દેશના લગભગ તમામ ભાગોમાં દિવાળીની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી પૂરી થઈ અને હવે દિવાળીના તહેવારની રાહ જોવાઈ રહી છે. અને હવે ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ અને છઠ પૂજા જેવા તહેવારો આવવાના છે. એવામાં દરેક ઘરોમા સફાઈ ની પણ શરૂઆત થઈ ચૂકી છે. ઘરની સાફ-સફાઈ કરવી એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. ઘરને સાફ રાખવા માટે આપણે અનેક પ્રકારના નુસખા અપનાવીએ છીએ.
ઘરમાં વિશેષ રૂપે આપણા મંદિરની સફાઈ એ સૌથી મોટો ટાસ્ક હોય છે. પરંતુ મંદિરની સફાઈ સમય સમય પર કરવી જરૂરી હોય છે. ઘરનું મંદિર એક એવો ભાગ હોય છે જેમાં ભગવાનનો વાસ હોવાની સાથે સકારાત્મક ઊર્જાનો પણ વાસ હોય છે. કહેવાય છે કે જો મંદિર સ્વચ્છ હોય તો જ ભગવાનનો વાસ થાય છે. આ જગ્યાની સૌથી સરસ રીતે સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું બનેલી રહે છે.વિશેષ રૂપે જ્યારે માર્બલના મંદિરની સફાઈની વાત હોય તો તે સરળતાથી સાફ નથી થતું અને સાફ કર્યા બાદ પણ તેની પીળાશ દૂર થતી નથી. મંદિરમાં લગભગ દીવો અને અગરબત્તીને પ્રજ્વલિત કરવામાં આવે છે જેનાથી તેના ધુમાડાના કારણે મંદિરમાં કાળા ધબ્બા પડી જાય છે અને કેટલીક વાર સાફ કર્યા બાદ પણ સારી રીતે સાફ નથી થતું. માર્બલનું મંદિર સફેદ હોવાના કારણે જલ્દી ગંદુ દેખાય છે. આ રીતના સફેદ મંદિરને સાફ કરવા આ લેખમાં અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે માર્બલના મંદિરને વધુ મહેનત વગર સરળતાથી ચમકાવી શકો છો. અને મંદિરની ચમક હંમેશા માટે જળવાયેલી રહેશે. આવો જાણીએ કેવી રીતે.
1) સૌ પ્રથમ આ કામ કરો:– માર્બલના મંદિરની સફાઈ કરતી વખતે તમારે કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે.જેમ કે, મંદિરમાં સ્થાપિત કરેલી મૂર્તિ અથવા છબીને બહાર કાઢી લેવા. મંદિરની સફાઈ કરવા માટે તેને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ના લઇ જાઓ કારણ કે આરસ ગમે ત્યારે તૂટી શકે છે.2) કોર્નફ્લોર થી કરો સફાઈ:- મંદિરમાં જે સ્થાન પર દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે તે જગ્યા પર લગભગ તેલના નિશાન પડી જાય છે. આ નિશાન એટલા જિદ્દી હોય છે કે કોઈપણ ક્લીનરથી સરળતાથી સાફ નથી થઈ શકતા. આ રીતના તેલના ધબ્બાને સાફ કરવા માટે તમે તેલ વાળી જગ્યા પર થોડો કોર્નફ્લોર નાખો. આ જગ્યા પર કોર્નફ્લોર નાખીને પાંચ મિનિટ માટે રહેવા દો. જો તમારી પાસે કોર્ન ફ્લોર ઉપલબ્ધ ન હોય તો તમે ઘઉંનો લોટ પણ નાખી શકો છો પાંચ મિનિટ બાદ તેલ સંપૂર્ણ રીતે કોર્ન ફ્લોરમાં અવશોષિત થઈ જશે. તમે આને કોઈ કપડામાં ઝાટકીને બહાર કાઢી લો. તેલના ધબ્બા સંપૂર્ણ રીતે માત્ર પાંચ મિનિટમાં જ સાફ થઈ જશે.
3) બેકિંગ સોડા અને લીંબુ થી કરો સફાઈ:- માર્બલનું મંદિર સાફ કરવા માટે સૌથી સારી રીત છે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરવો. આનો ઉપયોગ કરવા માટે અડધો લીટર પાણીમાં ½ ચમચી બેકિંગ સોડા અને અડધા લીંબુના રસ ને મેળવો અને તેમાં ડિશ વોશિંગ લિક્વિડના ત્રણ થી ચાર ટીપા નાખો અને સરસ રીતે મિક્સ કરીને ઘોળ તૈયાર કરો. આ ઘોળને એક સોફ્ટ સ્પોન્જ માં બોળી ને આખા મંદિરમાં આનાથી સફાઈ કરો.મંદિરની જાળીઓને સાફ કરવા માટે એક સાફ ટુથ બ્રશનો ઉપયોગ કરો. ટુથ બ્રશથી માર્બલના મંદિરની જાળીયોમાં આ લિક્વિડ લગાવો અને સરસ રીતે ઘસો. આવી રીતે આખા મંદિરમાં જ્યાં પણ નિશાન દેખાય ત્યાં આ લિક્વિડનો ઉપયોગ કરો. પાંચ મિનિટ માટે બેકિંગ સોડાનું લિક્વિડ લગાવીને છોડી દો. પાંચ મિનિટ પછી એક ભીના કપડાથી મંદિરને લુછો અને ત્યાં સુધી ભીના કપડાથી સફાઈ કરો જ્યાં સુધી આ સરસ રીતે સાફ ન થઈ જાય.આ રીતે ગુલાલ, ચંદન, તેલ અથવા ધૂપના ડાઘને સાફ કરી શકો છો.
4) વિનેગર અને લીંબુનો ઉપયોગ:- વિનેગર હંમેશા એક સારું ક્લીનર છે. વિશેષ રૂપે જ્યારે તમે માર્બલની સફાઈ કરતા હોવ તો વિનેગરના ઉપયોગથી માર્બલમાં ચમક આવી જાય છે. આ ચમક લાંબા સમય સુધી જળવાયેલી રહે છે. માર્બલના મંદિરની સફાઈ કરવા માટે એક લીટર પાણીમાં એક એક કપ વિનેગર નાખો. ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ નીચવો. બધી સામગ્રીઓને સરસ રીતે મેળવી લો અને આ ઘોળને એક સોફ્ટ સ્પોન્જ થી આખા મંદિરમાં લગાવો. 5 થી 8 મિનિટ સુધી તેમાં વિનેગરનું મિશ્રણ લગાવી રાખો અને ત્યારબાદ તેને પાણીથી સાફ કરી લો. માર્બલ નું મંદિર 10 મિનિટથી પણ ઓછા સમયમાં સાફ થઈ જશે.આ વાતોનું ધ્યાન રાખવું:- માર્બલના મંદિરને ભીનું કરતા પહેલા સુકી ધૂળને કપડાથી સરસ રીતે ઝાટકી લો નહીં તો ધૂળ ભીની થવાના કારણે મંદિરમાં ચોંટી જશે અને જલ્દી સાફ નહીં થાય. માર્બલ મંદિર પ્રમાણમાં નાજુક હોય છે, તેથી તેને હંમેશા નરમ કપડા અથવા સ્પોન્જથી સાફ કરવું જોઈએ નહીં તો તેમાં સ્ક્રેચ પડી શકે છે.
માર્બલના મંદિરને સાફ કરવા માટે કોઈપણ હાર્ડ કેમિકલનો ઉપયોગ ન કરવો. આ પ્રકારના કેમિકલ થોડીવાર માટે માર્બલમાં ચમક લાવી શકે છે પરંતુ વધારે જલ્દી તેમાં ધૂળ લાગવા લાગે છે. સફાઈ માટે તમે નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો તેનાથી ગંદકી ખૂબ જ જલ્દી અને સરળતાથી સાફ થઈ જશે અને માર્બલ માં ચમક આવી જશે.
તેલના ડાઘ હટાવવા માટે હંમેશા લોટ કે કોર્ન ફ્લોર નો જ ઉપયોગ કરવો. ઉપરયુક્ત દરેક વાતોને ધ્યાનમાં રાખીને તમે જ્યારે માર્બલનું મંદિરની સફાઈ કરશો તો આ સરળતાથી સાફ પણ થઈ જશે અને જલ્દી ગંદુ પણ નહીં થાય અને તેમાં એક સરસ મજાની ચમક આવી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી