અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁નિયમિત ખાઓ આ વસ્તુ અને પછી જૂઓ 40 ની ઉમરના થશો તો પણ 25 વર્ષ જેવા યંગ અને ફીટ દેખાશે 💁
💪 મિત્રો આપણે મગજની શક્તિ વધારવા માટે ઘણું બધું કરીએ છીએ. પરંતુ આપણો સારો દેખાવ અને શરીરનો બાંધો પણ ઘણું મહત્વનું છે. તેથી આજે અમે તમને એવી પાંચ વસ્તુ કહેવા જઈ રહ્યા છીએ જેના સેવનથી તમે ખુબ જ સુંદર, સ્વસ્થ થશો અને તમારા ચહેરાનો ગ્લો વધી જશે.
💪 તમને ખબર હશે કે ઉંમરને અટકાવવા માટે કોઈ પણ રસ્તો વૈજ્ઞાનિક નથી શોધી શક્યા. પરંતુ આજે અમે એવી પાંચ વસ્તુ લાવ્યા છીએ કે જેના સેવનથી તમારી ઉમરના આંકડા તો વધશે પરંતુ તમે એક યંગ અને સ્વસ્થ વ્યક્તિ જ લાગશો. તમે જેવડા હશો તેનાથી પંદર વર્ષ નાના તમે દેખાશે માટે આર્ટીકલ અવશ્ય વાંચવો.
🍚 મિત્રો પહેલા છે દહીંં જેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી દહીં એ તેનો મુખ્ય સ્ત્રોત છે. પ્રોટીન એ તમારા મસલ્સને વધારવામાં મદદ કરે છે. અને કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત બનાવવા માટે ખુબ ઉપયોગી છે. દહીંમાં એવા કરોડ બેક્ટેરિયા હોય છે જે તમારી પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. અને એમ પણ કહેવાય છે કે બધી બીમારી પેટથી થાય છે તેથી તેનો મતલબ એમ છે કે જો પાચનશક્તિ બરોબર હશે અને ખાવાનુ પાચન થતું હોય તો તમને કોઈ પ્રકારની બીમારી થતી નથી. તેથી રોજ દહીં ખાવું ખુબ હિતાવહ છે.
🥕 ગાજર. ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. બીજી વાત એ કે હસતો ચહેરો હંમેશા સુંદર લાગે છે આપણા દાંત સારા હશે તો સ્માઈલ પણ કરવામાં સંકોચ નહિ થાય તો તેમાં ગાજર મદદ કરે છે. એ દાંત માટે પણ હિતાવહ છે. તેથી દાંતમાં સડો, દાંતમાં દુઃખાવો, જેવી દાંતને લગતી તકલીફો માટે ગાજર ખુબ મહત્વપૂર્ણ છે. ગાજર આંખ માટે અમૃત સમાન છે. તે આપણી આંખને ક્યારેય ખરાબ થવા દેતું નથી. અને જો ખરાબ હોય તો સુધારવામાં મદદ કરે છે. ગાજર આંખની કીકીનો અંદરના ભાગ માટે ખુબ ફાયદાકારક છે. તેથી રોજ ગાજર ખાવાથી આંખની રોશની વધે અને ક્યારે આંખની રોશની ઘટતી નથી.
🍊 ત્રીજું છે મિત્રો નારંગી. હા, બીજી વાત એ કે નારંગી પિંપલ્સ અને કાળા ડાઘાને ઘટાડવા માટે પણ ઉપયોગી છે. તેમજ નારંગીનું સેવન ચહેરાનો ગ્લો પણ વધારે છે. નારંગી એ બ્લડ સર્ક્યુલેશન માટે ખુબ જ મહત્વની છે એટલે કે શરીરના દરેક ભાગમાં લોહી પહોંચાડવા માટે મદદ કરે છે. તેથી આપણા શરીરની અંદરના ભાગ માટે ખુબ મહત્વનું છે. નારંગી એ હૃદય માટે ખુબ ઉપયોગી છે. આમ તો દરેક પરિવારમાંથી કોઈકને તો હૃદયની બીમારી થઈ જાય છે પરંતુ જો તમે નારંગીનું સેવન કરો તો હૃદયની બીમારી થશે જ નહીં.
🍅 ચોથું ટમેટુ. ટમેટામાં ખુબ સારા પ્રમાણમાં વિટામિન હોય છે જેમાં મુખ્યત્વે વિટામિન એ અને વિટામિન સી જે તમારી ત્વચાને ખુબ તેજ અને ગ્લો રાખે છે. જેથી તમારી ત્વચા ચમકવા માંડે છે જેમાં વિટામીન એ તમારી આંખને તેજ કરે છે અને ત્વચાની બાબતમાં જણાવીએ તો એ જ છે કે બજારમાં મળતી વસ્તુ કે જે ઉંમર ઘટાડવાનો દાવો કરતી હોય તેમાં ખુબ મોટા પ્રમાણમાં ટમેટાનો ઉપયોગ થાય છે. ટમેટાને કેમિકલ સાથે મિશ્રણ કરી મોટાભાગની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તેથી ટમેટા રોજ ખાવાથી તમારી ઉંમર દેખાશે નહીં અને ખુબ લાભ થશે.
🥦 પાંચમું છે પાલક, ઉપર દર્શાવેલી આ ચાર વસ્તુમાં પાલક વધુ મહત્વની અને ખાસ છે. પાલક એ દુનિયાનો સૌથી સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. એક સામાન્ય વાત કરીએ તો ઉમર વધવાની સાથે તમારી ત્વચા બગડે છે. તેનું કારણ છે ફ્રી રેડિકલ્સ આ તમારી સ્કિનને બગાડે છે પાલક તેને ઘટાડવા માટે ખુબ ઉપયોગી છે. જેનાથી તમારી ત્વચાનું તેજ વધે છે.
🥦 પાલકની મુખ્ય વાત એ છે કે તે મગજના ન્યૂરોન્સ વચ્ચેના તાલમેલને મજબૂત કરે છે. તેનાથી તમારી યાદશક્તિ વધે છે. માત્ર યુવાન દેખાવાથી નહીં પરંતુ મગજથી પણ હોવા જોઈએ. આમ સુંદર દેખાવાની સાથે જો મગજ પણ તેજ હોય તો વધુ સારું. અને આ જ જરૂરિયાતને પૂરી પાડવામાં પાલક મદદ કરે છે. આ ઉપરાંત પાલક હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે. તો તમે સુંદરતાની સાથે મગજથી પણ તેજ બનાવે છે, તે બંને જરૂરિયાતો પૂરી પાડે છે તેથી પાલક દરેક બાબત માટે મહત્વનો ભાગ છે.
💪 આ દરેક ચીજોનો રોજ ઉપયોગ કરવામાં આવે તો તમે ૧૦ થી ૧૫ વર્ષ નાની ઉંમરના દેખાશો. મુખ્ય વાત એ છે કે આ બાબતની કોઈને જાણકારી હોતી નથી તેથી તેઓ આનો લાભ લઈ નથી શકતા. અને તેનાથી ૩૫ વર્ષના લોકો ૪૫ કે ૫૦ના દેખાય છે. પરંતુ હવે તમને આ અમૂલ્ય જાણકારી મળી ગઈ છે. તો તેનો લાભ જરૂર લેવો જોઈએ….
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી