મિત્રો શેર બજારમાં જયારે કોઈની કિસ્મત ચમકે છે ત્યારે તે વ્યક્તિ રાતોરાત માલામાલ થઇ જાય છે. જયારે લોકો એ જાણવા પણ માંગે છે વર્ષ 2023 માં ક્યાં IPO ભરવાથી વધુ નફો થશે. ચાલો તો આ IPO વિશે વિસ્તારથી જાણી લઈએ. શેર બજારમાં આ વર્ષે એટલે કે 2022માં ઘણી કંપનીઓ પોતાના આઇપીઓ લઈને આવી છે. તેમાથી અમુક આઇપીઓએ રોકાણકારોને નિરાશ તો કર્યા તો ઘણા આઇપીઓ એવા પણ છે જમણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો તમે પણ આઇપીઓમાં રોકાણ કરવા ઇચ્છતા હોય અને હજુ સુધી ન કરી શક્યા હોય તો નિરાશ ન થાવ.
હવે તમને આવતા વર્ષે એટલે કે, 2023માં એવી ઘણી તક મળવાની છે વર્ષ 2023માં ઘણી મોટી કંપનીઓ પોતાના આઇપીઓ બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. એવામાં તમારી પાસે કમાણી કરવાની શાનદાર તક રહેશે. જો તમે આઇપીઓમાં રોકાણ કરવા માંગતા હોય તો અત્યારથી રુપિયાનું બંદોબસ્ત કરી લો. આવો તમને જણાવી કે આવતા વર્ષે કઈ-કઈ કંપનીઓ પોતાનો આઇપીઓ લાવી શકે છે.1) ઓયો:- આ લિસ્ટમાં પહેલા નંબર પર છે ઓરાવેલ સ્ટેજ, જેને ઓયોના નામથી પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓયો વર્ષ 2023ની શરૂઆતમાં જ પોતાનો આઇપીઓ લાવવાની તૈયારીમાં લાગી ગયી છે. અત્યારે કંપની પાસે ભારત સહિત વિદેશોમાં 1,57,000 થી વધારે હોટલ સ્ટોરફ્રંટ્સ ના સૌથી મોટા ફૂટપ્રિન્ટ છે. કંપની 35 દેશોમાં પોતાના ભાગીદારો અને ગ્રાહકોને 40થી વધુ ઉત્પાદો અને સેવાઓ પેશ કરે છે.
2) કંપનીએ વર્ષ 2021ના ઓક્ટોબરમાં પોતાના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાયર કર્યા હતા અને 2022માં પોતાનો આઇપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી હતી. જોકે, પછીથી ઓયોએ પોતાના આઇપીઓને સ્થગિત કરી દીધો હતો. હવે કંપની આવતા વર્ષે ફરીથી પોતાનો આઇપીઓ લોંચ કરવાની તૈયારી કરી રહી છે.3) બાયજૂસ:- ઓનલાઈન એજુકેશન પ્રોવાઇડર અને દેશની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપ કંપની બાયજૂસ પણ પોતાનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, કંપનીમાં હજુ 50 મિલીયનથી વધુ રજિસ્ટર્ડ છાત્ર છે. પાછલા પાંચ વર્ષોમાં બાયજૂસે ઝડપથી તરક્કી કરી છે કંપનીના પાછલા ત્રણ વર્ષોમાં કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 21.2 ટકા રહ્યો છે. તેમજ વિતેલા વર્ષ 2022માં કંપનીએ rs. 100 બિલિયનનો ગ્રોસ રેવેન્યુ મેળવ્યો છે. બાયજૂસ વર્ષ 2023માં પોતાનો આઇપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. બાયજૂસના આઇપીઓની રાહ ઘણા લોકો જોઈ રહ્યા છે. આ આઇપીઓ વર્ષ 2023ના મોટા આઇપીઓ માંથી એક હશે.
4) સ્વીગી:- આવનાર આઇપીઓ લિસ્ટમાં હવે નંબર સ્વીગીનો છે. સ્વીગી એક ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ છે. વર્ષ 2014માં બેંગલોરથી તેની શરૂઆત થઈ હતી. હાલના સમયમાં ભારતના 500થી વધુ શહેરોમાં કામ કરી રહી છે. કંપની ફૂડ ડિલિવરી સિવાય સ્વીગી ઇન્સ્ટામાર્ટ અને જીની દ્વારા કરિયાણાનો સામાન અને પેકેજ ડિલિવરી કરે છે. અત્યારે કંપનીની 1 લાખ 50 હજારથી વધારે રેસ્ટોરન્ટ સાથે સાજેદારી છે. તેની સાથે 260 હજારથી વધારે ડિલિવરી કરાવનારાનો એક મોટું નેટવર્ક છે.5) ગો-ફર્સ્ટ:- મીડિયા રિપોર્ટ મુજબ, ઘરેલુ વિમાનન કંપની ગો-ફર્સ્ટ પણ વર્ષ 2023માં પોતાનો આઇપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આઇપીઓ દ્વારા 3600 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. કંપની માટે આઇપીઓ ઘણો મહત્વનો બનવાનો છે. ગો ફર્સ્ટને પહેલા ગો એરના નામથી ઓળખવામાં આવતું હતું. કંપની વર્ષ 2005માં સ્થાપિત થઈ હતી. પાછલા ત્રણ વર્ષોમાં તેનું રાજસ્વ 16.4 ટકા સીએજીઆરથી વધ્યું છે.
6) હોસાના કન્ઝ્યૂમર:- આ સૂચિમાં પાંચમી કંપની હોસાના કન્ઝ્યૂમર છે. તેને મામાઅર્થના નામે પણ ઓળખવામાં આવે છે. કંપની બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ બનાવે છે. વર્ષ 2016માં તેને બેબી કેર બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી. મામાઅર્થ હવે એક સૌંદર્ય અને સ્કીનકેર બ્રાન્ડ છે. કંપની પોતાની પ્રોડક્ટસને ઓનલાઈન અને ઓફલાઇન બંને જગ્યાએ વહેંચે છે. કંપનીએ વિતેલા વર્ષ 2022માં પણ નફો કર્યો છે. કંપની 2023માં પોતાનો આઇપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી