મિત્રો શેર બજાર એક એવું બિઝનેસ સેન્ટર છે, જ્યાં દરરોજ ઉતાર ચઢાવ આવતા હોય છે. આમાં રોકાણ કરવાથી ક્યારેક તમારી કિસ્મત ચમકે છે તો ક્યારેક ખોટ પણ જાય છે. પણ જો તમારે શેર બજારમાંથી 10 ગણું નહિ, પણ 100 ગણું રીટર્ન મેળવવું હોય તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આજે અમે તમને આ લેખમાં તેની સંપૂર્ણ માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.
શેર માર્કેટમાં રોકાણ કરનાર દરેક રોકાણકારની એવી ઈચ્છા હોય છે કે, તેને મલ્ટીબિગર રીટર્ન મળે. મલ્ટીબિગર રીટર્ન એટલે કે, અગણિત રીટર્ન, માર્કેટમાં 10 બિગર શબ્દ ખુબ જ પ્રચલિત છે. તેનો અર્થ છે કે, રોકાણકારે 10 ગણું રીટર્ન મળવું. પણ 10 બિગરથી આગળ 100 બિગરનો રસ્તો ખુલેલો છે. એટલે કે રોકાણની રકમનું 100 ગણું રીટર્ન થવું. ભારતમાં 100 બિગર શેયર્સની કમી નથી. ઘણી એવી કંપની છે જે આ સ્તર સુધી પહોંચી છે. ઈન્ફોસીસ, ટાઈટન, એચડીએફસી બેંક, એશિયન પેન્ટ્સ સહિત ઘણા એવા શેર છે, જેમાં રોકાણકારની રકમ 100 ગણી થાય છે. ચાલો તો જાણી લઈએ 100 બિગર રીટર્ન મેળવવા માટેની રણનીતિ વિશે.
કંઈ કંપની આપશે મલ્ટી બેગર રીટર્ન:- મલ્ટીબિગર રીટર્ન એ કંપનીના શેરથી મળશે, જે સતત ગ્રો કરી રહી હોય. આ એક એવી કંપની છે જેના રાજસ્વમાં વૃદ્ધિ થઈ રહી છે. તેની કમાણી વધી રહી છે. તેનું માર્જીન વધી રહ્યું છે. તેની બજારમાં ભાગીદારી વધી રહી છે અને ખુબ જ જરૂરી છે કે, આ કંપની દરેક શેરની કમાણી વધી રહી છે. આ છેલ્લી વસ્તુ એટલે જરૂરી છે કારણ કે, શેરની કિંમત લાંબી અવધિમાં અર્નીગ્સ પર શેરને ફોલો કરે છે. આથી કોઈ પણ કંપનીનો ઈપીએસ ઉપર જાય છે. તો તે કંપનીના શેરની કિંમત પણ ઉપર જ જાય છે. કામ આવશે આ ફોર્મુલા:- આપણે થોડા વર્ષોમાં 1 ને 100 માં બદલવા માંગીએ છીએ. આ સૂત્રમાં R વાર્ષિક રીટર્ન અને T વર્ષને દર્શાવે છે. રોકાણકાર આ સુત્રને ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ રૂપે તમારે 30 વર્ષમાં પોતાના એક લાખને રૂપિયાને એક કરોડ બનાવવા છે, તો તમારે 16.6% વાર્ષિક રીટર્નની જરૂર પડશે.
આ સાથે જ તમે આ સૂત્રથી એ પણ જાણી શકો છો કે, એક નિશ્ચિત રીટર્ન પર પોતાની રકમને 100 ગણી કરવામાં તમને કટલો સમય લાગશે. જેમ કે જો તમને 12% રીટર્ન મળી રહ્યું છે તો તમારા એક લાખ રૂપિયા 40.6 વર્ષમાં એક કરોડ બની જશે. આ રીતે 15% વાર્ષિક રીટર્ન પર તમને પોતાના રોકાણને 100 ગણું કરવામાં 33 વર્ષ થશે. જયારે તમે 11 વર્ષોમાં પોતાના પૈસા 100 ગણા કરવા માંગો છો, તો તમને એક એવા રોકાણની ઓળખ કરવી પડશે જે આ અવધી દરમિયાન પ્રત્યેક વર્ષ 50% સુધી રીટર્ન આપે.
નાની કંપની પર નજર રાખો:- મોટી કંપનીની તુલનામાં નાની કંપનીઓ માટે 100 બિગર બનાવવા સરળ છે. કોઈ 2% બજાર ભાગીદારી વાળી કંપનીને પોતાની બજારની ભાગીદારીને બેગણી, ત્રણ ગણી, કરવી ખુબ સરળ છે. તે કંપનીની તુલનામાં જે 30% બજાર ભાગીદારી લઈને બેઠી છે કંપનીના લો બેઝના કારણે સરળ છે. તેનો અર્થ એ છે કે, તે કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેનું એમ-કેપ 5,000 કરોડથી ઓછું હોય અથવા 3000 કરોડથી પણ ઓછું હોય. ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે:- ક્રિસ્ટોફર મેયર દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર જાણવા મળ્યું છે કે, એક કંપનીને 100 બિગર બનાવવામાં લગભગ 26 વર્ષ લાગે છે. જેનો અર્થ એ છે કે, તમે ભલે જલ્દી રોકાણ કરવાનું શરુ કરી દો પણ તમે પોતાના 40 થી 50 ના દશકમાં હશો. જયારે તમે પોતાનું પહેલું 100 બિગર જોશો. એટલે કે તમારી સફળતામાં ધીરજ મહત્વપૂર્ણ છે. આ વાતની સંભાવના છે કે, રોકાણકારને આ રસ્તામાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળે.
ઉદાહરણ માટે એપલને લઈએ છીએ, આપણે તેને બજાર પુન્જીકરણના રૂપમાં ખુબ જ મોટી કંપની માનીએ છીએ. પણ છેલ્લા 20 વર્ષોમાં એપલની સવારી એક રોલર કોસ્ટર રહી છે. જેમાં સ્ટોક 40% ની ચાર અલગ અલગ ગિરાવટથી પસાર થાય છે. નેટફ્લીક્સ એક મહત્વપૂર્ણ ઉદાહરણ કંપનીએ એક જ દિવસમાં પોતાની વેલ્યુ 25% ખોઈ નાખી છે. માત્ર એક વખત નહિ ઇતિહાસમાં ચાર વખત એવું બન્યું છે. રોકાણકારે એક શેરને પસંદ કર્યા પછી લાંબા સમય સુધી સ્થિર રહેવું પડશે. જેનાથી મોટું રીટર્ન મળી શકે.
પ્રાઈસ અર્નીગ મલ્ટીપલ પર ધ્યાન આપો:- માત્ર એપીએસ વધારવું ઘણું નથી. વધતી પ્રાઈસ અર્નીગ મલ્ટીપલ પણ જરૂરી છે. એક પ્રાઈસ અર્નીગ મલ્ટીપલ અથવા પીઈ રેશ્યો માત્ર એટલું જ નથી બતાવતું કે, શેર કેટલો મોંઘો છે. જો કોઈ સ્ટોક અથવા કોઈ સેક્ટરનો લાંબો સમય અભ્યાસ કરે છે, જે એ વાત જાણે છે કે, આ કંપની અથવા સેક્ટર રોકાણકાર માટે કેટલું વેલ્યુએબલ છે. પીઈ રેશ્યો ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. સૌથી મોટી વાત એ છે કે, એક કંપનીની કમાણીની ક્ષમતામાં વૃદ્ધિ થવી જોઈએ. આ સામાન્ય રીતે તે ગ્રો કરી રહી છે અથવા નવી કંપનીઓમાં જોવામાં આવે છે. તે કંપનીઓ અને સેક્ટરની તપાસ કરો. જેના પીઈ મલ્ટીપલની ઉપર જવાની સંભાવના હોય.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી