નવી નવી કાર શીખતા લોકોને કારની અંદરની માહિતી વધારે હોતી નથી. તેથી આજે આ લેખમાં આપણે ગિયરને લગતી સંપૂર્ણ માહિતી વિશે જાણીશું. ટ્રાન્સમિશનના અલગ અલગ પ્રકાર આવે છે. પરંતુ તેમાં બે મુખ્ય પ્રકાર છે. પહેલું છે મેન્યુઅલ ટ્રાન્સમિશન અને બીજું છે ઓટોમેટીક ટ્રાન્સમિશન. મિત્રો ટ્રાન્સમિશન એટલે એન્જિનના પાવરને તેના ટાયર સુધી લઈ જવા માટેનું જે ડિવાઈસ હોય છે, તેને ટ્રાન્સમિશન કહેવાય છે અથવા તેને સાદી ભાષામાં ગિયર બોક્સ પણ કહેવાય છે. આપણે ત્યાં મોટાભાગે ગિયર બોક્સ કહેવામાં આવે છે.
જો મેન્યુઅલ ટ્રાન્સમિશનની વાત કરીએ તો, જ્યારથી ગાડી આ દુનિયામાં અસ્તિત્વમાં આવી ત્યારથી મેન્યુઅલ ટ્રાન્સમિશન સૌથી પ્રખ્યાત છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં સૌથી પહેલાં ગાડીનો ક્લચ કરવાનો હોય છે, ત્યારબાદ ગાડીને ગિયરમાં નાખવાની હોય છે. એટલે કે ગાડીને ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર એવી રીતે તેની પ્રોસેસ કરવાની હોય છે અને ટોપ ગિયર સુધી ટ્રાન્સમીશન કરવાનું હોય છે, પછી ગાડી એકદમ ફ્રી ચાલે છે.
મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી ગાડી કોને લેવી જોઈએ અને કોને ન લેવી ?:- ( 1 ) તમને મેન્યુઅલ ગાડી ચલાવવાની ગમતી હોય, અથવા તમને એમ લાગતું હોય કે, ગાડીને તમે સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકશો એવો તમને આત્મવિશ્વાસ હોય, ક્યારે કયો ગિયર પાડવો તે તમારા નિયંત્રણમાં હોય તો તમારે મેન્યુઅલ ગિયર વાળી ગાડી જરૂર ખરીદવી જોઈએ. કારણ કે, ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ગિયરનું નિયંત્રણ તમારા હાથમાં નથી હોતું, તે સ્પીડ પર આધાર રાખે છે. પરંતુ ઘણા લોકો મેન્યુઅલ ગિયર બોક્સ વાળી ગાડી જ પસંદ કરે છે. કેમ કે તેને સ્પિડ અને ગાડીનું સંપૂર્ણ પોતાના કંટ્રોલમાં રાખવું પસંદ હોય છે.
( 2 ) કેટલીક વાર ઓટોમેટિક વેરિયન્ટ કાર કરતાં મેન્યુઅલ વેરિયન્ટમાં ગાડી સસ્તા ભાવમાં આવે છે, જો તમારું ગાડી ખરીદવાનું બજેટ ઓછું હોય, અને ઓટોમેટિક વેરિયન્ટ લેવાનો તમને કોઈ ખાસ શોખ ન હોય તો, તમે મેન્યુઅલ વેરિયન્ટ લઈ શકો છો. મેન્યુઅલ ગિયર બોક્સ વાળી ગાડી કરતા ઓટો ગિયર બોક્સ વાળી કાર વધુ મોંઘી હોય છે. અને તેની એવરેજ પણ મેન્યુઅલ ગિયર બોક્સ કર્યા ઓછી હોય છે.
મેન્યુઅલ ગાડી કોને ન લેવી જોઈએ ? :- ( 1 ) જે લોકોને ટ્રાફિક એરિયામાં અને સીટી એરિયામાં ગાડી વધુ ચલાવવી પડતી હોય તેઓએ મેન્યુઅલ ગાડી ખરીદવાનો આગ્રહ ન રાખવો જોઈએ. ટ્રાફિક વાળા એરિયામાં બે થી ત્રણ કલાક જો ગાડી ચલાવવાની થાય તો ડ્રાઇવર ગિયર ચેન્જ કરી કરીને કંટાળી જાય અને તમે ચલાવતા હો તો તમે પણ એક સમયે કંટાળો અનુભવી શકો. આવી સ્થિતિમાં તમારા માટે મેન્યુઅલ કરતા ઓટોમેટીક ટ્રાન્સમિશન વાળી એટલે કે ઓટો ગિયર બોક્સ વાળી ગાડી ખરીદવી વધુ યોગ્ય રહે છે.
( 2 ) કેટલીક વાર ઘણા લોકોને ગિયર બદલવામાં બહુ સારું જજમેંટ નથી આવતું, કે કેટલી સ્પિડમાં કયો ગિયર બદલાવો અને ક્યાં ગિયરમાં ગાડી ચલાવવી. ઘણીવાર મહિલાઓમાં પણ આવી તકલીફ જોવા મળે છે, તો તે લોકોએ ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળી ગાડી જરૂર ટ્રાય કરવી જોઈએ, તેનાથી ગિયર બદલવાની માથાકૂટ નહિ થાય અને તમારે ગિયર બદલાવનું ધ્યાન પણ નહિ રાખવું પડે. તમે નિશ્વિત થઈને કાર ચલાવી શકો.
ઓટોમેટિક ટ્રાન્સમિશન : IMT અને AMT (સેમી) :- ગાડીઓની જેમ સમય જતા ઓટોમેટિક ગિયર સિસ્ટમમાં પણ અનેક બદલાવ અને નવીનીકરણ આવ્યા. તેમાંના અમુક ઓટોમેટિક ગિયર સિસ્ટમ તો, મેન્યુઅલ ગિયરમાં નાનકડા ફેરફાર કરીને બનાવવામાં આવેલા છે, જેને સંપૂર્ણ રીતે ઓટોમેટીક ટ્રાન્સમિશન ન કહી શકાય. પરંતુ આપણે સમજવા માટે તેને સેમી ઓટોમેટીક ટ્રાન્સમિશન કહી શકીએ.
IMT – ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન :- હમણાં તાજેતરમાં જ આ સિસ્ટમ નવી નવી જ લોન્ચ થયી છે અને માર્કેટમાં આવી છે. આ IMT નામ અનુસાર સંપૂર્ણ ઓટોમેટિક તો ન કહી શકીએ, પરંતુ સેમી ઓટોમેટિક કહી શકાય. આ કારમાં પગમાં ક્લચ નથી આવતો પરંતુ ગિયર બોક્સ હોય છે. મતલબ કે, તમારે ક્લચ વગર ગિયર બદલવાના હોય છે આ કારમાં. માટે આ કારને સંપૂર્ણ ઓટોમેટિક ન કહી શકીએ. કિયા સોનેટ, હ્યુન્ડાઇ વેન્યુ, ન્યુ જનરેશન હ્યુન્ડાઇ i-20. આ બધી ગાડીઓમાં IMT – ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવવા લાગ્યા છે. જેને આપણે ઉદાહરણના સંદર્ભે લઈ શકીએ.
AMT ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન :- AMT નામની આ સિસ્ટમમાં તમે ઓટોમેટિક જેવી જ કાર ચલાવવાની મજા લઈ શકો છો. તે કારમાં ગિયર કે ક્લચ કશું આવતું નથી. ફક્ત એ કારને તમે ડ્રાઈવ મોડમાં નાખી દો અને એકસીલેટર દબાવો એટલે કે લિવર આપો એટલે કાર ચાલવા લાગે. ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન કારને એકદમ સરળ રીતે ચલાવી શકાય છે, પરંતુ આ કારમાં અમુક પ્રોબ્લેમ છે, તો તેના વિશે પણ જાણી લઈએ.આ કારમાં એ પ્રોબ્લેમ છે કે, AMT માં સ્પીડ પ્રમાણે ગિયર બદલાય છે એટલે કે, તેમાં સ્પીડ પ્રમાણે ગિયર સેટ કરેલ હોય છે. ફર્સ્ટ ગિયર આટલી સ્પીડ પર, સેકન્ડ ગિયર આટલી સ્પીડ પર વગેરે વગરે. તેમાં જ્યાં સુધી સીધો અને પ્લેન રસ્તો હોય ત્યાં સુધી ગાડી એકદમ મસ્ત ચાલે છે અને ગિયર પણ કમ્ફર્ટ રહે છે. પરંતુ ઘણી વખત ઢાળ ચડવામાં અને ઢાળ ઉતરવામાં ગાડી બરોબર જજમેંટ નથી લઈ શકતી અને મુશ્કેલી થાય છે. ગાડી ઘણી વાર ધીમી ચલાવતા સમયે પણ વધુ અવાજ કરે છે અને ઓટો ગિયર જજમેન્ટ નથી લઈ શકતું.
પરંતુ તમને જણાવી દઈએ કે જે કાર ફુલ્લી ઓટોમેટીક આવે છે તેના કરતાં આ ગાડીઓ ભાવમાં સસ્તી છે. જેથી તમે તમારા બજેટ પ્રમાણે ઓછા પૈસામાં ઓટોમેટીક ગિયરની મજા માણી શકો છો. તો, આવો હવે જાણીશું ફુલ્લી ઓટોમેટિક ગાડીઓ વિશેની સંપૂર્ણ માહિતી.
ફૂલી ઓટોમેટિક ટ્રાન્સમિશન :- CVT – DVT –
CVT – કન્ટીન્યુસ વેરિયેબલ ટ્રાન્સમિશન:- આ વેરિયન્ટ ગિયર બોક્સ વગર જ હોય છે. આમાં બે ચક્ર આવે છે- એક ચક્ર એન્જિન સાથે કનેકટ કરેલું હોય છે અને બીજું ચક્ર ટાયર સાથે કનેક્ટેડ હોય છે. અને આ બંને ચક્રોને જોડતો એક પટ્ટો હોય છે, જેના આધારે આ ગિયર બોક્સ કામ કરે છે. હાઇ ગિયર અને લો ગિયર બદલવા આ જે ચક્રો હોય છે તે સાંકડા અને પહોળા થાય છે. જેના આધારે ગિયર બદલાય છે અને ગાડી આગળ વધે છે.
CVT પ્રકાર એ વધુ એવરેજ આપતું એક ટ્રાન્સમિશન છે. કારણ કે, તેની ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કે, તે પાવર અને પિકઅપ ભલે ઓછું જનરેટ કરે પણ માઇલેજ વધુ આપે છે. તેથી મોટાભાગના લોકોની પસંદગી આ CVT ટ્રાન્સમિશન હોય છે. રેનોલ્ટ કીગર, MG અસ્ટોર, હ્યુન્ડાઇ વર્ના, હોન્ડા જાસ. વગેરે મોડલની કાર તમને CVT માં મળી શકશે.
DVT-ડ્યુલ ક્લચ ટ્રાન્સમિશન:- DCT ટેકનોલોજી મોટાભાગે મોટી અને મોંઘી કારો કે, જેને હાઇ પરફોર્મન્સ આપવાનું હોય છે, તેમાં ઉપયોગમાં લેવાય છે. DCT ગાડીઓ પિકઅપ આપવામાં ખુબ પાવર ફૂલ અને દમદાર હોય છે. DCT ટ્રાન્સમિશન વાળી કાર ચલાવવામાં તમને ખુબ પાવરફૂલ હોવાનો અહેસાસ થાય છે. આ ગાડીનું મિકેનિજમ પણ ખુબ જ અફલાતુન હોય છે. આ કારની ગિયર સિસ્ટમને સમજવી પણ જરૂરી છે, તે નીચે પ્રમાણે જાણી શકાય છે.આ સિસ્ટમની કારમાં તમને બે ક્લચ આપ્યા હોય છે, તેમાં એક ક્લચમાં એકી સંખ્યા વાળા ગિયર માટે હોય છે, અને બીજા ક્લચમાં બેકી સંખ્યા વાળા ગિયર ચેન્જ કરવાના હોય છે. આ બંને ગિયર એક બીજાથી કામ કરવા માટે સ્વતંત્ર હોય છે. પણ આ બંને એક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
હવે જાણો કે આ કારમાં ગિયર કેમ બદલાય ?:- માનો કે, ગાડી ત્રીજા ગિયરમાં ચાલે છે, એટલે એકી સંખ્યા વાળા ક્લચ પર ત્રીજા ગિયરના ચક્ર પર ચાલતી હોય છે, તેથી ગાડીમાં લગાવેલ સેન્સર સિસ્ટમ એંજિનની સ્પીડ પરથી આગાહી કરે કે, હવે ગાડી ચોથા ગિયર તરફ જશે. જેથી બેકી સંખ્યા વાળો ક્લચ કે, જે ક્લચ અત્યાર સુધી ફ્રી હતો તે સમજી જશે કે, ગાડી ચોથા ગિયર તરફ આવતી દેખાય છે. તેથી તે પહેલેથી જ પોતાના ચક્રો બીજા, ચોથા કે છઠ્ઠા ગિયરમાંથી ફક્ત ચોથા ગિયરના ચક્રને સક્રિય કરે છે. અને ગાડી ગિયર ચેન્જ થાય છે.
બેકી સંખ્યાનો કલચ એક્ટિવ થતાં એકી સંખ્યાના ગિયર વાળો ક્લચ ઓટોમેટિક બંધ થઈ જશે. તેથી એક ક્લચ પર બધો લોડ પણ નહીં આવે. એટલે ગાડી પોતાની પિકઅપ પણ ઝડપથી લેશે અને ગાડી તાકાત વધુ કરી શકશે અને ગિયર પણ ક્ષણવારમાં જ બદલાઈ જશે. એટલે આ પાવરફૂલ ગિયર સિસ્ટમ મોટી ગાડીઓમાં વધુ જોવા મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી