અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 શનિદેવના આ 6 મંદિરોની વિશેષતા જાણીને તમે રહી જશો દંગ… જાણો ક્યાં છે તે મંદિરો…. 💁
🙏 આમ તો આખા ભારતમાં શનિદેવના ઘણા બધા મંદિર છે પરંતુ તેમાંથી ઘણા મંદિર તેની વિશેષતાઓના કારણે ખુબ જ પ્રસિદ્ધ છે. આજે અમે તમને શનિદેવના 6 એવા જ મંદિરો વિશે જણાવશું. તો ચાલો જાણીએ તે 6 મંદિરો વિશે.Image Source :
1. પહેલું છે શનિ મંદિર કોસીકલમ. દિલ્લીથી ૧૨૮ કિમી દુર કોસીકલમ નામની જગ્યા પર સૂર્ય પુત્ર ભગવાન શનિદેવનું મંદિર આવેલું છે. તે ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લામાં આવેલું તેની આસપાસ નંદગાવ, બાંકેબિહારી, બરસાના મંદિર જેવા સ્થળો પણ આવેલા છે, કહેવામાં આવે છે કે આ શનિદેવના મંદિરની પરિક્રમા કરવામાં આવે તો માણસની બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તેના વિશે લોકોની માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે તે મંદિરની પરિક્રમા કરશે તેને ક્યારેય પણ કષ્ટ નહિ પડે.
2 શનિ મંદિર ઉજ્જૈન. મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. સામવે રોડ પર પ્રાચીન શનિદેવ મંદિર પણ ઉજ્જૈનનું પ્રમુખ સ્થળ માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત છે કે ત્યાં શનિદેવની સાથે સાથે બીજા પણ નવ ગ્રહો છે. એટલા માટે તે મંદિરને નવ ગ્રહ મંદિર પણ કહેવામાં આવે છે એટલા માટે અહિયાં દુર દુરથી શનિ ભક્તો તથા શનિ પ્રકોપથી પીડિત લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરથી પાસેથી જ શિપ્રા નદી વહે છે. જેને ત્રિવેણી સંગમ પણ કહેવામાં આવે છે.Image Source :
૩ શનિ શીંગણાપુર. ભગવાન શનિદેવના ખાસ મંદિર માંથી એક છે મહારષ્ટ્રના શીંગણાપુર નામના ગામનું શનિ મંદિર. આ મંદિર મહારષ્ટ્રના અહેમદનગરથી લગભગ 35 કિલોમીટર દુર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે ત્યાં ભગવાન શનિદેવની પ્રતિમા ખુલ્લા આસમાન નીચે છે. ત્યાં કોઈ પણ લોકો દ્વારા ઘરોમાં કે દુકાનોમાં તાળું નથી લગાવવામાં આવતું. એવી માન્યતા છે કે ત્યાંના બધા જ ઘરોની રક્ષા ભગવાન શનિદેવ કરે છે.Image Source :
4 શનિમંદિર ઇન્દોર. મધ્યપ્રદેશના મુખ્ય શહેરો માંથી એક છે ઇન્દોર. ત્યાં ભગવાન શનિદેવનું એક ખુબ જ ખાસ મંદિર છે. આ મંદિર બાકી મંદિરો કરતા અલગ છે. કેમ કે આ મંદિરમાં ભગવાન શનિદેવનો સોળ શ્રીંગાર કરવામાં આવે છે. ઇન્દોરના જુના એરીયામાં બનેલું આ શનિ મંદિર તેની પ્રાચીનતા અને કિસ્સો માટે ખુબ જ પ્રસિદ્ધ છે. શનિદેવના લગભગ બધા જ મંદિરોમાં તેની પ્રતિમા કાળા પથ્થરની જ હોય છે. જેના પર કોઈ પણ શ્રીંગાર નથી થતો. પરંતુ આ એક જ એવું મંદિર છે જ્યાં શનિદેવને રોજ આકર્ષક શ્રીંગાર કરવામાં આવે છે અને શાહી કપડા પણ પહેરાવવામાં આવે છે. આ મંદીરમાં શનિદેવ ખુબ જ સુંદર રૂપમાં નજર આવે છે.Image Source :
5 શનિશ્વરા મંદિર, ગ્વાલિયર. આ શનિ મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં છે આ મંદિર ભારતના બધા જ શનિ મંદિરોમાંથી ખુબ જ પૌરાણિક છે. લોક માન્યતા છે કે શનિ પીંડ ભગવાન હનુમાનજીએ લંકાથી ફેક્યું હતું જે ત્યાં આવીને પડ્યું ત્યારથી ત્યાં ભગવાન શનિદેવ સ્થાપિત છે. આ મંદિરમાં શનિદેવને તેલ ચડાવ્યા પછી ભગવાન શનિદેવને ગળે મળવાની પણ પ્રથા છે. જે કોઈ પણ ત્યાં ભક્તો આવે તે ખુબ જ પ્રેમથી ભગવાન શનિદેવને ગળે મળીને પોતાની તકલીફો ભગવાન સાથે વહેંચે છે, કહેવામાં આવે છે કે આવું કરવાથી તે વ્યક્તિની બધી જ તકલીફ ભગવાન શનિદેવ દુર કરી દે છે.
6 કષ્ટભંજન હનુમાન મંદિર. સાળંગપુર. ગુજરાતના બોટાદ જીલ્લાની સાળંગપુરમાં ભગવાન હનુમાનજીનું એક ખુબ જ પ્રાચીન મંદિર છે જેને કષ્ટભંજન હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ખુબ જ ખાસ છે કેમ કે આ મંદિરમાં ભગવાન હનુમાનજીની સાથે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. ત્યાં ભગવાન શનિદેવ સ્ત્રી રૂપમાં ભગવાન હનુમાનજીના ચરણોમાં બેઠા હોય તેવું જોવા મળે છે. આ મંદિર માટે કહેવાય છે કે કોઈ પણ ભક્તની કુંડળીમાં શનિદોષ હોય તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કરવાથી બધા જ દોષ મટી જાય છે. એટલા માટે આ મંદિરમાં આખું વર્ષ ખુબ જ લોકોની ભીડ રહે છે અને કહેવાય છે કે કોઈને ભૂતપ્રેત વળગ્યું હોય તો તે પણ ત્યાં ભગવવામાં આવે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી