ફક્ત 1 રૂપિયા વાળો શેર થયો 1900 રૂપિયા પાર, 10 હજારનું રોકાણ કરવા વાળા બની ગયા કરોડોપતિ… જાણો માલામાલ કરી દેતા આ શેરની સંપૂર્ણ માહિતી….

મિત્રો દરેક લોકો પોતાની કિસ્મત શેર બજારમાં અજમાવવા માંગે છે. પણ ઘણા લોકોને તેમાં નિષ્ફળતા મળે છે. જયારે કેટલાક લોકો તો માલામાલ થઇ જાય છે. જયારે કોઈ શેરની કિંમત ડબલ થી પણ વધી જાય ત્યારે શેર બજારમાં સફળ થયાનો આનંદ થાય છે. આજે અમે તમને આ લેખમાં એક એવા શેર વિશે જણાવીશું જેમાં માત્ર 1 રૂપિયા વાળો શેર 1900 ને પાર કરી ગયો છે. જયારે જે લોકોએ આમાં દસ હજારથી વધુ રોકાણ કર્યું છે તેઓ તો કરોડપતિ બની ગયાં છે.

શેર બજાર ઉતાર-ચડાવ ભરેલું કારોબાર હોવા છતા લોકો તેમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય છે. તેનું કારણ પણ છે…કારણ કે ક્યારે ક્યો સ્ટોક તેમને આસમાને પહોંચાડી દે તે કહી શકાતું નથી. એવા ઘણા શેર બજારમાં રહેલા છે, જેમણે લોંગ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ કર્યા છે. એવો જ એક સ્ટોક છે કોટક મહિન્દ્રા બેન્કનો શેર…20 વર્ષમાં તેને પોતાના ઈન્વેસ્ટર્સને કરોડપતિ બનાવવાનું કામ કર્યું છે. 20 વર્ષમાં આટલી વધી શેરની કિંમત:- કોટક મહિન્દ્રા બેન્કના શેરે પોતાના ઈન્વેસ્ટર્સને કેવી રીતે માલામાલ કર્યા, તેનો અંદાજો લગભગ 20 વર્ષમાં તેની કિંમતમાં આવેલા ઉછાળાને જોઈને લગાડી શકાય છે. આંકડાને જોઈએ 2001-02માં કોટક મહિન્દ્રા સ્ટોકની પ્રાઇસ લગભગ 1.70 રૂપિયા હતી, પરંતુ 2022 ના છેલ્લા મહિનામાં તે પોતાના રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપતા 1934 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. 

એક્સપર્ટ આપી રહ્યા છે બાય રેટિંગ:- બીજા શબ્દોમાં કહીએ તો, જે રોકાણકારે 20 વર્ષ પહેલા 1 લાખ રુપિયાનું રોકાણ લાંબી અવધી માટે કર્યું હશે, તે આજે વધીને 11 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું હશે. એટલે કે કોટક મહિન્દ્રાના શેર લોંગ ટર્મમાં ઈન્વેસ્ટર્સને કરોડપતિ બનાવનાર સાબિત થયા છે. તેના શેરને લઈને માર્કેટ એક્સપર્ટની સલાહ પણ સકારાત્મક છે અને તે તેમાં હજુ તેજી આવવાની આશા જણાવતા તેને બાય રેટિંગ આપી રહ્યા છે. 

વિતેલા 10 વર્ષોમાં આમ વધતી ગયી કિંમત:- 

  • 2 નવેમ્બર 2012- 306 
  • 1 નવેમ્બર 2013- 376 
  • 7 નવેમ્બર 2014- 561 
  • 13 નવેમ્બર 2015- 676 
  • 18 નવેમ્બર 2016- 779 
  • 17 નવેમ્બર 2017- 1023 
  • 9 નવેમ્બર 2018- 1135 
  • 22 નવેમ્બર 2019- 1569 
  • 20 નવેમ્બર 2020- 1889 
  • 12 નવેમ્બર 2021- 2074 

5 નવેમ્બર 2022- 1934બજારના પછડાટ વચ્ચે સ્ટોકમાં તેજી:- સોમવારના રોજ સ્ટોક માર્કેટની શરૂઆત પછડાટ સાથે થઈ હતી અને બંને ઇંડેક્સ કારોબારના અંતમાં લાલ નિશાન પર બંધ થયા હતા. આખો દિવસ ઉતાર-ચડાવ ભર્યા કારોબાર પછી અંતમાં બીએસઇના 30 શેરો વાળું સેન્સેક્સ 33.9 અંક એટલે કે, 0.05 ટકાની સામાન્ય પછડાટ સાથે 62,834.60 અંક પર બંધ થયો. જ્યારે એનએસઇનો નિફ્ટી 4.95 અંક એટલે કે, 0.03 ટકા તૂટીને 18,701.05ના લેવલ પર ક્લોઝ થયો. આ પછડાટ વચ્ચે કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં તેજી જોવા મળી અને તેની કિંમત 3.05 રૂપિયાની વધતી સાથે 1,933.85 રૂપિયા થઈ ગયી. 

સપ્ટેમ્બર ત્રિમાસીમાં 27% વધ્યો પ્રોફિટ:- કોટક મહિન્દ્રા બેન્ક એક ફાઈનાન્શિયલ સર્વિસ ગ્રુપ છે, જે રિટેલ બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને સ્ટોક બ્રોકિંગ સહિત અન્ય સેવાઓ આપે છે. વિતેલા દિવસોમાં બેન્ક તરફથી જણાવવામાં આવેલા ત્રિમાસિક પરિણામો જોઈએ તો, કોટક મહિન્દ્રા બેન્કનો નેટ પ્રોફિટ ચાલુ વર્ષમાં સપ્ટેમ્બર ત્રિમાસીમાં લગભગ 27% વધીને 2,581 કરોડ રૂપિયા થઈ ગયો. તેની સાથે જ બેન્કની આવકમાં પણ વધતી જોવા મળી છે અને તે વિતેલા વર્ષની સમાન ત્રિમાસીમાં 8,408 રૂપિયાથી વધીને 10,047 કરોડ રૂપિયા થઈ ગયા.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment