અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
📵 શર્ટ કે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાનો મતલબ છે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું… 📵
📵 મિત્રો આજકાલ કોઈ એવી વ્યક્તિ શોધવી મૂશ્કેલ છે કે જે મોબાઈલનો ઉપયોગ ન કરતી હોય. લગભગ દુનિયામાં શાકભાજીના લારીવાળાથી લઈને મોટી કંપનીના માલિક સુધી બધા પાસે મોબાઈલ તો હોય જ છે. લગભગ પુરુષોની આદત હોય છે કે તેઓ શર્ટના ખિસ્સામાં મોબાઈલ રાખી દેતા હોય છે. પરંતુ આપણી આ એક નાની આદત આપણા માટે ભયંકર બીમારીઓનું કારણ પણ બની શકે છે.Image Source :
📵 મિત્રો લોકો મોબાઈલના એટલા એડીકટ હોય છે કે તેઓ પોતાના મોબાઈલને દુર નથી રાખી શકતા માટે તેઓ પોતાના ખિસ્સામાં જ લઈને ફરતા હોય છે. પરંતુ આ બાબત તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે મોબાઈલ ફોનમાંથી એવી ખતરનાક તરંગો નીકળે છે જે દિલની સાથે સાથે મગજને પણ અસર કરે છે.
📵બોસ્ટન યુનિવર્સીટીએ મોબાઈલને શર્ટના ખીચ્ચામાં રાખવા પર ઘણી રીસર્ચ કરી છે. આ રીસર્ચ અનુસાર મોબાઈલ બીજા ઉપકરણોથી વધારે મેગ્નેટિક ફિલ્ડ હોય છે. તે ફિલ્ડ અમુક અંશે નુકસાન પહોંચાડે છે પરંતુ તે હૃદયને કોઈ નુકશાન નથી પહોંચાડતી. માટે મેગ્નેટિક ફિલ્ડ કોઈ ગંભીર સમસ્યા ઉત્પન્ન ન કરી શકે પરંતુ સૌથી વધારે જે ખતરનાક છે મોબાઈલમાંથી નીકળતી તરંગો.
📵 આ તરંગોની સીધી અસર આપણા હૃદય પર પડે છે જે હાર્ટઅટેકની પણ સંભાવના વધારે છે. આ ઉપરાંત હૃદય નબળું પડવા લાગે છે. જેના કારણે બ્લડપ્રેશર તેમજ હૃદય સંબંધી અન્ય બીમારીઓ થવાની સંભાવના પણ વધારે છે.Image Source :
📵 આપણી ત્વચા સેન્સીટીવ હોય છે માટે જો તે મોબાઈના સંપર્કમાં વધારે રહે તો ત્વચા સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. જેમ કે ત્વચા લાલ રંગની થઇ જવી, ખંજવાળ આવવી વગેરે. બોસ્ટન યુનિવર્સીટીનું કહેવું છે કે મોબાઈલ આપણાથી છ ઇંચ દુર હોવો ખુબ જરૂરી છે પરંતુ અમુક લોકો તો તેને પોતાના દિલથી ખુબ નજીક રાખે છે. જે આપણા માટે ખુબ જ હાનીકારક છે.
📵 પર્યાવરણ હેલ્થ ટ્રસ્ટ ન્યુઝ લાઈનમાં છપાયેલ એક મહિલાની રીપોર્ટમાં એ વાત સામે આવી હતી કે, એક મહિલા જેની જીંદગી તંદુરસ્ત હોવા છતાં પણ તેને કેન્સર થઇ ગયું. તેની પાછળનું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે આ મહિલા મોબાઈલ પોતાના આંતરિક અંગોની નજીક મોબાઈલ રાખતી હતી તેમાંથી નીકળતી તરંગોને કારણે તેને કેન્સર થયું. માટે તમે પણ મોબાઈલને આંતરિક અંગો પાસે રાખો છો જેમ કે શર્ટના ખિસ્સામાં તો આજે જ આ આદત છોડો.Image Source :
📵 મિત્રો હવે જે લોકો એવું વિચારે છે કે અમને તો શર્ટના ખીચ્ચામાં મોબાઈલ રાખવાની આદત નથી એટલે અમે સેફ થઇ ગયા. તો હજુ એક વાત જાણી લો કે પેન્ટના ખીચ્ચામાં પણ મોબાઈલ રાખવો તે હાનીકારક છે. ૨૦૦૯ ની એક રીસર્ચમાં સામે આવ્યું કે મોબાઈલને પેન્ટના પાછળના ખીચ્ચામાં રાખવાથી કમરનો ભાગ નબળો પાડવા લાગે છે.
📵 પુરુષો માટે ખાસ જાણવા જેવું કે પેન્ટના ખિસ્સામાં પંદર કલાકથી વધારે મોબાઈલ રાખવાથી વીર્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.Image Source :
📵 માટે મોબાઈલ ને બને એટલો પેન્ટ અને શર્ટના ખિસ્સાથી દુર રાખવો જોઈએ.
📵 આ ઉપરાંત ઈઝરાયેલના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મોબાઈલનો ઉપયોગ વધ્યા પછી પેરોટીડ ગ્લેન્ડમાં કેન્સર થવાનું પ્રમાણ વધ્યું છે. વર્ષ ૨૦૦૦ પછી આ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. પેરોટીડ ગ્લેન્ડ આપણા ગાલ પાસે હોય છે. જ્યાં આપણે ફોન રાખીને કલાકો વાત કરીએ છીએ તો આવું કરવાથી પેરોટીડ ગ્લેન્ડમાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત તેના વધુ ઉપયોગથી આંખને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત તેમાં રહેલ બેક્ટેરિયાથી ત્વચાને ઇન્ફેકશન પણ થઇ શકે છે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી