અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🌍 વિશ્વના સૌથી સુરક્ષિત દેશો…. 🌍
💁 મિત્રો માણસ હોય કે જનાવર, દુનિયાની બધી જ માં પોતાના બાળકને એક સુરક્ષિત જગ્યા પર રાખાવનું પસંદ કરતી હોય છે અને દુનિયાના મોટા ભાગના માતાપિતા પોતાના બાળકોને સિક્યુરીટીમાં અને ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ સુરક્ષિત જગ્યા પર રાખવા માંગતા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેની સુરક્ષા માટે વિશ્વમાં સૌથી સારા ક્યાં દેશો છે. જેમાં દરેક લોકો ખુબ જ સુરક્ષિત રહી શકે અને તેના ભવિષ્ય પર પણ કોઈ ખતરો ન આવે. જાણો ક્યાં દેશો છે આ આર્ટીકલમાં….Image Source :
👩 દુનિયામાં ઘણા એવા દેશ છે જે દુનિયાના સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવશું દુનિયાના સૌથી સુરક્ષિત દેશો વિશે. જેના વિશે લગભગ તમે નહિ જાણ્યું હોય અને તે દેશોમાં તમે જાવ તો ત્યાં તમને પણ એક જ વારમાં ત્યાં રહી જવાનું મન થઇ જશે. તો દેશોને જાણવા માટે વાંચો આ લેખને આખો.
👩 સુરક્ષાની દ્રષ્ટીએ આઈસલેન્ડને યુરોપમાં જ નહિ પરંતુ આખી દુનિયાનો સૌથી સારો દેશ માનવામાં આવે છે. આઈસલેન્ડ દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં ગંભીર ગુનાઓની સંખ્યાની માત્રા આખા વર્ષ દરમિયાન એક થી બે જ જોવા મળે છે. અને ત્યાંની પોલીસ વિશે પણ એક ખાસ વસ્તુ છે કે ત્યાંની પોલીસ પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર નથી હોતું. કેમ કે ત્યાંના લોકો ખુબ જ શાંતિ પ્રિય માનવામાં આવે છે. આઈસલેન્ડમાં તેની ખુદની આર્મી પણ નથી અને ત્યાં યુદ્ધ થવાનો પણ કોઈને ભય નથી.Image Source :
👩✈️ બીજા નબંર પર આવે છે ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડ પૃથ્વીના દક્ષીણ ભાગમાં હોવાથી તે બીજા દેશોથી ખુબ જ દુર છે. જેના કારણે બીજા દેશોનું ત્યાં આવવું ખુબ જ મુશ્કેલ છે. ન્યુઝીલેન્ડમાં લોકોના સ્વાસ્થ્ય, નોકરી અને લોકોની સેફ્ટીને ખુબ જ મહત્વ દેવામાં આવે છે. ત્યાં રહેતા દરેલ લોકો પોતાની જાતને ખુબ જ સુરક્ષિત પણ માને છે. ત્યાંના માહોલ પણ ખુબ જ નેચરલ અને સૌંદર્ય સભર છે. એટલા માટે ન્યુઝીલેન્ડ રહેવા માટે ખુબ જ સારો દેશ છે.Image Source :
👩✈️ ત્રણ નબર પર આવે છે મધ્ય યુરોપમાં ઓસ્ટ્રીયા. આ દેશ એટલો શાંતિપ્રિય છે કે એક સમય દરમિયાન ઓસ્ટ્રીયા દેશે ઘોષના કરી હતી કે જો બે દેશ વચ્ચે કોઈ પણ યુદ્ધ થશે તો ઓસ્ટ્રીયા કોઈનો પણ સાથ નહિ આપે. આ દેશની કોઈ પણ દેશ સાથે દુશ્મની નથી એટલા માટે આ દેશમાં ક્યારેય યુદ્ધ થવાની સંભવાના નથી અને આ દેશને પાડોશી દેશો પણ ખુબ જ સહકાર આપે છે. એટલા માટે ત્યાં રહેવું પણ ખુબ સુરક્ષિત છે. તેના સિવાય આ દેશમાં ક્રાઈમની માત્રા બીજા દેશો કરતા ખુબ જ ઓછી થાય છે.Image Source :
👩⚖️ નંબર ચાર પર આવે છે પોર્ટુગલ. સામાન્ય રીતે જ પોર્ટુગલમાં ક્રાઈમની માત્રા ખુબ જ ઓછી છે અને ત્યાં થતા ગુનામાં લગભગ 80% ગુના પરિવાર અથવા પાડોશી વચ્ચે જ થાય છે. પોર્ટુગલના રસ્તાઓને પણ ખુબ જ સુરક્ષિત ગણવામાં આવે છે. કારણ કે ત્યાં છોકરી રાત્રે બે વાગ્યાના સમયે પણ ઘરની બહાર સુરક્ષિત રીતે ફરી શકે છે
👩⚖️ નંબર પાંચ ઉપર આવે છે ડેન્માર્ક. ડેન્માર્કમાં લોકોની સુરક્ષાને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. અને ત્યાં ક્રાઈમ અને કરપ્શનની માત્રા બીજા દેશો કરતા ખુબ જ ઓછી થાય છે.
👩⚖️ ત્યારપછી આવે છે કેનેડા,ચિકૃપબ્લીક, સિંગાપોર, આયર્લેન્ડ, સ્વિઝરલેન્ડનું નામ આવે છે. આ બધા દેશો વિશ્વના બીજા દેશો કરતા ખુબ જ સેફ માનવામાં આવે છે. આ બધા દેશો સુરક્ષિત છે તેવું આખી દુનિયાનો સર્વે કર્યા બાદ આ બધા દેશોના નામ આવ્યા. જ્યાં તમે ખુબ જ સુરક્ષિત રહી શકો.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી