તહેવારની ઋતુ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. વિશેષ રૂપે આપણે દિવાળીના તહેવારમાં ઘરના દરેક ખૂણે ખૂણાની સફાઈ કરીએ છીએ. તેવી જ રીતે ઘરની સફાઈની સાથે સાથે આપણે ભગવાનના મંદિરની પણ સફાઈ કરવી અતિ જરૂરી છે.
કહેવાય છે કે તહેવારોમાં ઘરની સાથે મંદિર પણ જો સ્વચ્છ અને સાફ હોય તો ભગવાન નિવાસ કરે છે. આજે આ લેખમાં અમે તમને કેટલીક ખુબ જ સરસ ટિપ્સ અને હેક્સ જણાવીશું જેને ફોલો કરીને તમે સરળતાથી લાકડાના મંદિરની સફાઈ કરી શકશો તો આવો જાણીએ. 1) સૌથી પહેલા કરી લો આ કામ:- લાકડાનું મંદિર સાફ કરવું અત્યંત સરળ કામ છે પરંતુ સફાઈથી પહેલા તમારે કેટલીક વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા તમે મંદિરમાંથી ભગવાનની મૂર્તિ અને છબીને હટાવી લો. હવે મંદિરને કોઈ અન્ય સ્થાન પર કાઢી લો.
2) ગુલાલ અને ચંદનના ડાઘ કાઢો:- પૂજા પાઠ કરતી વખતે લાકડાના મંદિર પર કોઈને કોઈ જગ્યાએ ગુલાલ કે ચંદનના ડાઘ લાગી જ જાય છે. કેટલીક વાર આ ડાઘ સરળતાથી નથી નીકળતા. એવામાં મંદીર માટે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો.તેના માટે અપનાવો આ રીત:- સૌથી પહેલા બે કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડાને મેળવીને મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને ડાઘ વાળી જગ્યા પર છંટકાવ કરીને થોડીવાર માટે રહેવા દો. લગભગ પાંચ મિનિટ બાદ ક્લીનિંગ બ્રશ કે પછી કોટનના કપડાથી ઘસીને સાફ કરી લો. સાફ કર્યા બાદ મંદિરને થોડીવાર માટે તાપમા રાખી દો.
3) તેલના ડાઘ સાફ કરો:- મંદિરમાં દરરોજ દીવો પ્રજ્વલિત થતો હોવાથી કેટલીક વાર મંદિરમાં તેલના ડાઘા પણ લાગી જાય છે. કેટલીક વાર દીવાના ધુમાડાના કારણે મંદિરમાં કાળા કાળા નિશાન પણ પડી જાય છે.તેને દૂર કરવા માટે અપનાવો આ રીત:- તેના માટે બે કપ પાણીમાં એક થી બે ચમચી સરકાને નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એ જગ્યા પર છંટકાવ કરો જ્યાં તેલના ડાઘ લાગ્યા છે. ત્યારબાદ કોટન કે ક્લિનિંગ બ્રશથી હળવા હાથે સાફ કરીને મંદિરને થોડીવાર માટે તાપમાં મૂકી દો.
4) બેકિંગ સોડા અને લીંબુના રસ નો કરો ઉપયોગ:- જી, હા બેકિંગ સોડા અને લીંબુના રસથી તમે મંદિર પર હાજર કોઈપણ ડાઘ અને ધબ્બાને થોડીક જ વારમાં સાફ કરી શકો છો તેના માટે અપનાવો આ રીત:- સૌથી પહેલા બે કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડાને નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં લીંબુનો રસ નાખીને સરસ રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે મંદીના દરેક ભાગ પર સરસ રીતે છંટકાવ કરીને કપડાથી સાફ કરી લો.સાફ કરીને મંદિરને થોડીવાર માટે તાપમા મૂકી દો, તો આ રીત અપનાવીને તમે મંદિરને એકદમ સાફ અને નવા જેવું બનાવી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી