તમે અને આપણે બધા જ એ વાતને જાણીએ છીએ કે દિવાળીના તહેવાર બાદ લગ્નની સીઝન શરૂ થઇ જશે. પરંતુ જો જેમાં ઘણા લોકો અત્યારથી જ લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા હશે. તો મિત્રો આ વખતે લગ્નની સિઝનમાં દરેક લોકોએ ધ્યાન રાખવું પડશે. કેમ કે લગ્નમાં આપણા મોજશોખ આપણને ભારે પડી શકે છે. કેમ કે લગ્નમાં આજકાલ ઘણા બધા લોકોના એવા શોખ હોય છે જેનાથી બીજાને નુકશાન પણ થઇ શકે છે. માટે લગ્નમાં એવા શોખ આપણને નુકશાન કરાવી શકે છે.
મિત્રો હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો. કેમ કે સરકાર દ્વારા હવે ખુબ જ વધારે સખ્તી સાથે અમુક કાનુન લાગુ કરી દેવામાં આવ્યા છે. તો તેના માટે આજે અમે તમને અમુક નિયમ જણાવશું, જેને જાણવું ખુબ જ જરૂરી બની જાય છે. જો આ નિયમો નહિ જાણો તો તમને મુશ્કેલી પણ આવી શકે છે. તો આ આર્ટીકલમાં અમે તમને અમુક નિયમ જણાવશું, જે ધ્યાનથી જાણો અને આગળ પણ લોકો સુધી આ નિયમો મોકલો. તો જાણો લગ્નમાં કરવામાં આવતા આ શોખ હવે પડશે મોંઘા.
સૌથી પહેલા છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ : હાલના દિવસોમાં નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને ખુબ જ છે. તેમણે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૌકો પર આવા પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાવવાની વાત કહેલી છે. પ્લાસ્ટિક બેનનો પ્રચાર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના મોકા પર કરવા આવ્યો હતો. જો લગ્ન દરમિયાન પ્લાસ્ટિક મળી જાય તો તેને જપ્ત કરી લેવામાં આવશે અને જો વધારે માત્રામાં મળશે તો આયોજક પર કાર્યવાહી પણ કારવામાં આવશે.
રસ્તાઓ પર જામ : હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો. કેમ કે પહેલા લગ્ન સમયે લોકો નાચતા-ગાતા અને ખુશી સાથે વરઘોડો કાઢવામાં આવતો હતો. પરંતુ તમને એ વાતનો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે વરઘોડાના કારણે રસ્તામાં પાછળ ટ્રાફિક જામ ન થવો જોઈએ. કેમ કે ઘણી આ રીતે ટ્રાફિક જામમાં જરૂરિયાત વાળ લોકો પણ ફસાયેલા હોય છે. તો રસ્તાઓ વચ્ચે કોઈ પણ જાતનો ટ્રાફિક જામ ન થવો જોઈએ આપણા મોજશોખ માટે, નહિ તો પોલીસ આપણને ગિરફ્તાર પણ કરી શકે છે.
બંધ કરવી પડશે આતશબાજી : લગભગ દિવાળી બાદ ઠંડીનો મોસમ ચાલુ થઇ જતો હોય છે. તો ઠંડીના મોસમમાં કોઈ પણ રીતે પ્રદુષણનું પ્રમાણ પણ વધી જતું હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે લગ્ન દરમિયાન આતશબાજી પર સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જો કોઈ પણ જગ્યાએ આતશબાજી જોવા મળશે તો આયોજક વિરુદ્ધ કેસ પણ દર્જ થઇ શકે. ફાયરીંગ : સરકારે લગ્ન જ નહિ પરંતુ બીજા અન્ય પ્રસંગ દરમિયાન પણ બંદુકના ફાયરીંગ પર સંપૂર્ણ રોક લગાવી દીધો છે. જો કોઈ પણ પ્રસંગમાં ફાયરીંગ થતું દેખાય તો તરત જ બીજા લોકોએ પોલીસને જાણ કરવી જોઈએ. પરંતુ જો લગ્ન કે અન્ય પ્રસંગ દરમિયાન કોઈ ફાયરીંગ કરવામાં આવે અને કોઈ વિડીયોમાં અથવા તો કોઈને જાનહાની થયાના સમાચાર સામે આવે તો પોલીસ આયોજક પર કાનૂની કાર્યવાહી કરી શકે છે.
તો લગ્ન દરમિયાન આ નિયમો લગભગ બધા જ લોકોને જાણ હોવી ખુબ જ આવશ્યક છે. માટે ભૂલથી પણ લગ્નમાં આ ભૂલો ન કરવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google