, સફેદ ચંદન વગેરે વસ્તુનું દાન કરવું શુક્રવારે શુભ માનવામાં આવે છે. કોઈ ગરીબ વ્યક્તિ અથવા મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ.
પરણિત મહિલાઓને ભોજન કરાવવું જોઈએ : શુક્રવારના દિવસે કોઈ પરણિત મહિલાને શણગારનો સામાન દાન કરવો જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તો બીજી બાજુ વ્રત રાખો તો રાત્રે પરણિત સ્ત્રીને ભોજન કરાવવું જોઈએ. લાલ કપડાં પહેરવા : દેવી લક્ષ્મીને સૌથી વધારે લાલ રંગ પસંદ છે. એટલા માટે તમે તેણે પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે લાલ વસ્ત્ર ધરણ કરીને ઘરમાં પૂજા સ્થાનને લાલ ફૂલ વડે શણગાર કરો. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધી અને એશ્વર્યમાં વધારો થાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપાય માત્ર શુક્રવારના દિવસે જ કરવાનો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google