દીકરીની આ હરકત માટે પિતાએ ખુદે જ લગાવ્યો દીકરીના રૂમમાં કેમેરો….. રેકોર્ડ જોઇને માતાપિતા પણ રહી ગયા દંગ

આજે અમે એક 15 વર્ષની છોકરીની એવી ઘટના જણાવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે. રાત્રે એક વાર તેના પિતાએ તેના રૂમમાં કેમેરા લગાવ્યા તો જે સામે આવ્યું તે ખુબ જ વિચિત્ર હતું. આ છોકરીની જે હરકતો કેમેરેમાં કેદ થઇ તેને જોઇને તેના માતાપિતા પણ દંગ રહી ગયા હતા. જાણો આખી ઘટના.

વાત છે વર્ષ 2018 ની. એક છોકરી કે જેનું નામ છે “કેથી”. એક દીવસ “કેથી” રોજની જેમ પોતાના રૂમમાં સુઈ ગઈ હતી. પરંતુ સવાર થતા તેના માતાપિતાએ એક વાત નોટીસ કરી કે કેથીના શરીર પર વાગ્યાના નિશાન જોવા મળે છે. જે કેથીના શરીર પર ન હોવા જોઈએ. રાતોરાત તે નિશાન બની ગયા હતા. તેથી કેથીના માતાપિતા કેથીને પૂછે છે કે આખરે આ નિશાન કંઈ રીતે પડ્યા ? તો મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે કેથીને ખુદને પણ ખબર ન હતી કે તે નિશાન કંઈ રીતે બન્યા હતા.

 

આ વાતને તેઓ ત્યારે ટાળી દે છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કેથી સવારે ઉઠતી ત્યારે તેના શરીરમાં હતા તેના કરતા પણ મોટા મોટા નિશાન બનવા લાગ્યા. હવે કેથીના માતાપિતાને કેથીની ચિંતા સતાવવા લાગી. પરંતુ દોઢ અઠવાડિયા બાદ તેના શરીર પરના નિશાન ગાયબ થઇ ગયા અને ત્યાર બાદ કેથી પોતાની શાળાના સમર કેમ્પમાં જતી રહી. પરંતુ જ્યારે તે કેમ્પમાં રાત્રે સુતી અને સવારે ઉઠી ત્યારે શાળાના શિક્ષકો બધા હેરાન રહી ગયા. કારણ કે કેથીના શરીરમાં ફરી પાછા વાગ્યાના નિશાન આવી જતા હતા.

કેથીના શરીર પર વાગ્યાના નિશાન જોઇને શાળાના શિક્ષકો પણ ચિંતામાં મુકાઈ ગયા અને તેણે કેથીના માતાપિતાને કંઈ પણ જણાવ્યા વગર સમાજ સેવાનો સંપર્ક કર્યો અને તેને બોલાવ્યા. કારણ કે શાળાના શિક્ષકોને એવું લાગ્યું કે કેથીના માતાપિતા કેથી પર આ અત્યાચાર કરી રહ્યા છે તેને ટોર્ચર કરી રહ્યા છે.

પરંતુ બીજી બાજુ આ વાતને લઈને કેથીના માતાપિતા પણ ખુબ જ ચિંતિત હતા. કેથીના માતાપિતાએ કેથીને ડોક્ટર પાસે લઇ જવાનું નક્કી કર્યું. પણ જેવા તેઓ બહાર ગયા કે ત્યાં સમાજ સેવાના કાર્યકારો પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે તમે તમારી પૂત્રી કેથી પર અત્યાચાર કરો છો, તેવો અમને શાળાએથી ફોન આવ્યો હતો. જ્યારે કેથીના માતાપિતા પણ હેરાન હતા કે તેની પાછળનું કારણ શું છે. પરંતુ સમાજ સેવાના સભ્યોએ કંઈ સાંભળ્યું નહિ અને તેના પર એટલા એલીગેશન લગાવ્યા કે બીજે દિવસે પોલીસ આવીને કેથીના માતાપિતાને લઇ ગઈ.

પરંતુ કેથીએ પોલીસને સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે મારા માતાપિતા મારા પર કોઈ અત્યાચાર નથી કરી રહ્યા તે બિલકુલ નિર્દોષ છે. ત્યાર બાદ પોલીસે તેના માતાપિતાને છોડી દીધા. પરંતુ મિત્રો હજુ પણ લોકોને સમાજ સેવકો કેથીના માતા પિતાને એક દોષીની નજરે જોતા હતા. કારણ કે કોઈને પણ ખબર ન હતી કે કેથીના શરીર પર નિશાન કંઈ રીતે આવી રહ્યા છે. ડોક્ટરને પણ દેખાડ્યું પરંતુ ડોક્ટર પણ તેનું કારણ જાણવામાં અસફળ રહ્યા.

સમાજ સેવાના કાર્યકર્તાઓ કેથીના પિતાની ઓફિસે જઈને તેને પૂછતાછ કરવા લાગ્યા. ત્યાર બાદ કેથીના પિતાને નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા અને તે બેરોજગાર થઇ ગયા. પરંતુ એક દિવસ કેથીના પિતાના મગજમાં એક વિચાર આવ્યો અને તે બજારમાંથી એક કેમેરો ખરીદી લાવ્યા. કેથી સુઈ ગઈ ત્યાર બાદ તેમણે કેમેરાને રેકોર્ડીંગ મોડ પર લગાવી દીધો અને તે પણ કારણ મળી જશે તેવી આશાથી સુઈ ગયા.

સવાર થતા જ કેથીના શરીર પર ફરી પાછા વાગ્યાના નિશાન બની ગયા હતા. ત્યાર બાદ કેથીના પિતાએ કેમેરાને ટીવી સાથે કનેક્ટ કર્યો અને રેકોર્ડીંગ જોવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે તે જોયું, જે જોઈએ તેઓના રુવાડા ઉભા થઇ ગયા. તેમણે જોયું કે કેથી ઊંઘમાં ચાલતી તો હતી પણ તેની સાથે સાથે વિચિત્ર હરકતો પણ કરતી હતી. જેમ કે પોતાના શરીરને ખેંચવું, જમીન પર આળોટવું, પછડાવું વગેરે જેવી હરકતો ઊંઘમાં કરતી હતી અને પોતાને નુકશાન પહોંચાડી રહી હતી.

કેથીના માતાપિતા આ જોઇને ખુબ ડરી ગયા.ત્યાર બાદ કેથીના માતાપિતાએ તે રેકોર્ડીંગ સમાજ સેવાના કાર્યકર્તાઓને પણ બાતાવ્યું અને ત્યાર બાદ તેમના પર જેટલા આરોપો લગાવ્યા હતા તે દુર થઇ ગયા અને  કેથીના માતાપિતાએ એક સ્લીપ સ્પેશીયાલીસ્ટ પાસે કેથીની સારવાર શરૂ કરાવી.

તે સારવાર બાદ સામે આવ્યું કે કેથી યુટ્યુબ પર રાત્રે ડરાવના વિડીઓ જોતી હતી. તે હોરર વિડીયો જોવાની ખુબ શોખીન હતી. તેથી તે રોજ રાત્રે હોરર વિડીઓ જોઇને સુતી હતી. આ છોકરીને રોજે રાત્રે યુટ્યુબ પર વિડીઓ જોઇને સુવાની આદત હતી. જે હોરર વિડીયોનો સીધો પ્રભાવ તેના સબકોન્સીયસ માઈન્ડ પર પડતો હતો. ડોક્ટરનું એ કહેવું હતું કે આ એક એવો સ્લીપિંગ ડીસઓર્ડર છે કે જેમાં વ્યક્તિ જેવું જુવે છે તેવું સપનામાં કરે છે અને કેથી તે બધું ઊંઘમાં કરતી હતી. આ સમસ્યામાં આપણે એ પણ નથી વિચારી શકતા કે આપણે ઊંઘમાં શું કર્યું હતું.

મિત્રો આજકાલ લોકો યુટ્યુબના દીવાના થવા લાગ્યા છે. અમુક લોકોને તો એટલી આદત હોય છે કે રાત્રે યુટ્યુબ પર વિડીઓ જોઇને જ સુતા હોય છે. પરંતુ આ લેખ વાંચ્યા બાદ તમે ક્યારેય સુતા પહેલા સતત એક પ્રકારના વિડીયો નહિ જુઓ.

તો મિત્રો આ રીતે જો તમે યુટ્યુબ પર લાંબા સમય સુધી સતત રાત્રે કોઈ એક જ પ્રકારના વિડીઓ જોઇને સુવો છો, તો તમને પણ આવો સ્લીપિંગ ડિસઓર્ડેર થવાની સંભાવના વધી જાય છે. માટે તે આદત કાઢી નાખવી જોઈએ. અને જો બાળકો ને મોડી રાત્રી સુધી ફોને આપતા હોવ તો તે ફોને માં શું જુએ છે તેનું ખાસ દયાન રાખજો.આ લેખ તમને કેવો લાગ્યો તેમજ તમે રાત્રે મોડે સુધી યુટ્યુબ જોવો છો કે નહિ તે કોમેન્ટ કરજો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

1 thought on “દીકરીની આ હરકત માટે પિતાએ ખુદે જ લગાવ્યો દીકરીના રૂમમાં કેમેરો….. રેકોર્ડ જોઇને માતાપિતા પણ રહી ગયા દંગ”

Leave a Comment