મિત્રો આપણો દેશ પરંપરા અને રીતિરિવાજમાં વિશ્વાસ ધરાવતો દેશ છે. જેમાં અસંખ્ય પરંપરા અને રીતિરિવાજ છે. તો તેના આધારે જોઈએ તો આપણે વર્ષ અનુસાર એવા ઘણા બધા તહેવારોને ઉજવીએ છીએ જે વર્ષોથી આપણી પરંપરામાં રહેલા છે. તો તેમાંથી એક તહેવાર છે દિવાળી. દિવાળીનો તહેવાર આખા દેશમાં ઉજવવામાં આવે છે. જેમાં લોકો ખુબ જ હર્ષોલ્લાસ સાથે દિવાળીને મનાવે છે. તો હવે દિવાળીમાં થોડા જ દિવસોની વાર રહી છે.
જેમાં લોકો પોતાના ઘરની સજાવતા જોવા મળે છે. બધી સાફસફાઈ નીપટાવીને લોકો હવે સજાવટમાં લાગી ગયા હશે. તો તેવામાં હવે બધા લોકો રંગોળી વિશે પણ વિચારતા હશે. કેમ કે દિવાળીમાં રંગોળીનું એક અનેરું મહત્વ જોવા મળે છે. લગભગ દરેકના આંગણે દિવાળી પર રંગોળી અવશ્ય જોવા મળતી હોય છે. આપણા દેશમાં અલગ અલગ જગ્યાઓ અનુસાર અલગ અલગ રીવાજો પ્રમાણે રંગોળીનું મહત્વ જોવા મળે છે. ઘણા લોકો પેઈન્ટ કલરથી રંગોળી બનાવે છે, તો ઘણા લોકો ચિરોડી રંગથી બનાવે છે, તો અમુક લોકો કુદરતી સૌંદર્યને વધારવા માટે ફૂલની રંગોળી બનાવે છે. રંગોળી ઘરના આંગણે બનાવવામાં આવે તેનો મતલબ કે તે દિવસે ઘરે આવતા દરેક લોકો ભગવાન સમાન હોય છે. તેને માનપાન અને મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં રંગોળી માત્ર તહેવાર નિમિતે જ નહિ, પરંતુ આપણા દેશમાં પહેલા ઘરમાં કોઈ પૂજા કે વિધિ રાખવામાં અઆવી હોય તો પણ રંગોળી બનાવવામાં આવતી હતી. રંગોળી શબ્દ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃતનો શબ્દ છે રંગાવલી તેના પરથી રંગોળી શબ્દ બન્યો.
જો રંગોળી આપણા દરવાજા પર બનાવવામાં આવે તો તેણે જોઇને મહેમાન અને ભગવાન બંને ખુશ થાય છે. રંગોળી ખાસ મહેમાનના સ્વાગત માટે જ બનાવવામાં આવે છે. ભારતમાં અમુક રાજ્યમાં કોઈ પણ પ્રસંગ હોય તેમાં રંગોળી અવશ્ય બનાવવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ ખાસ આવે છે.
દરેક લોકો દિવાળીના પર્વ પર એકબીજાના ઘરે બધાઈ આપવા જતા હોય છે. પરંતુ ઘરમાં પ્રવેશ કરતા પહેલા જો રંગોળી જુવે તો કોઈ ન વ્યક્તિના મનમાં પ્રફુલ્લિતતા આવે છે. પરંતુ જો ફૂલોની રંગોળી બનાવવામાં આવે તો પુષ્પની સુગંધ સાથે તેનો દેખાવ પણ ખુબ જ સુંદર લાગે છે.
ખાસ તો દિવાળીના પર્વ પર રંગોળી સુકા કલરમાં જ બનાવવામાં આવે છે. જે પ્રાકૃતિક પણ માનવામાં આવે છે. પરંતુ સમય બદલાય ગયો છે જેના કરાને હવે રંગોળી લોકો રસાયણિક રંગોથી પણ બનાવે છે. રંગોળીમાં આપણે કોઈ સામાન્ય ચિત્ર અથવા આકૃતિનું પણ સર્જન કરી શકીએ છીએ.
મોટા ભાગે હિંદુ ઘરોમાં રંગોળી જોવા મળે છે. હિંદુ ઘરોમાં બનતી રંગોળીમાં વધારે શુભ ચિહ્નો જોવા મળતા હોય છે. તેમાં સ્વસ્તિક, કમળ, લક્ષ્મીજી, પાદુકા ચિહ્ન. આ બધા જ ચિહ્નો આપણા ધર્મમાં શુભ માનવામાં આવે છે અને શુભ ફળ પણ આપે છે. તેનાથી આપણી સમૃદ્ધિ પણ વધે છે.
દિવાળીના દિવસ ઘરોમાં લક્ષ્મીજીનું સ્વાગત કરવામાં આવે છે. જેના સંદર્ભે પણ રંગોળીનું મહત્વ રહેલું હોય છે. રંગોળી આં તો આપણા ઘર સજાવટનો એક હિસ્સો જ છે. જે ખુબ જ જૂની પરંપરાથી ચાલતું આવે છે.
હિંદુ ઘરોમાં જો દિવાળીના પર્વ પર રંગોળી ન બનાવવામાં આવી હોય તો ઘરની સજાવટ ઓછી પડે છે. પરંતુ હવે બધા જ લોકો પોતાના વિચારો મુજબ અલગ અલગ રંગો સાથે રંગોળી બનાવે છે. જે આખા ઘરની શોભામાં વધારો કરી નાખે છે.
ઘણા લોકો એવી પણ ડીઝાઇન બનાવતા હોય છે, જેમાં તે રંગોળીની ડીઝાઇનમાં વચ્ચે દીવાની પણ સ્પેસ રાખતા હોય છે. જેની અંદર દીવા મુકવામાં આવે તો રંગોળી વધારે દીપી ઉઠે છે.
આજના સમયમાં લોકો ખુબ જ ડીઝાઇન વાળી રંગોળીનું સર્જન કરતા હોય છે. કેમ કે સમય જતા પરંપરાગત રીતે રંગોળી ફેરફાર થયા. લોકો આજે ખુબ જ અવનવી ડીઝાઇન વાળી રંગોળી બનાવે છે અને પોતાની કલાને દર્શાવે છે.
રંગોળી એ ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિક કલા છે. જેને આજે પણ લોકો દ્વારા જીવંત રાખવામાં આવી છે. રગોલીના આકારો પણ આપણા મનના ભાવનું દર્શન કરાવે છે. જેમાં રંગ અને ચિત્રણ એ આપણી મનની સ્થિતિ વિશે અભિભૂત કરાવે છે. મિત્રો આજકાલ તો ટેકનોલોજી સાથે પણ રંગોળી બને છે. કેમ કે અમુક અમુક એવા સાધનો આવી ગયા છે કે તેનાથી રંગોળી બનાવવી ખુબ જ સરળ પડે છે. ત્યાર બાદ આપણા ઘરમાં નાના વાસણ દ્વારા પણ કલાત્મક રંગોળી બનાવી શકો છો. ઘણા લોકો પાત્ર પણ બનાવતા હોય છે કોઈ ચોક્કસ કેરેક્ટરને લઈને પણ રંગોળી બનાવતા હોય છે. જેમાં ગણપતિ, લક્ષ્મીજી, રાધાકૃષ્ણ વગેરેનું સર્જન કરતા હોય છે. પરંતુ સ્ત્રીઓ વધારે ડીઝાઇન વાળી રંગોળી બનાવતા હોય છે. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google